Jan 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-055

બ્રહ્માજીના બીજા બે પુત્રો,ધાતા અને વિધાતા હતા.કે જે મનુની સાથે રહેતા હતા,અને 

તેમનાં (નામ પ્રમાણેનાં) 'લક્ષણો' સર્વ લોકમાં રહ્યા છે.

તેમને 'લક્ષ્મીદેવી' નામે બહેન હતી,કે જેના,માનસપુત્રો,આકાશમાં ઉડતા ઘોડાઓ હતા.

વરુણની જ્યેષ્ઠ (મોટી) ભાર્યા 'દેવી' શુક્ર (શુક્રાચાર્ય) થી જન્મી હતી.

તેને 'બલ' નામનો એક પુત્ર અને 'સુરા' નામે પુત્રી હતી.

અન્નની જ કામનાવાળી પ્રજાએ,જયારે એકબીજાને ભરખી જવા માંડ્યું,ત્યારે,પ્રાણીમાત્રનો વિનાશક 

'અધર્મ' ઉત્પન્ન થયો.કે જે અધર્મની નિઋતિ નામે પત્ની હતી,કે જેનાથી નૈઋત રાક્ષસો જન્મ્યા.

વળી,એને 'ભય-મહાભય-અને મૃત્યુ' એવા ત્રણ ઘોર અને સદા પાપ પારાયણ પુત્રો થયા.

કે જેમાં મૃત્યુને પત્ની કે પુત્ર કશું નહોતું,કેમ કે તે પોતે જ અંતકારી છે (52-57)


તામ્રાદેવીએ,કાષ્ઠી,શ્યેની,ભાસી,ધૃતરાષ્ટ્રી,અને શુકી નામે પાંચ કન્યાઓને જન્મ આપ્યો હતો.

કાષ્ઠીએ ઘુવડોને,શ્યેનીએ બાજને,ભાસીએ ભાસ તથા ગીધોને જનમાવ્યાં.

ધૃતરાષ્ટ્રીએ હંસો,ને ચક્રવાકોને,અને યશસ્વિની એવી 'શુકી'એ ને શુકો (પોપટ)ને જન્માવ્યા.(58-61)


મૃગી,મૃગમંદા,હરી,ભદ્રમના,માતંગી,શાર્દૂલી,શ્વેતા,સુરભી અને સુરસા-એ નવ ક્રોધાવેશ નારીઓ,ક્રોધાથી 

ઉત્પન્ન થઇ હતી.તેમાં મૃગીના સર્વ મૃગો થયા,મૃગમંદાના રીંછો થયા,ભદ્રમનાએ ઐરાવત હાથી ઉત્પન્ન કર્યો,

હરીથી ઘોડાઓ,વાંદરાઓ-આદિ ઉતપન્ન થયા,શાર્દૂલીએ સિંહો,વાઘો ને ચિત્તાઓને જન્માવ્યા.

માતંગો(હાથીઓ),માતંગીની પ્રજા છે,શ્વેતાએ શ્વેતાખ્ય નામના ગજ (હાથી)ને જન્માવ્યો.


સુરભીએ રોહિણી,ગન્ધર્વી,વિમલા અને અનલા- પુત્રીઓને ઉત્પન્ન કરી હતી,

રોહિણીમાં ગાયો જન્મી ને ગંધર્વીમાં ઘોડાઓ પેદા થયા, અનલાએ (ખજૂર,તાડ,હિંતાલ,તાલી,ખજુરીકા,

સોપારી ને નારિયેળી) સાત પિંડફળ વૃક્ષોને ઉત્પન્ન કર્યા.ને શુકી નામનો એક પુત્રીને ઉત્પન્ન કરી હતી.

સુરસાથી કંક અને  નાગો જન્મ્યા ને કદ્રૂથી સર્પો થયા,ગરુડ અને અરુણ વિનતાથી થયા,

હે રાજન,આ સર્વ પ્રાણીઓની કથા મેં તમને કહી,જેને સાંભળનાર,પાપથી છૂટે છે ને પરમગતિ પામે છે.

અધ્યાય-66-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE