Dec 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-050

જન્મતાં જ તે માતાની આજ્ઞા લઈને,ત્યાંથી ચાલ્યા અને બોલ્યા-'મારુ કોઈ કામ હશે તો સ્મરણ કરજે તો,

હું તરત જ હાજર થઈશ'  બાળક તરીકે તે દ્વીપમાં જન્મ્યા એટલે તે 'દ્વૈપાયન' નામ પામ્યા.

તેમણે,વેદો અને બ્રાહ્મણો પર કૃપા,કરવાની ઇચ્છાએ,વેદોનો વ્યાસ (શાખા-વિભાગ) કર્યો,તેથી તે 

'વ્યાસજી' પણ કહેવાયા.તે મહાસમર્થે સુમંતુ,જૈમિની,પૈલ,પોતાના પુત્ર શુકદેવ અને વૈશંપાયનને,-

આ મહાભારત સાથે પાંચેય વેદો ભણાવ્યા.તેમણે અલગઅલગ મહાભારતની સંહિતાઓ રચી છે.(70-90)

 મહાવીર્યવાન,મહાયશસ્વી અને તેજસ્વી,શાંતનુપુત્ર 'ભીષ્મજી' વસુઓના અંશરૂપે ગંગાજીમાં જન્મ્યા હતા.

અણીમાંડવ્યના શાપથી,ધર્મ,શૂદ્રયોનિમાં જન્મ પામીને વિદુર-રૂપે જન્મ્યા હતા.(91-96)

(પૂર્વે.અણીમાંડવ્ય ઋષિને,ચોરીની શંકાથી શૂળીએ ચડાવવામાં આવ્યા હતા,ત્યારે તે ઋષિએ ધર્મને 

બોલાવીને કહ્યું હતું કે-મેં પૂર્વમાં કોઈ પાપ કર્યું નથી,માત્ર એક પંખીણીને દર્ભની સળીથી વીંધી હતી,

પણ તે પછીના મારા અમાપ તાપથી તે પાપ ક્ષય પામ્યું છે,બ્રાહ્મણનું અપમાન અને તેને આપેલું દુઃખ,અધિક પાપમય છે,

હે ધર્મ તું પાપિયો થયો છે,એટલે તું ક્ષુદ્ર યોનિમાં જન્મશે' એ ધર્મ વિદુર-રૂપે જન્મ્યો)


મુનિતુલ્ય,સંજયે ગાવલ્ગણથી જન્મ લીધો.જન્મ સાથે જ કવચ-કુંડળ ધારણ કરનારો,બળવાન 'કર્ણ' 

કુંતીમા સૂર્યદેવથી જન્મ્યો હતો,વિષ્ણુ ભગવાને લોકો પર કૃપા કરીને દેવકી-વસુદેવથી 'કૃષ્ણ' તરીકે જન્મ લીધો.

જેમને અવ્યક્ત,નિત્ય,બ્રહ્મ,આત્મા,અવ્યય-આદિ અનેક નામોથી કહેવામાં આવે છે,આ પ્રાણીમાત્રના પિતામહ,કર્તા

અને વિભુ પુરુષે,ધર્મની વૃદ્ધિ માટે અંધક વૃષ્ણીવંશમાં જન્મ લીધો.(91-104)


અસ્ત્રને જાણવાવાળા,શાસ્ત્રમાં નિપુણ અને નારાયણને અનુસરવાવાળા 'સાત્યકિ તથા કૃતવર્મા'એ 

સત્યક અને હૃદિકથી જન્મ ધર્યો.ઉગ્ર-તપસ્વી મહર્ષિ ભરદ્વાજનું વીર્ય દ્રૌણી (ગિરીગુફા)માં વૃદ્ધિ પામ્યું 

અને તેમાંથી 'દ્રોણાચાર્ય' જન્મ્યા.ગૌતમજીના શરના ગુચ્છમાંથી,અશ્વસ્થામાની માતા ને કૃપાચાર્ય એવું જુગલ જન્મ્યું.દ્રૌણથી અશ્વસ્થામાનો જન્મ થયો,તેવી જ રીતે,ધૃષ્ટધુમ્ન,યજ્ઞકર્મના અગ્નિમાંથી દ્રોણના વિનાશ માટે જન્મ્યો,

તે જ વેદીમાંથી,ઉત્તમ રૂપવતી 'કૃષ્ણા' (દ્રૌપદી) નો જન્મ પણ થયો.(105-110)


તે પછી,પ્રહલાદના શિષ્ય,નગ્નજિતને 'સુબલ' નામનો પુત્ર થયો હતો,દેવીના કોપથી,સુબલની પ્રજા ધર્મનો 

વિનાશ કરનારી થઇ.તે રાજા સુબલને 'શકુનિ' અને દુર્યોધનની માતા 'ગાંધારી' એ એ સંતાનો થયાં.

શ્રીકૃષ્ણ દ્વૈપાવન (વ્યાસજી)થી વિચિત્રવીર્યની સ્ત્રીમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુ  થયા.

વિદુરજી પણ આ શ્રીકૃષ્ણ દ્વૈપાયનથી જ શૂદ્રયોનિમાં જન્મ્યા હતા.


પાંડુની બે રાણીથી પાંચ પાંડવો જન્મ્યા.ધર્મથી યુધિષ્ઠર,વાયુથી ભીમ,અર્જુન ઈન્દ્રથી,અને અશ્વિનીકુમારોથી 

નકુલ અને સહદેવ થયા.ધૃતરાષ્ટ્રને દુર્યોધન-આદિ સો પુત્રો થયા અને વેશ્યાથી યુયુત્સુ થયો.

આ પુત્રોમાં દુર્યોધન,દુઃશાસન,દુઃસહ,દુર્ભપર્ણ,વિકર્ણ,ચિત્રસેન,વીવીંશાંતિ,જય,સત્યવ્રત,પુરુમિત્ર,

તથા વેશ્યાપુત્ર યુયુત્સુ એ અગિયાર મહારથીઓ હતા.


શ્રીકૃષ્ણનો ભાણેજ અને પાંડુનો પૌત્ર અભિમન્યુ,,અર્જુન સુભદ્રાથી જન્મ્યો હતો.

વળી.દ્રૌપદીમાં,યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય,ભીમથી સુતસોમ,અર્જુનથી શ્રુતકીર્તિ,નકુલથી શતાની 

અને સહદેવથી શ્રુતસેન થયો.વનમાં ભીમે,હિડિમ્બાથી ગટોત્કચ ઉત્પન્ન કર્યો.

દ્રુપદથી શિખંડી કન્યારૂપે જન્મ્યો હતો પણ પાછળથી તે પુત્ર બન્યો હતો.

સ્થૂણ નામના યક્ષે તેને પુરુષ બનાવ્યો હતો.

તે કુરુક્ષેત્રમાં યુદ્ધ ઇચ્છતા હજારો રાજાઓ રણમેદાનમાં ભેગા થયા હતા,જેમનાં અસંખ્ય નામો,પુરી રીતે કહી શકાય

તેમ નથી.પણ જેમનાથી આ આખ્યાન ચાલ્યું છે તે મુખ્ય રાજાઓના નામ તમને કહ્યા.(119-128)

અધ્યાય-63-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE