Jan 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-080

 
અધ્યાય-૮૬-યયાતિનું સ્વર્ગગમન 

II वैशंपायन उवाच II एवं स नाहुषो राजा ययातिः पुत्रभिप्सितं I राज्येSभिपेध्य मुदितो वानप्रस्थोSभवन्मुनि  II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે (નાહુષ રાજા) યયાતિએ પોતાના પ્રિય પુત્રને રાજ્યગાદીએ બેસાડીને,

પોતે પ્રસન્નતાપૂર્વક વાનપ્રસ્થી મુનિ થયો.જિતેન્દ્રિય ને વ્રતી થઈને,ફળ-મૂળ ખાઈને,બ્રાહ્મણો સાથે તે વનમાં રહ્યો.

ને પછી અહીંથી તે સ્વર્ગલોકમાં ગયો.ને ત્યાં સુખ ને આનંદમાં રહ્યો,

પણ થોડા જ વખતમાં,ઇન્દ્રે તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો,સ્વર્ગમાંથી પડતાં તે પૃથ્વીના તળે ન પડ્યો,પણ આકાશમાં અધ્ધર જ રહ્યો.એમ મેં સાંભળ્યું છે.વળી,મેં સાંભળ્યું છે કે-વસુમાન,અશતક,પ્રતર્દન અને શિબિરાજ સાથે

તે એક થઈને,તે વીર્યવાન રાજા ફરીથી પાછો સ્વર્ગે ગયો હતો (1-6)

જન્મેજય બોલ્યા-કયાં કર્મો વડે તે રાજા ફરીથી સ્વર્ગલોકમાં ગયો હતો? તે હું તત્ત્વત સાંભળવા ઈચ્છું છું.

પૃથ્વીપતિ તે યયાતિ,કે જે ઇન્દ્રસમાન હતા,તેમનું આ લોકનું ને સ્વર્ગલોકનું ચરિત્ર,વિસ્તારથી કહો.(7-9)

વૈશંપાયન બોલ્યા-નહુષપુત્ર યયાતિ,પોતાના પુત્ર પૂરુનો રાજ્યાભિષેક કરી,ને યદુ વગેરે બીજા પુત્રોને.

નીચ દેશમાં મોકલીને વનમાં પ્રસ્થાન કર્યું હતું,ત્યાં,તે ફળમૂળ ખાઈને,મનને વશ રાખીને,ક્રોધને જીતીને,

પિતૃઓ,દેવોનું તર્પણ કરતો હતો ને વાનપ્રસ્થ ધર્મ મુજબ અગ્નિમાં વિધિપૂર્વક આહુતિઓ આપતો હતો.

વનના હવિથી તે અતિથિઓનું પૂજન કરતો હતો.વળી,તે કણકણ વીણીને શિલૉંચ્છ વૃત્તિ ધારણ કરીને,

શેષ અન્નનું ભોજન કરતો હતો.આ રીતે પૂરાં એક હજાર વર્ષ સુધી રહ્યો હતો.


પછી,તે મન અને વાણીને સંયમમાં રાખીને,ત્રીસ વર્ષ સુધી માત્ર પાણી પીને રહ્યો,ત્યાર બાદ,જરા પણ આળસ વિના એક વર્ષ સુધી વાયુને ભક્ષીને રહ્યું હતો.તે પછી,પાંચ અગ્નિની વચ્ચે રહીને,એક વર્ષ તપ કર્યું.

તે બાદ,તે વાયુભક્ષી મુનિ.છ માસ સુધી એક પગે ઉભો રહ્યો ને પછી સ્વર્ગમાં ગયો હતો (10-17)

અધ્યાય-87-સમાપ્ત 


અધ્યાય-૮૭-યયાતિનો પુરૂને ઉપદેશ 


II वैशंपायन उवाच II स्वर्गतः स तु राजेन्द्रो निवसन् देवेश्मनि I पूजितस्त्रिदशै: साध्यै मेरुद्भिर्वसुभिस्तथा  II १ II

વૈશંપાયન બોલ્યા-સ્વર્ગે ગયેલો તે યયાતિ,દેવો-સાધ્યો-મારુતો અને વસુઓનો સત્કાર પામીને,દેવસદનમાં વસ્યો.

ને દેવલોકમાં અને બ્રહ્મલોકમાં ફરતો તે લાંબા કાળ સુધી સ્વર્ગમાં રહ્યો.એમ સાંભળ્યું છે કે-એકવાર ઇન્દ્ર તેની પાસે ગયો અને તેને પૂછવા લાગ્યો કે-તમારા પુત્ર,પૂરુને રાજ્ય આપીને તમે શું કહ્યું હતું?તે કહો (1-4)


યયાતિ બોલ્યો-મેં પુરુને કહ્યું હતું કે-ગંગા ને યમુનાની મધ્યના,તેમજ પૃથ્વીના તમામ પ્રદેશનો તું રાજા છે,ને 

તારા ભાઈઓ,સીમા-પ્રાંતોના અધિપતિઓ છે.

હે પૂરુ.કદી પણ ક્રોધ કરવો નહિ,કેમકે ક્રોધ ન કરનારો ક્રોધ કરનારા કરતાં ચડિયાતો છે.ક્ષમાવાન,અક્ષમાવાન કરતાં ચડિયાતો છે,મનુષ્યો,અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતા છે મેં વિદ્વાનો,અવિદ્વાનો કરતાં શ્રેષ્ઠ છે,

નિંદા કરનારની સામી નિંદા કરવી નહિ,કેમકે ક્ષમાશીલનો જુસ્સો જ નિંદકને બાળી નાખે છે,

ને જેથી,ક્ષમાશીલને પુણ્યલાભ મળે છે.કોઈને પીડાકારી ન થવું,કઠોર વાણી બોલવી નહિ 

ને શત્રુને મારણ-આદિ હીન ઉપાયોથી વશમાં આણવો નહિ.


જે દાહક અને નારકી વાણીથી બીજાને ઉદ્વેગ થાય તેવી વાણી બોલવી નહિ.જે પુરુષ વાણીરૂપી-શૂળોથી મનુષ્યોને ભેદી નાખે છે,તે નરકને પ્રાપ્ત થાય છે,સજ્જનોની આગળ પુજાવું ને સજ્જનોની પાછળ રક્ષિત રહેવું.દયા,મૈત્રી,દાન ને મધુરવાણી-એ ચારના જેવું એકે વશીકરણ આ લોકમાં નથી.

પૂજ્ય હોય તેમને પૂજવા અને દાન આપવું પણ ક્યારે ય યાચના કરવી નહિ.(5-12)

અધ્યાય-87-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE