Jun 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-209

 
અધ્યાય-૨૩૨-શાડ઼:ર્ગકોનો ઉગારો 

II जरितारिरुवाच II पुरतः क्रुछ्र्कालस्य धीमान जागर्ति पूरुषः I स क्रुछ्र्कालं संप्राप्यं व्यथां नैवैति कहिचित  II १ II

જરિતારિ બોલ્યો-જે બુદ્ધિમાન મનુષ્ય આપત્તિકાળ આવતાં પહેલાં જ જાગ્રત રહે છે,

તે આપત્તિકાળ આવતાં,કોઈ  રીતે વ્યથા પામતો નથી,પણ જે બુદ્ધિહીન મનુષ્ય આપત્તિકાળને 

ઓળખાતો નથી તે આપત્તિકાળમાં વ્યથા પામે છે.અને મહાન કલ્યાણને મેળવતો નથી.(1-2)

સારિસૃક્ક બોલ્યો-આપણા પર આ પ્રાણસંકટ આવ્યું છે,તે વખતે તમે ધીર ને બુદ્ધિમાન છો.

ઘણા લોકોમાં તો શૂરવીર તો કોઈ એકાદ જ હોય છે,તમારી શૂરવીરતા વિશે મને કોઈ શંકા નથી.

સ્તમ્બમિત્ર બોલ્યો-મોટોભાઈ પિતારૂપ છે,તે જ સંકટોમાંથી છોડાવે છે,નાનો તો શું કરી શકે?

દ્રોણ બોલ્યો-સાત જીભવાળો,સાત મુખવાળો,ક્રૂર ને ભડભડતો અગ્નિ,જાણે,

આપણો નાશ કરવા ઈચ્છતો હોય,તેમ,આપણા સ્થાન તરફ ત્વરાથી આવી રહ્યો છે.(5)


વૈશંપાયન બોલ્યા-હે રાજન,મંદપાલના તે પુત્રોએ આ પ્રમાણે એકબીજાને કહ્યું 

અને પછી સાવધાન થઈને તેમને અગ્નિની જે સ્તુતિ કરી તે તમે સાંભળો.


જરિતારિ બોલ્યો-હે જ્વલન,તમે વાયુના આત્મારૂપ છો,ઔષધિઓના દેહરૂપ છો,જળ તમારું જન્મસ્થાન છે અને વળી,જળના તમે યોનિરૂપ છો.હે મહાવીર્ય,સૂર્યના કિરણોની જેમ તમારી જ્વાળાઓ ચારે તરફ ફેલાઈ રહે છે.

સારિસૃક્ક બોલ્યો-હે ધૂમકેતુ,માતા ગુમ થઇ છે ને અમે પિતાને જાણતા નથી,ને અમને પાંખો આવી નથી,તમારા વિના અમારો કોઈ ત્રાતા નથી,તેથી હે અગ્નિ,તમે અમને બાળકોને બચાવો.શરણ ઇચ્છતા અમ દુઃખિયારાનું તમે રક્ષણ કરો.હે જાતવેદસ,તમે જ એક તપનારા દેવ છો,તમારા સિવાય પૃથ્વી પર બીજો કોઈ તપાવનારો નથી.

હે હવ્યવાહન,અમને બાળકઋષિઓને તમે બચાવોની અહીંથી બીજે ચાલ્યા જાઓ.(11)


સ્તંબમિત્ર બોલ્યો-હે અગ્નિ,તમે જ એક બ્રહ્મ છો,સમસ્ત જગત તમારામાં જ રહ્યું છે,તમે સર્વ ભૂતોને ધારણ કરો છો,અને તમે જ ભુવનરૂપે પ્રકાશો છો.તમે અગ્નિ છો,હવ્ય છો,હવિરૂપ છો.તમે એકરૂપ છો,છતાં પંડિતો તમને અનેકરૂપે જાને છે.હે હવ્યવાહ,તમે જ આ ત્રણે લોકોને સર્જો છો અને કાળ આવતાં નાશ કરો છો.(14)


દ્રોણ બોલ્યો-હે જગતપતિ,શરીરના ભીતરમાં રહીને તેમ જ નિત્ય વૃદ્ધિ પામીને,તમે પ્રાણીઓએ ખાધેલા અન્નને પચાવો છો.તમારામાં જ સર્વ પ્રાણીઓ રહેલાં  છે.તમે સૂર્યરૂપ થઈને પૃથ્વીના જળને તથા સર્વ રસોને શોષો છો.

વનસ્પતિઓ,સરોવરો ને મહાસાગર તમારામાંથી જ થાય છે.અમારી આ કાયા વરુણને શરણે છે તો તમે અમને મંગલરૂપ થાઓ.અમારા ત્રાતા થાઓ.આજે અમારો નાશ કરશો નહિ.હે હુતાસન,જેમ,સાગર,પોતાના તીરે આવેલાં ઘરોને ઉગારે છે,તેમ અમને છોડીને તમે બીજા સ્થાને જાઓ.(19)


વૈશંપાયન બોલ્યા-બ્રહ્મવાદી દ્રોણે આ પ્રમાણે કહ્યું,ત્યારે અગ્નિએ પોતે 

મંદપાલની આગળ કરેલી પ્રતિજ્ઞાને સંભારીને પ્રસન્ન થઈને દ્રોણને કહેવા લાગ્યા.

અગ્નિ બોલ્યો-હે દ્રોણ,તું ઋષિ છે,તેં આ વર્ણન બ્રહ્મનું જ કર્યું છે,હું તારું ઇષ્ટ કરીશ.હવે તમને ભય નથી.

પૂર્વે મંદપાલે (તમારા પિતાએ) મને ભલામણ કરી હતી કે 'મારા પુત્રોને બચાવજે' તેનું વચન અને તારું વચન,

એ બંને પાળવા જેવા છે.હું તારું શું કાર્ય કરું? હું અત્યંત પ્રીતિ પામ્યો છું,તારું કલ્યાણ થાઓ.'(24)


દ્રોણ બોલ્યો-'હે શુક્ર,આ બિલાડા અમને નિત્ય ઉદ્વેગ આપે છે,એમને પરિવાર સહિત બાળી નાખો'

વૈશંપાયન બોલ્યા-હે રાજન પછી,અગ્નિએ તેમના કહ્યા મુજબ કર્યું,ને પ્રદીપ્ત થઈને ખાંડવવનને બાળી નાખ્યું.(26)

અધ્યાય-232-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE