અધ્યાય-૬૩-વ્યાસ-(અને ઉપરિચર) આદિની ઉત્પત્તિ
II वैशंपायन उवाच II राजोपरिचरो नाम धर्मनित्यो महीपतिः I वभूव मृगयां गंतु सदा किल धृतव्रतः II १ II
વૈશંપાયન બોલ્યા-રાજા ઉપરિચર નામે એક ધર્મશીલ રાજા હતો,તે સદા મૃગયાનો વ્રતધારી હતો,
પુરુવંશને આનંદ આપનારા તે વસુ રાજાએ,ઇન્દ્રના ઉપદેશથી ચેદિ નામના રમણીય પ્રદેશ પર અધિકાર
મેળવ્યો હતો.એક સમયે.શસ્ત્રો મૂકી દઈને તે તપસ્વી થઈને આશ્રમમાં રહેતો હતો,ત્યારે દેવોએ વિચાર્યું કે-
;આ તપસ્વી રાજા તપથી ઇન્દ્રપદને યોગ્ય થશે' એટલે તે રાજા પાસે આવ્યા અને તેને સમજાવટથી
તપમાંથી નિવૃત્તિ કરવાનું સમજાવવા લાગ્યા.(1-4)
દેવો બોલ્યા-હે પૃથ્વીનાથ,પૃથ્વી પર તારા માટે આ (તપસ્વી) ધર્મ યોગ્ય નથી,
કેમ કે તેં ધારણ કરેલો તારો ક્ષત્રિય ધર્મથી જ જગત ટકી રહ્યું છે.(5)
ઇન્દ્ર બોલ્યા-'તું એકાગ્રતાથી,નિત્ય ઉદ્યોગી રહી,આ લોકમાં તારા ક્ષત્રિય ધર્મનું પાલન કર,
તું મર્ત્યલોકમાં રહેનારો છે ને હું સ્વર્ગલોકનો વાસી છું,તો એ તું મારો પ્રિય સખા છે.
આ પૃથ્વી પર ચેદિ નામની રમણીય ને ધનથી ભરપૂર પ્રદેશ છે,તે દેશમાં તું નિવાસ કર. (6-9)
આ ચેદિ દેશમાં,સર્વ વર્ણો,સ્વધર્મમાં પરાયણ છે,આ ત્રણે લોકમાં એવું કશું નથી,કે જે તું નથી જાણતો.
હું તને દિવ્ય અને આકાશગામી એવું સ્ફટિકનું બનાવેલું વિમાન આપું છું.તે સદા આકાશમાં રહી,તારી
સેવામાં રહેશે,આ સર્વ મર્ત્યલોકમાં માત્ર તું જ આ શ્રેષ્ઠ વિમાનમાં બેસીને દેવોની જેમ આકાશમાં ફરશે.
વળી,હું તને કદી કરમાય નહિ,તેવી,કમળોની વૈજયંતીમાળા આપું છું,કે જે સંગ્રામમાં તારું અખંડ રક્ષણ કરશે,
હે નરપતિ,આ માલ 'ઇન્દ્રમાળા'તરીકે પ્રખ્યાત થશે અને તે જ તારું મહાન લક્ષણ થશે'(10-16)
સૂતજી બોલ્યા-ઇન્દ્રે તેને પ્રેમચિહન તરીકે,શિષ્ટ લોકોનું પાલન કરનારી,એક વાંસની લાકડી આપી.
એક વર્ષ પછી,તે રાજાએ,ઇન્દ્રની પૂજા માટે તે લાકડીને જમીનમાં ખોસી,અને બીજે દિવસે,
વસ્ત્ર,ચંદન અને માળાઓથી,તેનું પૂજા કર્યું,ત્યારથી આજ પણ તે રાજાઓના વંશજો તેમ જ કરે છે (17-20)
રાજશ્રેષ્ઠ વસુએ કરેલી,પોતાની પૂજા જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયા,તેમણે વસુને સત્કાર્યા અને વરદાન આપ્યું.
પછી,ચેદિ દેશમાં,ચેદિપતિ વસુએ (ઉપરિચરે),દરેક વર્ષે ઇન્દ્રનો મહોત્સવ કરવા માંડ્યો.(23-29)
અમાપ તેજસ્વી એવા,એ વસુને પાંચ મહાવીર્યવાન પુત્રો થયા.તે સમ્રાટે તે પુત્રોને વિવિધ રાજ્યની ગાદીઓ
આપી,તેમાંનો બૃહદરથ મગધદેશનો વિખ્યાત રાજા થયો.બીજો પ્રત્યગ્રહ,ત્રીજો કુશામ્બ (મણિવાહન),
ચોથી માવેકલ અને પાંચમો અપરાજિત યદુ હતો.આ પાંચેના અલગ અલગ વંશો થયા.મહાત્મા વસુ,ઇન્દ્રના
આપેલા સ્ફટિક વિમાનમાં બેસી ચરતા (ફરતા) હતા તેથી તે 'ઉપરિચર' તરીકે વિખ્યાત થયા (30-34)
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE