II वैशंपायन उवाच II तौ रथाभ्यां रथिश्रेष्ठौ दवस्योमयतः स्थितौ I दिक्षु सर्वासु भूतानां चक्राते कदनं महत् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યારે રથીઓમાં શ્રેષ્ઠ એવા તે શીકૃષણ અને અર્જુન રથોમાં બેસીને વનની બંને બાજુએ ઉભા રહ્યા ને સર્વ દિશાઓમાં પ્રાણીઓનો સંહાર કરવા લાગ્યા.જે જે દિશાઓમાંથી પ્રાણીઓ ભાગતા હતા,ત્યાં ત્યાં તે બંનેના રથો તેમની પાછળ દોડી જતા હતા.તે બંનેના રથો એટલી ઝડપથી દોડતા હતા કે તેમની વચ્ચેનો કોઈ ગાળો લોકો જોઈ શકતા નહોતા.ને બંને રથો જાણે એકરૂપ જ હોય તેમ દેખાતા હતા.(1-3)
ખાંડવવન જયારે બળતું હતું,ત્યારે હજારો પ્રાણીઓ ભયંકર ચિચિયારી પાડતા ચારે બાજુ નાસવા લાગ્યાં.
કેટલાક શરીરના એક ભાગમાં,કેટલાક આખા શરીરે દાઝી ગયા,કેટલાકની આંખો ફૂટી ગઈ,તો કેટલાકની ચામડી બળી ગઈ,કેટલાક સ્નેહને લીધે ત્યાંથી ભાગ્યા નહિ ને ત્યાં જ મરણને શરણ થયાં.અગ્નિથી તપી ઉઠેલાં તથા ઉકળી રહેલા જળાશયોમાં કાચબા-માછલાં મરી ગયેલાં દેખાતાં હતાં.કેટલાક ઉડી જતા પક્ષીઓને અર્જુન,બાણથી વીંધીને અગ્નિમાં નાખતો હતો.તે પ્રદીપ્ત આગ્નિની મોટીમોટી ઝાળો,આકાશ સુધી પહોંચતી હતી ને સ્વર્ગવાસી દેવોને મહાઉદ્વેગ કરાવતી હતી એટલે તેઓ,છેવટે દેવાધિદેવ,સહસ્ત્ર નેત્રવાળા ઇન્દ્રની પાસે ગયા,(4-16)
તેમના મુખનાં વચન સાંભળ્યા ને ઇન્દ્રે પોતે જાતે પણ આ હકીકતને જોઈને,તે ઈન્દ્ર ખાંડવવનને બચાવવા
માટે નીકળ્યા.ને તે ઇન્દ્રે તે વન ઉપર વૃષ્ટિ કરવા માંડી.પણ અગ્નિના તેજને લીધે તે વૃષ્ટિની ધારાઓ
નીચે પહોંચી શકી નહિ,ને આકાશમાં જ સુકાઈ ગઈ.તેથી ઇન્દ્રને અતિ ક્રોધ થયો અને
તેણે મહામેઘો વડે પુષ્કળ પાણી વરસાવ્યું.ત્યારે તે અગ્નિશિખાઓં અને જલધારાઓને લીધે,
ધુમાડા,વીજળી અને મેઘથી પથરાઈ ગયેલું તે વન ભયંકર દેખાવા લાગ્યું (17-23)
અધ્યાય-226-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE