Dec 16, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-045

 
અધ્યાય-૬૦-મહાભારતની કથાનો આરંભ 

II सौतिरुवाच II श्रुत्वा तु सर्पसत्राय दीक्षितं जनमेजय I अभ्यग्च्छदपिविद्वान कृष्णद्वैपायनस्तदा II १ II

સૂતજી બોલ્યા-જન્મેજયે,સર્પસત્રની દીક્ષા લીધી છે,એ સાંભળીને,વિદ્વાન ઋષિ કૃષ્ણદ્વૈપાયન (વ્યાસજી) ત્યાં  પધાર્યા,તેમને કાલી (મત્સ્યગંધા) નામની કન્યાએ,યમુના દ્વીપમાં શક્તિના પુત્ર પરાશરથી જન્મ આપ્યો હતો,

તે પાંડવોના પિતામહ હતા,ને જન્મતા ની સાથે જ પોતાના દેહને યથેચ્છ રીતે વિકસાવ્યો હતો.

તે મહાયશસ્વીએ વેદાંગો અને ઇતિહાસો સાથે વેદનું અધ્યયન કર્યું હતું,

તપમાં,વેદોંધ્યયનમાં,વ્રતોમાં,ઉપવાસોમાં,ને યજ્ઞમાં તેમને ચડી જઈ શકતું નથી.

તે વ્યાસજીએ,વેદને ચાર ભાગમાં વહેંચ્યા હતા,તે કવિ અને બ્રહ્મજ્ઞાની હતા,તે બ્રહ્મર્ષિ,સદાચારી અને 

સત્યવ્રતી હતા.તેમણે શાંતનુની સંતતિ વિસ્તારતાં,પાંડુ,ધૃતરાષ્ટ્ર અને વિદુરને ઉત્પન્ન કર્યા હતા.

આવા તે મહાત્મા,પોતાના શિષ્યો સાથે,જયારે જન્મેજયના યજ્ઞમંડપમાં આવ્યા ત્યારે,તેમણે.

ઋત્વિજોથી વીંટાઇને બેઠેલા,ને ઇન્દ્ર સમા શોભતા જન્મેજયને ત્યાં જોયો.(1-9)


રાજર્ષિ,જન્મેજય,તે ઋષિને પધારેલા જોઈ,પોતાની મંડળી સાથે ઉભો થયો અને ઋષિને સુવર્ણાસન 

આપ્યું.અને તેમની શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજા કરી,પૂજા સ્વીકારી વ્યાસજી પ્રસન્ન થયા.(10-19)

પછી,જન્મેજય તેમની નિકટમાં બેઠો અને તેમનું ક્ષેમકુશળ પૂછવા લાગ્યો.અને સર્વ સભાસદો સાથે રહી,

હાથ જોડીને તે જન્મેજયે,વ્યાસજીને પૂછ્યું કે- (15-17)


'હે દ્વિજશ્રેષ્ઠ,આપે કૌરવો અને પાંડવોને પ્રત્યક્ષ જોયા છે,તો તેમનાં ચરિત્ર આપ કહો.તે સાંભળવાની ઈચ્છા મને છે.મારા સર્વ પિતામહો,ક્રોધ-આદિથી રહિત હતા તો તેમની વચ્ચે ફાટફૂટ કેમ પડી? મારા તે પૂર્વજો વચ્ચે મહાભયંકર યુદ્ધ કેમ થયું હતું? આ સમગ્ર વૃતાંત મને યથાર્થતાથી કહો.


સૂતજી બોલ્યા-જન્મેજયનું વચન સાંભળીને વ્યાસજીએ,પોતાના શિષ્ય વૈશંપાયનને આજ્ઞા આપી કે-'પૂર્વે કુરુઓ અને પાંડવો વચ્ચે જે ફૂટ પડી હતી,તે વિષે તેં,મારી પાસેથી જે સાંભળ્યું છે,તે રાજાને કહે' ત્યારે વૈશંપાયને સભામાં,સર્વને કૌરવો અને પાંડવો વચ્ચેની ફૂટફાટ અને વિનાશનો ઇતિહાસ કહી સંભળાવ્યો.(18-24)

અધ્યાય-60-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE