Jun 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-213

અધ્યાય-૨-શ્રીકૃષ્ણનું દ્વારકાગમન 

II वैशंपायन उवाच II उपित्वा खाण्डवप्रस्थे सुखवासं जनार्दनः I पाथै: प्रीतिसमायुक्तै: पुजनार्होSभिपूजितः II १ II

વૈશંપાયન બોલ્યા-'હવે,પૂજનીય જનાર્દને,પ્રીતિયુક્ત પાંડવો સાથે વાસ કરીને તથા તેમનાથી સત્કાર પામતા રહીને,પિતાના દર્શનની ઈચ્છાથી દ્વારકા જવાનો નિર્ણય કર્યો.તેમણે ધર્મરાજ અને કુંતીની આજ્ઞા લીધી,ને ફોઈ કુંતીના ચરણમાં મસ્તક ઢાળી પ્રણામ કર્યા.પછી તે ભગિની સુભદ્રાને મળ્યા,ત્યારે સુભદ્રાએ,વારંવાર શિર નમાવી નમસ્કાર કર્યા ને સ્વજનોને ઉદ્દેશીને કુશળ સમાચાર કહેવડાવ્યા.ત્યારે બાદ,દ્રૌપદી અને ધૌમ્યને મળીને,

અર્જુન અને ભાઈઓ પાસે આવ્યા,ત્યારે પાંચે પાંડવો તેમને વીંટળાઈને તેમને ભેટી રહ્યા.

પછી,શ્રીકૃષ્ણે યાત્રાને માટેનાં યોગ્ય કર્મો કરવાની ઇચ્છાએ સ્નાન કર્યું અને પવિત્ર થઇ અલંકારો ધારણ કર્યા.

ને પુષ્પો,જપો,નમસ્કારો અને વિવિધ ગંધ વડે દેવો અને દ્વિજોનું પૂજન કર્યું,ને આમ સર્વ કાર્યો પતાવીને,

ત્યાંથી નીકળો તે બહારના કોર્ટે આવ્યા,કે જ્યાં પૂજા કરવા યોગ્ય બ્રાહ્મણોને દહીભર્યા પાત્રો,ફૂલો તથા અક્ષત આપ્યા ને તેમની પાસે સ્વસ્તિવાચન કરાવીને,તેમને ધન આપીને તેમની પ્રદિક્ષણા કરી.(12)


પછી,જેને ગરુડના ચિહ્નવાળો ધ્વજ છે,જે શીઘ્રવેગી છે,જે શંખ,ચક્ર,ગદા,ખડગ અને શાર્ડગ વગેરે આયુધોથી ભરપૂર છે તથા જેને શૈબ્ય ને સુગ્રીવ નામે ઘોડાઓ કોળેલા છે,તેવા શુભ કાંચનરથમાં બેસીને,

તે કમલનયન ભગવાને,શુભ તિથિએ,પુણ્ય નક્ષત્રે અને મંગલમૂહૂર્તે પ્રયાણ આદર્યું.(15)


ત્યારે,રાજા યુધિષ્ઠિર,પ્રેમપૂર્વક તે રથમાં ચડીને રથના સારથી દારૂકને જરા દૂર ખસેડીને,પોતે જ રથની દોર હાથમાં લીધી.ને તે વખતે અર્જુન પણ રથમાં ચડીને,શ્રીકૃષ્ણ પર,સુવર્ણના દાંડાવળી શ્વેત ચમ્મર ઢાળવા લાગ્યો,

ભીમસેન,નકુલ,સહદેવ,ઋત્વિજો અને જાગરજનો પણ તે રથની પાછળ ચાલવા લાગ્યા.અર્ધો યોજન ચાલ્યા 

પછી,ગોવિંદે,અર્જુને ગાઢ બાથમાં લઈને,ત્યાર બાદ પાંડવોને આદરપૂજા આપી તેમની રજા લઈને તેમને ભેટ્યા.

ને  સર્વને 'હવે પાછા વળો' કહીને યુધિષ્ઠિરની પાસે વિદાય માગી.યુધિષ્ઠિરે કહ્યું કે 'પધારો'

પછી,મધુસૂદને,'હું પાછો આવીશ' એવો પાંડવો સાથે ઠરાવ કર્યો.ને પોતાની નગરી તરફ ચાલ્યા.


ત્યારે,તે પાંડવો,દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી,શ્રીકૃષ્ણને નેત્ર દ્વારા અનુસરી રહ્યા.ને પ્રીતિપૂર્વક તેમનું ધ્યાન કરવા લાગ્યા.

કેશવનાં દર્શન કરતાં તેમને તૃપ્તિ થતી નહોતી,ત્યાં તો ઘડીકમાં શ્રીકૃષ્ણ ત્યાંથી અદશ્ય થઇ ગયા.

અનિચ્છા છતાં તે પાંડવો પાછા ફરી નગરમાં ગયા.બીજી બાજુ,શ્રીકૃષ્ણ પણ વેગપૂર્વક દ્વારકા પહોચી ગયા.

ને ત્યાં સર્વથી સત્કાર પામીને તે પિતા વસુદેવ.માતા અને બલરામને વંદન કર્યા,ને પુત્રો આદિને મળીને,વૃદ્ધોની આજ્ઞા ગ્રહણ કરીને રુકિમણીને ભવને ગયા.આ બાજુ,મયદાનવે,વિધિપૂર્વક સભા નિર્માણ કરવા માંડી (37)

અધ્યાય-2-સમાપ્ત

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE