અંશાવતરણ પર્વ
અધ્યાય-૫૯-મહાભારતની કથા કહેવા પ્રેરણા
II शौनक उवाच II भृगुवंशात प्रभृत्येय् त्वया मे कीर्तितं महत् I आख्यानमखिलं रात सौते प्रीतोSस्मि तेन ते II १ II
શૌનક બોલ્યા-હે સૂતજી,તમે મને ભ્રગુવંશથી માંડીને જે મહાન આખ્યાન સંપૂર્ણ રીતે સંભળાવ્યું,તેથી
હું પ્રસન્ન થયો છું,હું તમને ફરીથી વિનવું છું કે-તમે વ્યાસજીએ નિર્મેલી સર્વ કથાઓ મને યથાવત કહો.
તે પરમ દુષ્કર સર્પયત્રમાં,યજ્ઞકર્મના અવક્ષના સમયમાં,સભાસદોમાં,જે જે વિષયો પર આશ્ચર્યકારક
કથાઓ થઇ હોય,તે સર્વ હું સાંભળવા ઈચ્છું છું,તો તે યથાર્થ રીતે કહો (1-4)
સૂતજી બોલ્યા-કર્મના વચગાળામાં બ્રાહ્મણો વેદના આશ્રયવાળી કથાઓ કહેતા હતા,
ત્યારે વ્યાસજી તો,મહાભારતની આશ્ચર્યકારક આખ્યાનનું કીર્તન કરતા હતા.(5)
શૌનક બોલ્યા-જન્મેજયના પૂછવાથી,તે વ્યાસજીએ,પાંડવોનો જશ વધારનારૂ મહાભારતનું
જે આખ્યાન -વિધિપૂર્વક સંભળાવ્યું હતું,તે પુણ્યકથાને હું યથાવિધિ સાંભળવા ઈચ્છું છું.
તે મહર્ષિના મનરૂપી મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલી એ સર્વ રાતનભરી કથા મને કહો.(6-8)
સૂતજી બોલ્યા-વ્યાસજીને માન્ય એવું,તે મહાભારતનું મહાન અને ઉત્તમ આખ્યાન,હું તમને મૂળથી
માંડીને કહીશ,હે શૌનકજી,તમે તે સાંભળો,તે કહેતાં,મને પણ અત્યંત આનંદ ઉભરે છે.(9-10)
અધ્યાય-60-સમાપ્ત