II गन्धर्व उवाच II कल्माषपाद इत्येवं लोके राज वभूव ह I इक्ष्वाकुवंशजः पार्थ तेजसाSसदशो भुवि II १ II
ગંધર્વ બોલ્યો-હે પાર્થ,પૃથ્વીમાં અજોડ તેજસ્વી,કલ્માષપાદ નામે એક રાજા ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.
તે રાજાને વિશ્વામિત્રે યજમાન કરવા ઈચ્છઓ હતો.તે રાજા એક વાર મૃગયાએ નીકળ્યો ને અનેક પ્રાણીઓને
માર્યા પછી,તે મૃગયામાંથી નિવૃત્ત થયો ત્યારે તે ભૂખ ત્રાસથી થાક્યો હતો,ને ત્યારે તે રાજાએ,એક જ માણસ
એકી વખતે જઇ શકે એવી કેડી પર,સામેથી વસિષ્ઠના સૌથી મોટા પુત્ર શક્તિમુનિને સામેથી આવતા જોયા.
રાજાએ તેમને કહ્યું કે-'તમે અમારા માર્ગમાંથી હટી જાઓ'
ઋષિએ કહ્યું કે-'હે મહારાજ,સર્વ ધર્મશાસ્ત્રોમાં એ સનાતનધર્મ કહ્યો છે કે-બ્રાહ્મણોને રસ્તો આપવો
એ રાજાનો ધર્મ છે' ને આમ કહી તે મુનિ તો ઉભા રહ્યા ને માર્ગમાંથી ખસ્યા નહિ.રાજાએ પણ માન ને ક્રોધને
વશ થઇ મુનિને માર્ગ આપ્યો નહિ.આ રીતે ઋષિએ માર્ગ છોડ્યો નહિ,એટલે રાજાએ મુનિને કોરડાથી માર્યા.
ઘવાયેલા મુનિએ ક્રોધથી તે રાજાને શાપ આપ્યો કે-'તું રાક્ષસની જેમ એક તપસ્વીને મારે છે,એટલે આજથી તું પુરુષભક્ષી રાક્ષસ થશે,ને મનુષ્યમાંસનો લોભી થઈને પૃથ્વી પર ભટકશે.તું અહીંથી ચાલ્યો જા'
આમ કહી તે તપોબળવાળા શક્તિમુનિએ રસ્તો છોડી દીધો.(1-14)
પૂર્વે,આ જ રાજાના યજ્ઞના નિમિત્તે વિશ્વામિત્ર ને વસિષ્ઠ વચ્ચે વેર બંધાયું હતું.વિશ્વામિત્ર,કે જે કલ્માષપાદ રાજાને પોતાનો યજમાન કરવા ઇચ્છતા હતા,તે ઝગડા વખતે છુપી રીતે ત્યાં પહોંચ્યા ને પોતાનું પ્રિય કરવાની ઈચ્છાથી
તે બંનેને ભમાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.જયારે કલ્માષપાદે જાણ્યું કે-શક્તિરૂષિ,એ વસિષ્ઠના પુત્ર છે,એટલે તે શક્તિરૂષિને શરણે ગયો.ત્યારે લાગે જોઈને,વિશ્વામિત્રે એક રાક્ષસને રાજાના દેહમાં પેસવાની આજ્ઞા આપી.
એટલે કિંકર નામના રાક્ષસે તે રાજાના દેહમાં પ્રવેશ કર્યો.પછી,વિશ્વામિત્ર ત્યાંથી ચાલ્યા ગયા.(15-22)
શરીરમાં પેસેલા રાક્ષસને લીધે,તે રાજા ઘણો પીડાવા લાગ્યો,ને તેને કોઈ સૂઝ રહી નહિ.
પછી,કોઈ ભૂખ્યો બ્રાહ્મણ કે જે વનમાં નીકળ્યો હતો,તેણે રાજાને જોયો ને તેની પાસે માંસયુક્ત ભોજન માંગ્યું.
ત્યારે રાજાએ કહ્યું કે-'તમે બેસો,ને અહીં જ બે ઘડી રાહ જુઓ,નિવૃત્ત થઈને હું તમને ઈચ્છીત ભોજન આપીશ'
એમ કહી રાજા પોતાના મહેલે પાછો આવ્યો,ને રસોઈયાને તે બ્રાહ્મણને ભોજન મોકલવાની આજ્ઞા કરી.
રસોઈયો ક્યાંય માંસ મેળવી શક્યો નહિ,એટલે રાજા પાસે ગયો,તો રાજાએ તેને કહ્યું કે-તો તેને નરમાંસથી જમાડ'
રાજાની આજ્ઞાથી,રસોઇયાએ નરમાંસથી બનાવેલી રસોઈ બ્રાહ્મણને આપી,બ્રાહ્મણે પોતાની સિદ્ધ દ્રષ્ટિએ જોઈ લીધું કે આ નરમાંસ તો અભોજ્ય છે,એટલે તેણે રાજાને શાપ આપ્યો કે-હે રાજા,તું મને અભોજ્ય ભોજન આપે છે,તેથી તને નરમાંસમાં જ ;લાલસા રહેશે.પૂર્વે શક્તિરૂષિએ પણ આવો જ શાપ આપ્યો હતો,તે શાપ હવે વધુ બળવાન થયો.રાજાના શરીરમાં પ્રવેશેલા રાક્ષસે રાજાની બુદ્ધિ હરી લીધી હતી,એટલે તે શક્તિરૂષિ પાસે પહોંચી ગયો નેતેને કહેવા લાગ્યો કે-'તેં મને અયોગ્ય શાપ આપ્યો તો હું તારાથી જ માણસો ખાવાનો આરંભ કરું છું'
આમ કહી,તે કલ્માષપાદે,શક્તિરૂષિના પ્રાણ લઇ લીધા ને તેને ખાઈ ગયો.શક્તિને મરેલો જોઈને વિશ્વામિત્રે,
તે રાજાને વસિષ્ઠના બીજા પુત્રોને ખાઈ જવા પ્રેર્યો,એટલે તેણે બીજા પુત્રોનું પણ ભોજન કર્યું.
વસિષ્ઠે જાણ્યું કે-વિશ્વામિત્રે પોતાના પુત્રોને મરાવ્યા છે,ત્યારે તે શાંત રહીને શોક ધારણ કરી રહ્યા.
પણ,ક્ષમાભાવને લીધે તેમણે વિશ્વામિત્રના નાશનો વિચાર ન કર્યો,ને અતિદુઃખને વશ થઈને તેમણે,
આત્મ વિનાશ નો વિચાર કરીને,મેરુ પર્વત પરથી કૂદકો માર્યો,પણ તે બચી ગયા,પછી તેમણે ભભુકતા અગ્નિમાં ઝંપલાવ્યું,તો અગ્નિએ તેમને બાળ્યા નહિ.ત્યાર બાદ શોકથી ઘેરાયેલા વસિષ્ઠે,ગાલે મોટી શીલા બાંધીને સમુદ્રમાં ઝંપલાવ્યું,પણ,સમુદ્રે તેમને પોતાની લહેરો વડે કાંઠા પર લાવીને મુક્યા,આમ તે કેમે ય કરીને મરણ મેળવી શક્યા નહિ,એટલે ઉદાસ થઈને તે પોતાના આશ્રમે પાછા આવ્યા.(23-49)
અધ્યાય-176-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE