II नारद उवाच II उत्सवे वृत्तमात्रे तु त्रिलोक्याकांक्षिणावुमौ I मंत्रयित्वा ततः सेनां तावाज्ञापयातां तदा II १ II
નારદ બોલ્યા-જયારે ઉત્સવ પૂરો થયો,ત્યારે ત્રણે લોક પર વિજય મેળવવા ઇચ્છતા તે બંનેએ મંત્રણા કરીને સૈન્યને આજ્ઞા આપી.મિત્રો,વૃદ્ધ દૈત્યો અને મંત્રીઓની રાજા લઈને,તથા પ્રયાણ માટેનાં મંગલ કાર્યો કરીને તેઓએ રાત્રે મઘા નક્ષત્રમાં,પોતાની મહાન દૈત્ય સેના સાથે પ્રયાણ આદર્યું.ચારણો,વિજયસૂચક મંગળ સ્તુતિઓથી તેમની પ્રશંસા કરતા હતા,અને તેઓ ઘણા પ્રસન્ન થઈને આગળ વધતા હતા.(1-4)
પછી,ઈચ્છાગતિવાળા તે દૈત્યો,અંતરીક્ષમાં ગયા અને દેવોના ભવન આગળ પહોંચ્યા.તેમને જોઈને,અને બ્રહ્માએ આપેલું,તેનું વરદાન સંભારીને,દેવો સ્વર્ગલોક છોડીને (ત્યાંથી ભાગીને) તરત જ બ્રહ્મલોકમાં ગયા.તીવ્ર પરાક્રમી દૈત્યોએ ઇન્દ્રલોક પર વિજય મેળવ્યો પછી,પાતાળવાસી નાગોને હરાવીને,પાતાળ પર વિજય મેળવ્યો.
ને ત્યાર પછી,તેઓએ આખી પૃથ્વી જીતવાનો આરંભ કર્યો.જે યજ્ઞો કરતા હતા ને જે બ્રાહ્મણો યજ્ઞ કરવતા હતા,
તે સૌને તે બળવાનોએ બળપૂર્વક મારી નાખ્યા.જે તપોધનોએ તેમને શાપો આપ્યા,તે પણ બ્રહ્માના વરદાનને લીધે પાછા પડ્યા,ને તેમને કોઈ અસર થઇ નહિ,ત્યારે સર્વે લોકો તે બંનેના ભયથી નાસવા લાગ્યા,આમ,દૈત્યોને કારણે ભાંગેલા ને વેરણછેરણ થયેલા યજ્ઞોને પરિણામે સમસ્ત જગત પ્રલયકાળમાં ઝડપાઇને શૂન્ય થઇ ગયું.(5-18)
ત્યારે,તે બંને અસુરોએ,કોઈ પણ રીતે તેઓને મારી નાખવાનો નિર્ણય કર્યો.તેઓ ઘડીકમાં હાથી,સિંહ આદિનું સ્વરૂપ લઈને જેવા તેઓ સામે જોવા મળે કે તરત જ તેમને મારી નાખવા લાગ્યા.આમ,પૃથ્વીમાં યજ્ઞો ને સ્વાધ્યાયો વિરામ પામી ગયા,રાજાઓ ને બ્રાહ્મણો નાશ પામ્યા ને ચારો તરફ ભય ને ત્રાસ પ્રેરાઈને હાહાકાર
વર્તી રહ્યો.ખરીદ વેચાણ અટકી ગયાં,દેવકાર્યો અટકી પડ્યાં,ખેતી ને ગોરક્ષા ખોરંભે પડ્યાં,જ્યાં ત્યાં
ને હાડપિંજરો વેરાઈ રહ્યાં,ને પૃથ્વી ભયંકર રૂપ ધારણ કરી રહી.
તે વખતે પિતૃકાર્યો અટકી પડ્યાં હતાં,ને જગત જોયું જાય નહિ-તેવું થઇ ગયું હતું.
સુંદ-ઉપસુંદનું આવું અતિ ભયંકર કર્મ જોઈને,ચંદ્ર,સૂર્ય,ગ્રહો,તારાઓ અને નક્ષત્રો પણ વિષાદ પામ્યા.
આમ,આ બે દૈત્યોએ ક્રૂર કર્મ કરીને દિગ્વિજય કર્યો ને શત્રુરહિત થઈને કુરુક્ષેત્રમાં નિવાસ કર્યો (19-27)
અધ્યાય-210-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE