Dec 17, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-046

 
અધ્યાય-૬૧-સંક્ષિપ્ત મહાભારત 


II वैशंपायन उवाच II गुरवे प्राङ्ग नमस्कृत्य मनोबुध्धिसमाधिभिः I संपूज्यश्व द्विजांसर्वास्तथान्यानधिदुपोजनान  II १ II

વૈશંપાયન બોલ્યા-પ્રથમ મન,બુદ્ધિ અને એકચિત્તતાથી જીરૂશ્રીને નમસ્કાર કરું છું,પછી સર્વ બ્રાહ્મણો તથા અન્ય વિદ્વાનોને વંદન કરું છું.અને સર્વ લોકમાં વિખ્યાત,મહાત્મા વ્યાસજીનો સંપૂર્ણ મત કહું છું.હે રાજા,આ મહાભારતની કથા સાંભળવા સુયોગ્ય છો,ગુરુની આજ્ઞા,જાણે મારા મનને ઉત્સાહ આપી રહી છે,

હે રાજન,કૌરવો અને પાંડવો વચ્ચે ભેદ કેમ પડ્યો,રાજ્યના નિમિત્તે જુગટું કેમ મંડાણું,પાંડવોને વનવાસ

 મળ્યો ને મનુષ્યોનો ઘાણ કાઢી નાખનારૂ યુદ્ધ થયું,એ બધું હવે હું તમને કહીશ.(1-5) 

પિતા (પાંડુ) મૃત્યુ પામ્યા,પછી,યુધિષ્ઠિર-આદિ પાંડવો વનમાંથી ઘેર આવ્યા,અને ટૂંક સમયમાં જ વેદશાસ્ત્રોમાં તથા ધનુર્વિદ્યામાં પારંગત થઇ ગયા.સત્ય,વીર અને ઓજસથી સંપન્ન અને નગરજનોમાં આદર પામેલા તે પાંડવોને જોઈને કૌરવોને આંખમાં ખૂંચવા લાગ્યું.ક્રૂર દુર્યોધને,કર્ણે અને શકુનિએ તેમને કેદ કરવા ને દેશવટે મોકલવા માટે વિવિધ ઉપાયો કરવા માંડ્યા.ને વિધવિધ ઉપાયોથી તેમને પીડવા લાગ્યા.એકવાર પાપી દુર્યોધને,ભીમને 

અન્નમાં ઝેર આપ્યું,પણ વીર ભીમ (વૃકોદર) તેને પચાવી ગયો.વળી,એકવાર,સુતેલા ભીમને બાંધીને,

તેને ગંગાજળમાં ફેંકી દીધો,પણ,જગતની સાથેજ ભીમ તે સર્વ બંધનોને તોડીને ઘેર આવ્યો.

ત્રીજીવાર,સુતેલા ભીમને મહાઝેરીલા સર્પો કરડાવ્યા છતાં તે વીર મરણ ન પામ્યો.


પાંડવો માટે કૌરવોએ,જે જે અપકાર્યો યોજ્યા,તેમાં પાંડવોને બચાવવામાં,તથા તેમના ઉપાયોને,

પાછા વાળવામાં,મહાત્મા વિદુર સદા પ્રયત્નવાન રહેતા.છેવટે,દુર્યોધને લાક્ષાગૃહ બનાવીને,

ધૃતરાષ્ટ્ર દ્વારા આજ્ઞા આપવીને પાંડવોને તે લાક્ષાગૃહમાં જવા વિદાય કર્યા,ત્યારે વિદુરજીએ,

યુક્તિ કરીને તેઓને લાક્ષાગૃહમાંથી બચાવ્યા અને મધરાતે પાંડવો વનમાં ભાગી ગયા/(6-20)


પછી,પાંડવો,માતા કુંતી સાથે,વારણાવત જઈને રહ્યા,રસ્તામાં ભીમસેનને હિડમ્બા મળી,કે જેનાથી તેને ઘટોત્કચ નામનો પુત્ર થયો,ત્યાર બાદ તેઓ એકચક્રા નામના નગરમાં બ્રાહ્મણનો વેશ લઈને ગયા,અને એક બ્રાહ્મણને 

ઘેર રહ્યા.ત્યારે ભીમે માણસખાઉં બક નામના રાક્ષસનો વધ કર્યો,ને નગરનું સંકટ ટાળ્યું.પછી,જયારે,

તેમણે જાણ્યું કે-પાંચાલ દેશમાં દ્રૌપદીનો સ્વયંવર થાય છે,ત્યારે તેઓ ત્યાં ગયા અને તેને પ્રાપ્ત કરી.

સ્વયંવરમાં ઓળખાઈ ગયેલા પાંડવો પાછા  હસ્તિનાપુરમાં આવ્યા.(21-31)


પછી,ધૃતરાષ્ટ્ર અને ભીષ્મની આજ્ઞાથી તેઓ ખાંડવપ્રસ્થ નગરમાં રાજ્ય કરવા ગયા,ત્યાં તે ઘણા વર્ષો રહ્યા 

અને પોતાના બાહુબળથી બીજા રાજાઓને વશ કરીને પોતાનું રાજ્ય ફેલાવ્યું.(22-32)

ભીમસેને પૂર્વ દિશા જીતી,અર્જુને ઉત્તર દિશા જીતી,નકુલે પશ્ચિમ અને સહદેવે દક્ષિણ દિશા જીતી.

પાંચ પરાક્રમી પાંડવોથી અને છઠ્ઠા સૂર્યથી પૃથ્વી જાણે છ સૂર્યવાળી થઇ (37-39)


કોઈ નિમિત્તથી,અર્જુન અગિયાર વર્ષ દશ માસ વનમાં ગયો ને પછી ક્યારે કે દ્વારકામાં કૃષ્ણ પાસે ગયો.

ત્યાં કૃષ્ણની બહેન સુભદ્રાને તેણે પત્ની તરીકે મેળવી.અને પછી,તે અર્જુને શ્રીકૃષ્ણની સાથે રહીને,

ખાંડવવનના અગ્નિને શાંત કર્યો.શ્રીકૃષ્ણ સાથે હોવાથી અર્જુનને કોઈ કાર્ય કઠિન જણાતું નહોતું.

અગ્નિએ,અર્જુનને ગાંડીવ ધનુષ્ય,અક્ષય બાણવાળા બે ભાતઃ અને એક કપિધ્વજ રથ આપ્યો.

ત્યાં અર્જુને મય નામના મહાઅસુરને બચાવ્યો,તેથી તે અસુરે દિવ્ય સંભાગૃહ બનાવી આપ્યું.


મૂર્ખ અને દુર્બુધ્ધિ દુર્યોધને આ સભા વિષે લોભ કર્યો,ને ઈર્ષાથી,શકુની સાથે રહીને,યુધિષ્ઠરને જુગટામાં છેતરાયો અને પાંડવોને બાર વર્ષ માટે વનવાસ અને એક વર્ષ કોઈ રાજ્યમાં અજ્ઞાતવાસ-એમ તેર વર્ષનો દેશવટો આપ્યો.

ચૌદમે વર્ષે પાછા આવીને,પાંડવોએ પોતાની સંપત્તિ માગી પણ તેમને તે ન મળી,એટલે યુદ્ધ થયું.

તે યુદ્ધમાં સર્વને મારીને,યુધિષ્ઠિરે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.ને પાંડવોનો જય થયો (47-53)

અધ્યાય-61-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE