II जरितोवाच II अस्माद्विलान्निष्पत्तित्तमासु श्येनो जहार तम् I क्षुद्रं पद्भ्यां गृहीत्वा च यातो नात्र भयं हि वः II १ II
જરિતા બોલી-'આ દરમાંથી બહાર નીકળેલા તે ક્ષુદ્ર ઉંદરને,બાજ પક્ષી
અહીંથી પકડીને લઇ જતો મેં જોયો છે,એટલે તમને ત્યાં જવામાં કોઈ ભય નથી'
શાડ઼:ર્ગકો બોલ્યા-અહીં,અંદર બીજા પણ ઉંદરો હશે,એટલે તેનાથી પણ અમને ભય રહે છે.હે માતા,પવન બદલાયો હોવાથી અગ્નિ આ તરફ આવે એમાં સંશય છે પણ ઉંદરો અમને મારી નાખશે તેમાં સંશય નથી.
હે માતા,ન્યાયપૂર્વક તું આકાશમાં ઉડી જા,તું જીવીશ તો તને સુંદર પુત્રો સાંપડશે (4)
જરિતા બોલી-'હે પુત્રો,તે બાજને મેં ઉંદરને પકડીને લઇ જતો જોયો હતો ત્યારે તેની પાછળ જઈને
મેં તેને આશિષ આપી હતી,માટે તમે વિશ્વાસ રાખીને દરમાં પ્રવેશો,તમને ત્યાં કોઈ ભય નથી.'
શાડ઼:ર્ગકો બોલ્યા-'હે મા,બાજ ઉંદરને ઉપાડીને લઇ ગયો છે એવી અમને કોઈ ખાતરી થતી નથી
અને બીજા કોઈ ઉંદરો તેમાં નથી -તે જાણ્યા વિના અમે તે દરમાં પેસી શકીએ નહિ.'(10)
જરિતા બોલી-'હું તમને ખાતરી આપું છું કે તે બાજ,ઉંદરને હરી જ ગયો છે,તમે મારા કહ્યા પ્રમાણે કરો'
શાડ઼:ર્ગકો બોલ્યા-'અમને મિથ્યા દિલાસો આપીને તું અમને ભયમાંથી છોડાવી શકીશ નહિ.બુદ્ધિ વ્યાકુળ થઇ હોય ત્યારે તે વખતનું કર્મ બુદ્ધિપૂર્વકનું હોતું નથી.અમે તને કંઈ ઉપકાર કર્યો નથી,વળી અમે કોણ છીએ તે પણ તું જાણતી નથી,તો તું પીડા પામીને અમને શા માટે બચાવવાનો પ્રયત્ન કરે છે? તું કોણ અને મેં તારા કોણ?
તું તરૂણી છે ને સ્વામી મેળવવામાં સમર્થ છે,માટે તું પતિને અનુસર ને સુંદર પુત્રો મેળવ.અમે અગ્નિથી વીંટાઇને શુભ લોકોને પામશું.ને જો અગ્નિ અમને ન બાળે તો તું અમારી પાસે પછી આવજે.(15)
વૈશંપાયન બોલ્યા-પછી,તે પુત્રોના કહેવાથી,તે જરિતા,પુત્રોને ખાંડવવનમાં જ મૂકીને પોતે,વેગપૂર્વક અગ્નિથી નિર્ભય એવા કલ્યાણકારી સ્થાનમાં ચાલી ગઈ.ત્યાર બાદ,જ્યાં,તે મંદપાલ,ઋષિના તે શાડ઼:ર્ગક પુત્રો હતા,
ત્યાં તીવ્ર ઝાળવાળો અગ્નિ આવી પહોંચ્યો ત્યારે જરિતારિ નામના શાડ઼:ર્ગકે અગ્નિ ને કહ્યું કે- (18)
અધ્યાય-231-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE