II वैशंपायन उवाच II स गन्धर्ववचः श्रुत्वा तत्तादभरतपर्म I अर्जुनः परया भक्त्या पूर्णचन्द्र इवावमौ II १ II
વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,ત્યારે ગંધર્વનું તે વચન સાંભળીને,અર્જુન પરમ ભક્તિપૂર્વક પૂર્ણચંદ્રની જેમ શોભી રહ્યો.પછી,વસિષ્ઠના તપોબળ,વિશે,અત્યંત કુતુહલ પામેલા તે અર્જુને ગાંધર્વને કહ્યં કે-'તમે વસિષ્ઠ નામે જે ઋષિ વિશે કહ્યું તે અમારા પૂર્વજોના પુરોહિત ઋષિ વિષે હું યથાવત સર્વ સાંભળવા ઈચ્છું છું.તો તે મને કહો (1-4)
(નોંધ-અહીં હવે,અધ્યાય-174 થી અધ્યાય-182 સુધી વસિષ્ઠ અને વિશ્વામિત્રની કથા છે,પાંડવોએ પુરોહિત કરવા જોઈએ,તે સંબંધી,
પુરોહિત વસિષ્ઠની આ કથા કહેવામાં આવી છે.અધ્યાય-183 માં પાંડવો ધૌમ્યઋષિને પુરોહિત બનાવે છે-અનિલ)
ગંધર્વ બોલ્યો-મહર્ષિ વસિષ્ઠ,બ્રહ્માના માનસપુત્ર હતા ને અરૂંધતીના પતિ હતા.તેમણે ઇન્દ્રિયોને વશ કરી હતી,
તેથી તેઓ વસિષ્ઠ કહેવાતા હતા.વિશ્વામિત્રે તેમના પુત્રોનો નાશ કર્યો હતો,તેથી તેમને ક્રોધ થયો હતો,તપ પણ ઉદારચિત્ત રાખીને તેઓએ કુશિકવંશીઓનો ઉચ્છેદ કર્યો નહોતો.પોતે શક્તિમાન હોવા છતાં,પણ અશક્તિની જેમ રહીને,તેમણે વિશ્વામિત્રના વિનાશ કરવાનું દારુણ કર્મ કર્યું નહિ.વળી,પોતે મરેલા પુત્રોને યમસદનથી પાછા લાવવા સમર્થ હતા,છતાં પણ,જેમ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી,તેમ,તેમને યમરાજની મર્યાદા ઓળંગી નહોતી.એ જીતતામા મહાત્માને મેળવીને જ ઇક્ષ્વાકુ રાજાઓએ આ પૃથ્વી પ્રાપ્ત કરી હતી.(1-10)
હે કુરુનંદન,ઋષિશ્રેષ્ઠ વસિષ્ઠને પુરોહિત તરીકે પ્રાપ્ત કરીને તે રાજાઓએ યજ્ઞો કર્યા હતા.આથી તમે પણ ધર્મપ્રધાન આત્માવાળા અને વેદધર્મને જાણનારા કોઈ યોગ્ય અને ગુણવાન બ્રાહ્મણને પુરોહિત કરવા ખોળી કાઢો.
હે પાર્થ,પૃથ્વીને જીતવા ઇચ્છતા કુલીન ક્ષત્રિયે,રાજ્યની અભિવૃદ્ધિ સારું,પહેલાં પુરોહિત કરવો જોઈએ.
પૃથ્વીને જીતવાની ઈચ્છા કરતા રાજાએ બ્રાહ્મણને આગળ રાખવો જ જોઈએ.તેથી,ગુણવાન,વશાત્મા,વિદ્વાન
અને ધર્મ-અર્થ-કામ ના રહસ્યોને જાણનારા કોઈ બ્રાહ્મણને તમારે પુરોહિત કરવો જ જોઈએ.(11-16)
અધ્યાય-174-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE