Jan 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-056

 
અધ્યાય-૬૭-રાજાઓ-આદિની ઉત્પત્તિ 

II जनमेजय उवाच II देवानां दानवानां च गन्धर्वोरगराक्षसां I सिन्हव्याघ्रमृगाणां च पन्नगानां पतत्रिणाम II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,દેવો,દાનવો,ગંધર્વો,નાગો,રાક્ષસો,સિંહો,વ્યાઘ્રો,મૃગો,સર્પો,પંખીઓ અને 

સર્વ મહાત્મા પ્રાણીઓની ઉત્પત્તિને તથા એ પ્રાણીઓના જન્મકર્મને હું સંપૂર્ણતાથી સાંભળવા ઈચ્છું છું.(1-2)

વૈશંપાયન બોલ્યા-હે રાજન,દેવો અને દાનવોના જન્મ પૈકી,હું સહુ પ્રથમ દાનવો વિષે કહું છું.

વિપ્રચિત્તિ નામે જે દાનવશ્રેષ્ઠ હતો તે જરાસંઘ નામે પ્રસિદ્ધ માનવપતિ થયો હતો.

દિતિનો પુત્ર,જે હિરણ્યકશિપુ (દાનવ) કહેવાયો છે તે શિશુપાલ તરીકે અવતર્યો.

પ્રહલાદના ભાઈ,સંહલાદ એ શલ્ય તરીકે ને અનુહલાદ.ધૃષ્ટકેતુ અવતરી પ્રખ્યાત થયા.

દિતીવંશી જે શિબિ (દાનવ) હતો તે આ પૃથ્વી પર જન્મી દ્રુમ નામે પ્રખ્યાત રાજા થયો.(4-8)


અસુરશ્રેષ્ઠ બાષ્કલ,ભગદત્ત નામે જન્મ્યો હતો.અયઃશિર-આદિ પાંચ મહા અસુરો,જન્મીને કેકય દેશના રાજા થયા,

કેતુમાન જન્મીને આમિતૌજા રાજા થયો,સ્વર્ભાનુ,ઉગ્રસેન તરીકે જન્મ્યો,અશ્વ-અસુર-અશોક નામે જન્મ્યો (9-14)

દિતિવંશીય નાનોભાઈ,અશ્વપતિ-હાર્દિકય તરીકે,વૃષપર્વા-દીર્ઘતમા તરીકે,અજક-શલ્ય તરીકે,

અશ્વગ્રીવ-રોચમાન તરીકે,અને સૂક્ષ્મ-બૃહદરથ તરીકે જન્મીને આ પૃથ્વી પર પ્રસિદ્ધ થયા હતા (15-19)


અસુરશ્રેષ્ઠ તુહુન્ડ-સેનાબિંદુ નામે,ઈશુપાદ-નગ્નજિત નામે,એકચક્ર-પ્રતિવિન્ધ્ય નામે,

વિરુપાક્ષ-ચિત્રધર્મા નામે અને હર-એ સુબાહુ નામે પૃથ્વી પર જન્મીને વિખ્યાત થયા હતા. (20-24)

અહર-બાહલીક નામે,નિચંદ્ર-મુંજકેશ નામે,નિકુમ્ભ-દેવાધિપ નામે,શરભ-પૌરવ નામે,

અને કુપટ નામનો મહાઅસુર-સુપાર્શ્વ નામે જન્મીને પૃથ્વી પર વિખ્યાત હતા.(25-29)


કપટ નામે મહાઅસુર-પાર્વતેય નામે,શલભ-પ્રહલાદ (બાહલીક રાજા) નામે,ચંદ્ર-ચંદ્રવર્મા નામે,

અર્ક-ઋષિક નામે,મૃતપા-અનુપ નામે,ગર્વિષ્ઠ-દ્રુમસેન નામે,મયુર-વિશ્વ નામે,સુપર્ણ-કાલકીર્તિ નામે,

ચંદ્રહંતા-શુનક નામે,ચંદ્રવિનાશન-જાનકિ નામે,દીર્ઘજીહ્વ-કાશીરાજ નામે.રાહુ ગ્રહ-ક્રાથ નામે અને 

વિક્ષર-નામનો અસુરશ્રેષ્ઠ વસુમિત્ર નામના રાજા તરીકે જન્મીને પ્રસિદ્ધ થયા હતા. (30-42)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE