II वैशंपायन उवाच II परिज्ञाय तु दुष्यन्ते प्रतियाते शकुन्तलां I गर्भ सुपाव वामोरुः कुमारमतितौजसम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પ્રતિજ્ઞા કરીને દુષ્યંત ગયો,ત્યાર પછી,શકુંતલા,દુષ્યંતના પાછા આવવાની
રાહ જોતી જ રહી.ને ત્રણ વર્ષે,અગ્નિના જેવી કાંતિવાળા કુમાર (પુત્ર-ભરત)નો જન્મ આપ્યો.
કણ્વ ઋષિએ,તે વૃદ્ધિ પામતા બુદ્ધિમાન બાળકના વિધિપૂર્વક જાતકર્મ આદિ સંસ્કાર કર્યા.
ઉજળા અણિયાળા દાંતોવાળી,સિંહના જેવા કઠોર શરીરવાળો,ચક્રના લક્ષણયુક્ત હાથવાળો,
મોટા માથાવાળો,મહાબળવાન,એ કુમાર આશ્રમમાં ઝટપટ મોટો થવા માંડ્યો (1-5)
એ કુમાર છ વર્ષનો થતા,કણ્વના આશ્રમના સિંહ,વાઘ,વરાહ,ભેંસ અને હાથીઓને પકડતો,ને તેમને આશ્રમના
ઝાડ સાથે બાંધી દેતો,તેમને સતાવતો ને તેમના પર સવારી કરતો.આથી કણ્વ-આશ્રમમાં રહેનારાઓએ.
'આ સર્વનું દમન કરે છે-તેથી તે સર્વદમન છે' એમ કહી તેનું નામ 'સર્વદમન' રાખ્યું હતું (6-8)
ઋષિએ,તે કુમારને આવા અસાધારણ કર્મવાળો જોઈને શકુંતલાને કહ્યું કે-'યુવરાજપદના અભિષેક માટેનો સમય હવે આવી ગયો છે' પછી કણ્વ ઋષિએ શિષ્યોને કહ્યું કે-'આ શકુંતલાને તેના પુત્ર સાથે,તેના પતિ પાસે લઇ જાઓ,
બાંધવોમાં,નારીઓનો લાંબો વાસો શોભે નહિ,તે ધર્મનો ઘાતક છે,માટે તેને અવિલંબે લઇ જાઓ'
એટલે શિષ્યોએ 'તથાસ્તુ'કહીને,શકુંતલા તથા તેના પુત્રને લઈને હસ્તિનાપુર જવા નીકળ્યા.
અને રાજા દુષ્યંત પાસે,તે બંનેને રજુ કરીને,તે સર્વ શિષ્યો આશ્રમ પાછા આવ્યા (9-16)
પછી,વિધિપૂર્વક પૂજા કરીને,શકુંતલાએ રાજાને કહ્યું કે-'હે રાજન,આ તમારા પુત્રનો,યુવરાજપદે અભિષેક કરો.
આ પુત્ર,તમારાથી જ મારામાં થયો છે,અને તમારી પ્રતિજ્ઞા પ્રમાણે,તેના પ્રત્યે,તે મુજબનું વર્તન કરો.કણ્વ ઋષિના આશ્રમમાં તમે જે પ્રતિજ્ઞા કરી હતી તે તમે યાદ કરો,ને આ કુમારને યુવરાજપદ આપો.(17-18)
તેનાં આવાં વચન સાંભળીને,તે રાજા,પોતાને (તે વાતનું) સ્મરણ હોવા છતાં બોલ્યો કે-'મને આવી કોઈ વાતનું સ્મરણ નથી,હે દુષ્ટ તાપસી,તું કોની સ્ત્રી છે? ધર્મ,અર્થ અને કામને માટે,તારી સાથેનો સંબંધ થયેલો મને યાદ નથી,
તેથી તું અહીંથી ચાલી જા,કે ઉભી રહે,તને જેમ ઈચ્છા હોય તેમ કર'(19-20)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE