અધ્યાય-૫૭-સર્પનામ કથન
II शौनक उवाच II ते सर्पा:सर्पसत्रेSस्मिन् पतिता हव्यवाहने I तेषां नामानि सर्वेषां श्रौतुमिच्छामि सूतज II १ II
શૌનક બોલ્યા-હે સૂતજી,તે સર્પસત્રમાં જે સર્પો અગ્નિમાં પડ્યા હતા તે સર્વેનાં નામ હું સાંભળવા ઈચ્છું છું.
સૂતજી બોલ્યા-તે સર્પયત્રમાં,હજારો,લાખો અને દશ દશ કોટી સર્પો હોમાઈ ગયા હતા,તે ઘણા હોવાથી તેમની
સંખ્યા ગણી શકાય તેમ નથી,તો પણ અગ્નિમાં જે મુખ્ય મુખ્ય સર્પો હોમાયા હતા,તેમનાં નામ સાંભળો.
વાસુકિના કુળમાં જન્મેલા અને માતાના શાપથી પરતંત્ર થયેલા,દિન એવા સર્પોના નામ પ્રથમ કહું છું.(2-5)
કોટિશ,માનસ,પૂર્ણ,શલ,પાલ,હલીમક,પિચ્છલ,કૌણપ,ચક્ર.કાલવેગ,પ્રકાલન,હિરણ્યબાહુ,શરણ,કક્ષક,અને
કાયદંતક-એ વાસુકિના નાગો અગ્નિમાં હોમાયા હતા.હવે તક્ષકના કુળમાં જન્મેલા નાગોના નામ કહું છું,
પુચ્છાડક,મડલક,પિંડસેકતા,રણેભક,ઉચ્છિક,શરભ,ભગ,બિલ્વતેજા,વિરોહણ,શિલી,શયકર,મૂક,સુકુમાર,પ્રયેપન,
મુદગર,શિશુરોમા,સૂરોમા,અને મહાહનુ-એ તક્ષકવંશી નાગો,અગ્નિમાં હોમાઈ ગયા હતા (6-11)
ઐરાવત કુળના,પારાવત,પાંડર,હરિણ,કૃશ,વિહંગ,શરભ,ભેદ,પ્રમોદન-આદિ સર્પો અગ્નિમાં પડ્યા હતા.
કૌરવવંશના,એરક,કુંડલ,વેણી,કુમારક,બાહુ,શ્રુંગવેર,પ્રાતર,આતક-આદિ સર્પો અગ્નિમાં હોમાઈ ગયા હતા.
ધૃતરાષ્ટ્ર કુળના,શકુકર્ણ,પિડરક,કુઠાર,મુખસેચક,પૂર્ણાગદ,પૂર્ણમુખ,પ્રહાસ,-આદિ સર્પો અગ્નિમાં હોમાયા હતા.
હે બ્રહ્મન,આ તો મુખ્ય નામો કહ્યા,એમના પુત્રો અને પુત્રોના પુત્રો પણ એ અગ્નિશિખામાં ઝપલાઈ ગયા હતા,
તેની તો ગણતરી જ થઇ શકે તેમ નથી.બીજા ત્રણ,સાત અને દશ માથાવાળા,કાલાગ્નિ જેવા ભયંકર
વિષધારીઓ હજારોની સંખ્યામાં,તે સર્પો,માતાના શાપથી પીડાઈને હોમાઈ ગયા હતા.(12-24)
અધ્યાય-57-સમાપ્ત