Jan 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-062

અધ્યાય-૭૨-શકુંતલાની જન્મકથા (ચાલુ)


II कण्व उवाच II एवमुक्तस्त्या शक्रः संदिदेश सदागतिं I प्रातिष्ठत तदा काले मेनका वायुना सह II १ II

કણ્વ બોલ્યા-મેનકાએ આ પ્રમાણે કહ્યું,ત્યારે,ઇન્દ્રે વાયુદેવને આજ્ઞા કરી,એટલે તરતજ મેનકા વાયુને લઈને નીકળી,અને પછી,તે સુંદરી મેનકાએ તપથી ક્ષીણ થયેલા વિશ્વામિત્રને આશ્રમમાં તપ કરતા જોયા.

પછી,તે મેનકાએ ઋષિની પૂજા કરીને,તેમની સમક્ષ ક્રીડા કરવા લાગી.તે વખતે વાયુએ,તેનું ચંદ્રના જેવું વસ્ત્ર 

ઉડાડી દીધું,એટલે વસ્ત્રને પકડવા તે લજ્જાયુક્ત થઈને,હાસ્ય રેલાવતી,ઋષિ સમક્ષ દોડવા લાગી.(1-5)

રૂપમાં અવર્ણનીય એવી અને વસ્ત્રહીન મેનકાને જોઈને વિશ્વામિત્ર કામવશ થઇ ગયા,અને તેમણે,

તેને બોલાવી,તેની સાથે સંગની ઈચ્છા કરી.શકુંતલાએ પણ એવું જ ઇચ્છયું.

પછી,તે બંને લાંબા કાળ સુધી ત્યાં વિહાર કરવા લાગ્યા.યચેચ્છ ક્રીડા કરતાં,તેમને લાંબો કાળ,જાણે, 

એક જ દિવસ વીત્યો હોય તેવો જ લાગ્યો.ત્યાર બાદ માલિની નદીના કિનારે,હિમાલયના રમણીય મેદાનમાં,

મેનકાએ,તે ઋષિથી થયેલી,શકુંતલાને જન્મ આપ્યો.(6-10)


ઇન્દ્રની આજ્ઞા પ્રમાણેનો પોતાનો મનોરથ સફળ થયો,એટલે તે મેનકા,તાજા જ જન્મેલા તે ગર્ભને,

(શકુંતલાને) માલિની નદીના કિનારે મૂકીને,તરત જ ઇન્દ્ર ભુવને ચાલી ગઈ.

સિંહો અને વાઘોથી ભરેલા તે નિર્જન વનમાં,માંસભક્ષી હિંસક પ્રાણીઓ,તે બાળાને મારી નાખે નહિ,

તેટલા માટે,પક્ષીઓ,ચોમેર વીંટાઈને તે બાળાનું રક્ષણ કરતાં હતાં.તે વખતે,હું (કણ્વ) સ્નાન માટે નદીએ જતો હતો,

ત્યારે મેં તેને જોઈ.અને તેને આશ્રમમાં લાવીને પુત્રીને સ્થાને રાખી.નિર્જન વનમાં શકુંતો (પક્ષીઓ)

તેનું રક્ષણ કરતા હતા,એટલે,મેં તેનું નામ શકુંતલા રાખ્યું છે.જન્મદાતા,પ્રાણદાતા અને અન્નદાતા -

એ ત્રણેને ક્રમપૂર્વક શાસ્ત્રમાં પિતા કહ્યા છે,એ હિસાબે,હે વિપ્ર,આ શકુંતલા પણ મને પિતા માને છે 


શકુંતલા બોલી-હે નરાધીશ,મહર્ષિ કણ્વને,મેં મારા જન્મ વિષે પૂછતાં,તેમણે મને આ જ કહ્યું હતું.

એટલે તમે મને કણ્વની જ પુત્રી માનો,ને હું પણ તેમને પિતા તરીકે જ જાણું છું (11-19)

અધ્યાય-72-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE