Jan 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-057

 વીર નામનો અસુર-પૉન્દ્રમાત્સ્યક નામે,વૃત્ર-મણિમાન નામે,ક્રોધહંતા-દંડ નામે 

અને ક્રોધવર્ધન-દંડધાર નામે પૃથ્વી પર જન્મીને પ્રખ્યાત થયા હતા.(43-47)

કાલિના આઠ પુત્રો (કાલેયો)પૈકી,પહેલો મહાઅસુર-જયત્સેન નામે,બીજો અપરાજિત નામે,

ત્રીજો-નિષાદરાજ નામે,ચતુર્થ-શ્રેણીમાન નામે,પાંચમો-મહૌજા નામે,છઠ્ઠો-અભીરુ નામે,

સાતમો-સમુદ્રસેન નામે,અને આઠમો-બૃહત નામે ધર્માત્મા રાજા તરીકે જન્મ્યા હતા. (48-56)

મહાબળવાન કુક્ષી દાનવ-પાર્વતીય નામે,કથન-સુર્યાક્ષ નામે.સૂર્ય(દાનવ)-દરદ (બાહલીક રાજા)નામે,પૃથ્વી પર જન્મ્યા.હે રાજન,ક્રોધવશ નામના 'દૈત્ય-ગણ'થી આ પૃથ્વી પર નીચેના રાજાઓ જન્મ્યા હતા.(57-60)

(મદ્રક,કર્ણવેષ્ટ,સિદ્ધાર્થ,કીકટ,સુવીર,સુબાહુ,મહાવીર,બાહલીક,ક્રથ,વિચિત્ર,સુરથ,ભૂમિપતિ,નીલ,ચીરવાસા,

ભૂમિપાલ,દંતવક્ર,દુર્જય,નૃપસિંહ,રૂક્મી,જન્મેજય,આષાઢ,વાયુવેગ,ભુરીતેજા,એકલવ્ય,સુમિત્ર,વાટધાન,

ગોમુખ,કારુષક,ક્ષેમધુરતિ,શ્રુતાયુ,ઉદ્વહ,બૃહત્સેન,ક્ષેમ,અગ્રતીર્થ,કલિંગરાજ,કુહર,ને ઈશ્વર)


મહાબળવાન કાલનેમિ-એ કંસ તરીકે પૃથ્વી પર ઉગ્રસેનના પુત્ર તરીકે અવતર્યો હતો.

જે મુખ્ય ગંધર્વપતિ હતો તે ઇન્દ્રના જેવી કાંતિવાળો 'દેવક' નામે રાજા થયો.

બૃહસ્પતિના અંશથી,અયોનિજન્મા-ભારદ્વાજપુત્ર દ્રોણ જન્મ્યા હતા.જે ધનુર્વેદ ને વેદમાં શ્રેષ્ઠ હતા.(61-72)


હે રાજન,મહાદેવ,અંતક,કામ અને ક્રોધ-એ ચારના એકત્વ-અંશથી અશ્વસ્થામા જન્મ્યા હતા.

વસિષ્ઠના શાપથી,ને ઇન્દ્રની આજ્ઞાથી,ગંગાજીમાં શાંતનુના પુત્રો તરીકે આઠ વસુઓ જન્મ્યા હતા.

તેમાં ભીષ્મ સહુથી નાના હતા.કે જેમણે,પરશુરામ ભાર્ગવ સાથે યુદ્ધ કર્યું હતું.(73-77)

રુદ્રોના ગણ,કૃપ નામે મહર્ષિ થયા હતા,દ્વાપરયુગ,શકુનિ તરીકે,

અને,મરુદગણો,સાત્યકિ,કૃતવર્મા અને દ્રુપદ તરીકે આ માનવલોકમાં જન્મ્યા હતા.(78-82)


વિરાટરાજા,પણ મરુદગણથી જ થયા હતા.અરિષ્ટાનો પુત્ર કે જે ગંધર્વપતિ હંસ નામે વિખ્યાત હતો,

તે ધૃતરાષ્ટ્ર નામે જન્મી વિક્ષત થયો હતો,માતાના અપરાધને કારણે,ઋષિના કોપથી તે અંધ જન્મ્યો હતો.

કે જેનો સત્યધર્મ પરાયણ-પાંડુ નામે નાનો ભાઈ હતો (83-87)

અત્રિ પુત્ર 'ધર્મ' એ વિદુર તરીકે જન્મ્યો હતો,કળિના અંશથી,દુર્મતિ દુર્યોધન જન્મ્યો હતો.

પુલસ્ત્યવંશી અસુરોએ આ મનુષ્યલોકમાં દુર્યોધનના ભાઈઓ તરીકે જન્મ લીધો હતો.

આ દુર્યોધન,દુઃશાસન,દુર્મુખ,દુઃસહ અને બીજા જેમના વિષે બહુ કહેવામાં આવ્યું નથી તે સો પુત્રો 

ધૃતરાષ્ટ્રને થયા હતા,વળી ધૃતરાષ્ટ્રને યુયુત્સુ નામનો એક વેશ્યાપુત્ર પણ હતો (88-93)


જન્મેજય બોલ્યા-હે વિભુ,ધૃતરાષ્ટ્રના એ પુત્રોનાં નામો અનુક્રમપૂર્વક કહો.

વૈશંપાયન બોલ્યા-દુર્યોધન,યુયુત્સુ,દુઃશાસન,દુઃસહ,દુઃશલ,દુર્મુખ,વિવિશન્તિ,વિકર્ણ,જલસંઘ,સુલોચન,

વિન્દ,અનુવિન્દ,દુર્ધર્ય,સુબાહુ,દુષ્પ્રઘર્ષણ,દુર્મર્ષણ,દુર્મુખા,દુષ્કર્ણ,કર્ણ,ચિત્ર,ઉપચિત્ર,ચિત્રાક્ષ,ચારુ,

ચિત્રાંગદ,દુર્મદ,દુષ્પ્રહર્ષ,વિવિત્સુ,વિકટ,સમ,ઊર્ણનાભ,પદ્મનાભ,નંદ,ઉપનંદ,સેનાપતિ,સુષેણ,કૂડોદર,

મહોદર,ચિત્રબાહુ,ચિત્રવર્મા,સુવર્મા,દુર્વિરોચન,અયોબાહુ,મહાબાહુ,ચિત્રચાપ,સકુંડળ,ભીમવેગ,ભીમબલ,

બલાકી,ભીમવિક્રમ,ઉગ્રાયુદ્ધ,ભીમશર,કનકાયુ,દ્રઢાયુધ,દ્રઢવર્મા,દ્રઢક્ષેત્ર,સોમકીર્તિ,અનુદર,જરાસંઘ,

દ્રઢસંઘ,સત્યસંઘ,સહસ્ત્રવાક,ઉગ્રશ્રવા,ઉગ્રસેન,ક્ષેમમૂર્તિ,અપરાજિત,પંડિતક,વિશાલાક્ષ,દુરાધન,દ્રઢહસ્ત,

સુહસ્ત,વાતવેગ,સુવર્ચા,આદિત્યકેતુ,બહવાસી,નાગદત્ત,અનુયાયી,કવચી,નિપંગી,દંડી,દંડધાર,ધનુરગ્રહ,ઉગ્ર,

ભીમરથ,વીર,વીરબાહુ,અલોલુપ,અભય,રૌદ્રકર્માં,દ્રઢરથ,અનાધૃષ્ય,કુંડભેદી,વિરાવી,દીર્ઘલોચન,દીર્ઘબાહુ,

મહાબાહુ,વ્યૂઢોરૂ,કનકામદ,કુંડજ,અને ચિત્રક એ (વેશ્યા પુત્ર યુયુત્સુ સાથે) એક્સો-એક પુત્રો હતા.

અને દુઃશલા નામે એક પુત્રી પણ હતી. (95-108)


આ સર્વ પુત્રો અતિરથી,શૂરવીર,યુદ્ધકુશળ,વેદવેત્તા,શાસ્ત્રમાં પારંગત ને વિદ્યાર્થી શોભતા હતા,તેમને સર્વને 

યોગ્ય પત્નીઓ સાથે પરણાવવામાં આવ્યા હતી.દુઃશલા ને જયદ્રથ જોડે પરણાવી હતી.(109-111)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE