Mar 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-136

 
અર્થવાળો,અર્થવાળા પાસે જતો નથી,અને ગરજ પુરી થાયે માણસ મૈત્રી રાખતો નથી,તેથી,બીજાને માટે કરવાનાં સર્વ કાર્ય થોડાં અધૂરાં રહે તેમ જ કરવાં.ઐશ્વર્ય ઇચ્છનારે,ઈર્ષારહિત રહીને,(મિત્રતામાં)સંગ્રહ અને શત્રુ સાથે વિગ્રહ કરવામાં યત્ન કરવો અને ઉત્સાહ રાખવો.નીતિયુક્ત મનુષ્ય એવું કરે કે-પોતાનાં કાર્યોને મિત્રો તેમજ શત્રુઓ જાણી જાય નહિ,તેઓ તે જો જાણે,તો કાર્ય આરંભ્યા પછી જ કે તે પુરી રીતે પર પડ્યા પછી જ જાણે.

ભય આવી ન પડ્યો હોય,ત્યાં સુધી ભય પામેલાની જેમ ઉપાયો વિચારતા રહેવું અને ભય આવી પડતાં નિર્ભયતાથી પ્રહાર કરવો.દંડથી વશ કરેલા શત્રુ પર જે અનુગ્રહ કરે છે,તે પોતે જ પોતાનું મોત માગી લે છે.


હવે પછી આવનારું,આજે સામે આવી ઉભેલું,એ બંને કાર્યોનો યોગ્ય તોલ કરવો.બુદ્ધિનો નાશ કરીને કોઈ પણ કાર્ય બગાડવું ન જોઈએ.ઐશ્વર્ય ઇચ્છનારે,દેશ,કાળ,દૈવી કર્મ,તથા ધર્મ-અર્થ-કામ-એ સર્વના વિભાગ કરી,

યત્નપૂર્વક ઉત્સાહ કરવો.દેશ અને કાળને કલ્યાણકારક જાણવા -આ સિદ્ધાંત છે (79-86)


નાના સરખા શત્રુની પણ જો ઉપેક્ષા કરવામાં આવે તો,તે તાડની જેમ પોતાની જડ ઘાલે છે.

જેમ,વનમાં નાખેલા અગ્નિના તણખલાથી થતી આગની જેમ અત્યંત પ્રસરી જાય છે.તેમ,અગ્નિના 

તણખાની જેમ,જે પોતાની જાતને ફેલાવે છે,તે સાધનોમાં વધીને મહાન શત્રુને પણ ગળી જાય છે.

જો,આશા આપવાની હોય તો તેમાં લાંબા સમયની અવધિ રાખવી ને અવધિમાં વિઘ્ન ઊભાં કરવાં,

બહાનાં બતાવવાં,ને બહાનાં નાં કારણો પણ જણાવવાં.(87-89)


જેમ,ચામડાની થેલીમાં રાખેલો ગુપ્ત અસ્ત્રો,યોગ્ય વખતે વાળને કાપી નાખે છે તેમ,માણસે,નિર્દય,ગુપ્ત આશયી,સમયસાધક,અને વિદ્વેષીઓને કાપનાર થઈને શત્રુના પ્રાણ હરી લેવા.

હે કુરુશ્રેષ્ઠ,તમે પાંડવો અને બીજાઓ વિષે એવી રીતે કાર્ય કરો કે જે કરવાથી તમે વિપત્તિમાં ડૂબી જાઓ નહિ.

એ નિશ્ચય વાત છે કે તમે સર્વ કલ્યાણોથી સંપન્ન ને વિશિષ્ટ છો,એથી તમારી જાતનું રક્ષણ કરો.

અને એથી જ તમારું જે કર્તવ્ય છે તે હું તમને સ્પષ્ટ રીતે કહું છું તે (પુત્રની સાથે) સાંભળીને 

યત્નશીલ થાઓ ને એવું કરો કે પાંડુપુત્રોથી તમને ભય રહે નહિ,ને એવી નીતિ આચરો કે તમારે પાછળથી 

પસ્તાવું પડે નહિ' આમ કહી કણિક ત્યાંથી નીકળ્યો,ને ધૃતરાષ્ટ્ર વિચારોથી શોકાતુર થયો (90-96)

અધ્યાય-140-સમાપ્ત 


સંભવ પર્વ-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE