Jun 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-215

અધ્યાય-૪-યુધિષ્ઠિરનો સભાપ્રવેશ 


II वैशंपायन उवाच II ततः प्रवेशनं तस्यां चक्रे राजा युधिष्ठिरः I अयुतं भोजयित्वा तु ब्राह्मणानां नराधिपः II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,નરપતિ યુધિષ્ઠિરે દશ હજાર બ્રાહ્મણોને ભોજન આપ્યું અને તે સભામાં પ્રવેશ કર્યો.

હે રાજન,વિવિધ દિશાઓથી આવેલા તે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના ભોજન જમાડી,ફુલમાળાઓ આપી,ને વધુમાં પ્રત્યેકને હજાર હજાર ગાયો આપી.તે વખતે થયેલો પુણ્યાહવાચનનો ઘોષ આકાશ સુધી પહોંચ્યો.

કુરુશ્રેષ્ઠ યુધિષ્ઠિરે વિવિધ વાજિંત્રો અને દિવ્ય સુગંધોથી દેવોની પૂજાપુર્વક સ્થાપના કરી.તે વખતે મલ્લો,નટો,સૂતો અને વૈતાલિકો,યુધિષ્ઠિરની સ્તુતિ કરવા લાગ્યા.પછી,ભાઈઓ સાથે સભાસ્થાનોની પૂજા કરીને,તે પાંડવો તે રમ્ય સભામાં વિહાર કરવા લાગ્યા.તે સભામાં ઋષિઓ ને દેશદેશથી આવેલા રાજાઓ આસન કરતા હતા.

અસિત,દેવલ,બલિ,કૃષ્ણદ્વૈપાયન,જૈમિની,યાજ્ઞવલ્કય-આદિ અનેક ઋષિમુનિઓ તે સભામાં યુધિષ્ઠિરની 

ઉપાસના કરતા હતા અને પવિત્ર,નિર્મલ અને પુણ્યમયી કથાઓ કહેતા હતા.(1-19)


વળી,શ્રેષ્ઠ ક્ષત્રિયો,રાજાઓ અને અર્જુન પાસે ધનુર્વિદ્યાનું શિક્ષણ લેતા રાજકુમારો પણ તે સભામાં બેઠા હતા.

ચિત્રસેન,પોતાના અમાત્ય સાથે તેમજ ગંધર્વો,અપ્સરાઓ અને સતાવીશ ગણોને લઈને યુધિષ્ઠિરની સેવામાં 

સભામાં આવી બેઠા હતા.ગાયન,વાદન,તાલમાં નિપુણ કિન્નરો,ત્યાં ગંધર્વો સાથે ગાન કરી,સર્વને આનંદ આપી.

તેમની સેવા કરી રહ્યા હતા.આમ,એ સભામાં વિરાજેલા,સુવ્રતી અને સત્યવતી સભાજનો યુધિષ્ટિરની,

એવી,સેવા કરી રહ્યા હતા,જાણેકે,જેમ,સ્વર્ગમાં દેવો બ્રહ્માજીની સેવા કરે છે..(41)

અધ્યાય-4-સમાપ્ત 


સભાક્રિય પર્વ સમાપ્ત 

  INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE