Dec 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-049

 તેમની રાજધાની પાસે વહેતી,'શક્તિમતી'નદીને ચેતનાયુક્ત 'કોલાહલ' પર્વતે,કામયુક્ત થઈને રોકી લીધી હતી,

વસુએ તે કોલાહલ પર્વતને લાત મારી,પ્રહારથી થયેલ બખોલમાંથી તે નદી બહાર નીકળી પડી,

નદીએ તે પર્વતથી એક જોડકું પેદા કર્યું હતું.પોતાના છુટકારાથી પ્રસન્ન થયેલી તે નદીએ,પોતે જ 

તે જુગલ રાજાને અર્પણ કર્યું.એમાં જે પુરુષ (અરિનાશન) હતો તેને રાજાએ પોતાનો સેનાપતિ બનાવ્યો 

અને કન્યા (ગિરિકા)ને રાજાએ પોતાની પત્ની કરી.

એક સમયે,ઋતુકાળમાં આવેલી અને ગર્ભાધાન માટે સ્નાનશુદ્ધ થયેલી,વસુની પત્નીએ,તેને કામનો કાળ કહ્યો,

અને તે જ દિવસે વસુના પિતૃઓએ પ્રસન્ન થઈને વસુને કહ્યું કે-'તું મૃગોને હણીને અમને પ્રસન્ન કર' (35-41)


પિતૃઓની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતાં,તે રાજા મૃગયાએ ગયો,તો પણ તે અત્યંત લાવણ્યવંતી પત્ની,

ગિરિકાને કંચિત્તે સ્મરતો રહ્યો.તા વખતે વસંત ઋતુ હતી,કોયલોનું કૂજન હતું ને મત્ત ભમરાઓનો ગુંજારવ હતો,

તે રાજા કામવશ થાયે ને ગિરિકાને સંભાળી આમતેમ ઘુમવા લાગ્યો.ત્યાં તેણે એક રમણીય અશોકવૃક્ષ જોયું,

તેના ફૂલોની મહેંક મનોહર હતી,રાજા તેની છાયામાં નીચે સુખથી બેઠો.પવનથી પ્રેરાતાં,તેને કામહર્ષ થયો,

તે તેનું વીર્યસ્ખલન થયું,ત્યારે 'મારુ વીર્ય વ્યર્થ પડીને મિથ્યા ન થાય ને મારી પત્નીનો ઋતુકાળ અફળ ન થાય'

એમ વિચારીને તે રાજાએ પોતાનું વીર્ય એક વૃક્ષના પાંદડામાં ઝીલી લીધું,ને તેને મંત્રથી શુદ્ધ કરીને,

પાસે ઉભેલા વેગથી જવાવાળા બાજપક્ષીને આપીને તેણે કહ્યું કે-'મારે ઘેર જઈ,મારી પત્નીને આપ'


બાજપક્ષીએ,તરત જ તે લીધું અને અતિવેગ ધારણ કરીને તે પક્ષી ઉડવા માંડ્યું.રસ્તામાં બીજા એક બજપક્ષીએ,તેને જોયો અને માંસની શંકાએ તેના પર ઝપટ મારી,બેઉ બાજપક્ષીઓ વચ્ચે ચાંચથી યુદ્ધ થયું,

તેવામાં તે શુક્ર (વીર્ય) યમુનાના જળમાં પડ્યું,તે વખતે,અદ્રિકા નામની એક વિખ્યાત અપ્સરા બ્રહ્મના શાપને લીધે,માછલી બની હતી,તે તે વીર્યને એકદમ ગળી ગઈ.(42-60)

 

એક દિવસે,એક માછીમારે તે માછલીને પકડી,ને તેના ઉદરમાંથી એક જોડકું બહાર નીકળ્યું.

માછીમારે આ આશ્ચર્યકારક વાત રાજને કહી,ત્યારે,રાજા ઉપરિચરે તે બેમાંથી પુરુષને પોતે લીધો 

ને તે 'મત્સ્ય' નામનો સત્યવચની ને ધાર્મિક રાજા થયો.ને રાજાએ મત્સ્યની ગંધવાળી તે કન્યા,માછીને આપીને,

તેને કહ્યું કે 'આ તારી દીકરી થાઓ' રૂપ અને સર્વ  ગુણોથી શોભતી તે 'સત્યવતી' નામે પ્રસિદ્ધ થયેલી તે કન્યા માછીનો આશ્રય પામીને 'મત્સ્યગંધા' નામે કેટલોક વખત રહી.પેલી,મરણ પામેલ, માછલી (અપ્સરા) શાપમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપ પામીને આકાશમાર્ગે ચાલી ગઈ.(61-69)


એક વખત તીર્થયાત્રાએ નોકળેલા,પરાશરમુનિએ,નવ ચલાવવામાં પિતાને મદદ કરતી,મત્સ્યગંધાને જોઈ.

અત્યંત રૂપવતી તે કન્યાને જોઈ,મુનિ તેમની કામના કરવા લાગ્યા,અને બોલ્યા-'હે કલ્યાણી,તું મારો સંગ કર' 

મત્સ્યગંધા બોલી-'હે ભગવન,જુઓ,બે કાંઠે ઋષિઓ ઉભા છે,તેમના દેખતાં આપણો સમાગમ કેમ થાય?'

એટલે,ત્યારે,સમર્થ પરાશર મીને ધુમ્મસ સર્જ્યું ને ત્યાં અંધકાર છવાઈ ગયો.સત્યવતી આશ્વર્ય પામી.


તેણે કહ્યું કે-'હે ભગવન,તમે મને સદા પિતાની અજ્ઞાનમાં રહેનારી કન્યા જાણો,તમારા સંયોગથી મા80રું,

કન્યાપણું દુષિત પામે તો,દુધિત થયેલી હું ઘેર કેમ જઈ શકીશ ને જીવી શકીશ?મારા આ વિચારો છે,

પછી,આપને જે કરવું હોય તે કરો' ત્યારે ઋષિ તેના પે પ્રસન્ન થયા,અને બોલ્યા કે-

'મારુ પ્રિય કર્યા પછી,પણ તું કન્યા જ રહેશે,તું ઈચ્છે તે માગી લે,મારી કૃપા નિષ્ફળ જતી નથી'


તેમણે આમ કહ્યું,એટલે,મત્સ્યગંધાએ પોતાનાં ગાત્રો (શરીર) સુગંધમય થાય એવું વરદાન માગ્યું.

મુનિએ તે વરદાન આપ્યું.કે જેનાથી તે 'ગંધવતી' નામ વિખ્યાત થયું.તેની સુગંધ યોજન સુધી ફેલાતી હતી,

તેથી તેનું બીજું નામ 'યોજનગંધા' પણ વિખ્યાત થયું હતું.

પછી,આ અનુપમ વરદાનથી અને પરાશરમુનિના સંયોગથી,તે સત્યવતીએ,તરત જ ગર્ભ ધારણ કર્યો,

ને તે વીર્યવાન પરાશરપુત્ર (વ્યાસજી)નો યમુનાદ્વીપમાં જન્મ થયો.

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE