અધ્યાય-૯૩-યયાતિને પુનઃ સ્વર્ગપ્રાપ્તિ
II वसुमान उवाच II वसुमानौपद्श्विर्यध्यस्ति लोको दियि मे नरेन्द्र I
यद्यंतरिश्वे प्रथितो महात्मन क्षेत्रज्ञं त्वां तस्य धर्मस्य मन्ये II १ II
વસુમાન બોલ્યો-હે નરેન્દ્ર,હું ઉષદશ્વનો પુત્ર વસુમાન,હું તમને ધર્મના જ્ઞાતા જાણું છું,
એટલે તમને પૂછું છું કે-સ્વર્ગ કે અંતરિક્ષમાં મારા માટે પ્રસિદ્ધ લોક છે કે ?
યયાતિ બોલ્યો-સૂર્યનારાયણ પોતાના તેજથી જે અંતરિક્ષ,પૃથ્વી અને દિશાઓના લોકોને
પ્રકાશિત કરે છે,તેટલા.અનંત એવા પુણ્યલોકો સ્વર્ગમાં તમારી રાહ જુએ છે.(1-2)
વસુમાન બોલ્યો-હે રાજન,એ સર્વલોક હું તમને આપું છું,એ લોક તમારા થાઓ,તમે પૃથ્વી પડશો નહિ.
હે બુદ્ધિમાન,તમને જો આ પ્રતિગ્રહ દુષ્ટ લાગતો હોય તો,એક તરણું આપી તમે તે લોકોને વેચાતા લો.
યયાતિ બોલ્યો-મને સ્મરણ છે,મેં સદૈવ કાળચક્રનો ભય રાખ્યો છે,અને કદી પણ મિથ્યા ખરીદી કરી
કશું કપટથી લીધું નથી,અગાઉ બીજા સત્કર્મ ઇચ્છનાર કોઈએ પણ આવું કર્યું નથી તો હું કેમ કરું?
વસુમાન બોલ્યો-હે રાજન,તમને ખરીદી કરવી ઇષ્ટ નથી,તો મારા આપેલા એ પુણ્યલોકોને,
એમ ને એમ સ્વીકારો,હું એ લોકોમાં જનાર નથી,તે સર્વ લોકો તમારા જ થાઓ.
શિબિ બોલ્યો-હે ધર્મવેત્તા તાત,ઉશીનરનો પુત્ર,હું શિબિ તમને પૂછું છું કે-
અંતરિક્ષ,આ કે સ્વર્ગમાં મારા માટે પુણ્યલોકો રહ્યા છે ખરા?
યયાતિ બોલ્યો-હે નરેન્દ્ર,તમે યાચક ને સાધુઓનું,વાણી કે મનથી પણ કદી અપમાન કર્યું નથી.
આથી સ્વર્ગમાં તમારા માટે,અનંત,મહાન,પ્રખ્યાત અને વીજળી જેવા તેજસ્વી લોકો રખાયા છે.(3-7)
શિબિ બોલ્યો-હે રાજન,મૂલ્ય (ધન-આદિ)થી આ લોકો લેવા તમને ગમતા નથી તો,એ સર્વ પુણ્યલોક
હું તમને અર્પણ કરી દઉં છું.તમે તે સ્વીકારો,અને એકવાર આપ્યા પછી હું તેમને પાછા નહિ જ લઉં,
તમે ત્યાં પુણ્યલોકમાં પાછા જાઓ,કે જ્યાં ધીર પુરુષોને કોઈ શોક રહેતો નથી.
યયાતિ બોલ્યો-હે નરનાથ,તમે ઇન્દ્ર જેવા પ્રભાવવાળા છો,તમારા પુણ્યલોકો અનંત છે,પણ તમારા
આપેલા એ લોકોમાં હું રમણ કદી પણ નહિ કરું.એટલે તમારી વાતને હું સ્વીકારીશ નહિ.(8-9)
અષ્ટક બોલ્યો-હે રાજન,અમારામાંથી એકેયના આપેલા પુણ્યલોકો તમે સ્વીકારતા નથી,તો અમે સૌ એકઠા
થઈને તમને અમારા સર્વના બધાજ પુણ્યલોકો તમને આપીએ છીએ,ને અમે ભૂમિ-નરકે જઈશું.
યયાતિ બોલ્યો-મેં અગાઉ જે કર્યું નથી,તે હું સ્વીકારું નહિ,પણ જેના માટે હું યોગ્ય હોઉં,
તેને માટે જ તમે પ્રયત્ન કરો.કારણકે સંતો તો સત્યને જ અભિનંદન આપે છે.(10-11)
અષ્ટક બોલ્યો-હે રાજન,આ સામે જુઓ,ત્યાં દેખાતા એ પાંચ સુવર્ણરથો કોના છે?
યયાતિ બોલ્યો-અગ્નિની શિખાના જેવા ઝળહળતા (પ્રકાશતા) તે રથો તમને સ્વર્ગમાં લઇ જશે.
અષ્ટક બોલ્યો-તમે એમાં વિરાજો ને સ્વર્ગગમન કરો,સમય થાયે અમે પણ તમને અનુસરીશું
યયાતિ બોલ્યો-આપણે બધા જ સ્વર્ગજિત થયા છીએ,એઓ આપણે સર્વેએ હવે ત્યાં જવાનું છે (12-15)
વૈશંપાયન બોલ્યા-પછી,ધર્મપૂર્વક,તે સર્વે,પોતાના તેજ વડે,આકાશમાર્ગે સ્વર્ગે જવા રથોમાં બેસીને નીકળ્યા.
અષ્ટક બોલ્યો-હું માનું છું કે-મહાત્મા ઇન્દ્ર,સર્વથા મારા મિત્ર છે,એટલે હું જ પહેલો જઈશ,
પણ આ શિબિ,એકલો કઈ રીતે,વેગથી સર્વ રથોની આગળ થઇ ગયો?
યયાતિ બોલ્યો-શિબિને જે કોઈ ધન મળ્યું હતું,તે તેણે,બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે દાન કરી દીધું હતું,
એથી અને દાન-તપ-આદિ સર્વ ગુણોથી સંપન્ન ને લજ્જાશીલ છે,એથી,તે તમારાથી શ્રેષ્ઠ છે.
અને તેથી જ તે,પોતાના રથને સર્વ રથોથી આગળ લઇ જઈ શક્યો છે (16-19)
વૈશંપાયન બોલ્યા-તે પછી,ફરીથી,અષ્ટકે,ઇન્દ્ર જેવા પોતાના માતામહ-યયાતિને પૂછ્યું કે-
હે નૃપતિ,તમે સત્ય કહો કે તમે ક્યાંથી આવ્યા છે? કોના પુત્ર છો? તમે જે કર્યું છે
તે કરવાને આ લોકમાં તમારા વિના બીજો કોઈ,બ્રાહ્મણ કે ક્ષત્રિય સમર્થ નથી.(20-21)
યયાતિ બોલ્યો-હું નહુષનો પુત્ર ને પૂરુનો પિતા છું.હું તમને એક ગુપ્ત વાત કહું છું કે તમે મારા પોતાના છો,
હું તમારો માતામહ (માતાનો પિતા) છું.મેં આ અખિલ પૃથ્વી જીતી હતી ને બ્રાહ્મણોને દાનમાં આપી હતી.
વળી,તે વખતે,મેં દશ અબજ ગાયોનું પણ દાન કર્યું હતું.હે અષ્ટક,અહીં,હું તમને,પ્રતર્દનને ને વસુમાનને
જે કહું છું તે સત્ય જ છે,હું કદી પણ જુઠ્ઠું વાક્ય બોલ્યો નથી,મારો એવો ચોક્કસ મત છે કે-
સર્વે લોકો,મુનિએ અને દેવો.સત્યને લીધે જ પૂજાય છે.જે મનુષ્ય,ઈર્ષારહિત થઈને,આપણો
આ સ્વર્ગ જીતવાનો વૃતાન્ત યથાર્થ રીતે દ્વિજશ્રેષ્ઠોને કહેશે તે આપણા પુણ્યલોકને પામશે (22-27)
વૈશંપાયન બોલ્યા-આ રીતે તે મહાન મહાત્મા યયાતિરાજ,પોતાના દોહીત્રોથી તર્યા,
ને પરમ ઉદાર કર્મોવાળા,તે પોતાના કર્મો વડે પૃથ્વી ત્યજીને ફરી સ્વર્ગે ગયા હતા.(28)
અધ્યાય-93-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE