અધ્યાય-૫૬-આસ્તીકને વરદાન
II जनमेजय उवाच II वालोSप्ययं स्थविर इवावमापते नायं वालः स्थविरोSमतो मे I
इच्छाम्यहं वरमस्मै प्रदातुं तन्मे विप्राः संविदध्वं यथावत II १ II
જન્મેજય બોલ્યા-હે વિપ્રો,બાળક હોવા છતાં,આ તો વૃદ્ધની જેમ બોલે છે,મારા અભિપ્રાય મુજબ
તે વૃદ્ધ જ છે.હું તેને વરદાન આપવા માગું છું,તમે વિચાર કરીને કહો.
સભાસદો બોલ્યા-બ્રાહ્મણ,બાળક હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ,વળી તે વિદ્વાન હોય તો
તેને વિશેષ સન્માન ઘટે છે,તેથી તમારા તરફથી તેની સર્વ કામનાઓ પુરી થવા યોગ્ય જ છે.
પણ,તે પહેલાં,આપણે એવું કરો કે જેથી તક્ષક,ઝટ આવી પડે.(1-2)
તે પછી,વરદાન આપવાની ઈચ્છાવાળા રાજા,જ્યાં બ્રાહ્મણને 'વરદાન માગ' એમ કહેવા તૈયાર થયા,
ત્યારે,ત્યારે,એક અપ્રસન્નચિત્ત,હોતાએ કહ્યું કે-આ યજ્ઞકર્મમાં,જ્યાં સુધી તક્ષક આવે નહિ,ત્યાં સુધી તમે
વરદાન આપશો નહિ.(3) જન્મેજય બોલ્યા -આ મારુ કામ સમાપ્ત થાય અને તક્ષક આવે,
એવો તમે પરમ શક્તિથી પ્રયત્ન કરો,કેમ કે તે જ મારો શત્રુ છે.
ઋત્વિજો બોલ્યા-હે રાજન,અમારા મંત્રોના દેવતાઓ અને અગ્નિ અમને જે કહે છે,
તે પ્રમાણે,તક્ષક ભયનો માર્યો ઇન્દ્રના ભવનમાં ભરાયો છે.(4-5)
ત્યારે,રક્તનેત્ર નામના મહાત્માએ કહ્યું કે-બ્રાહ્મણો કહે છે તે સાચું છે,પૂર્વકાળના વૃતાંત પરથી
હું કહું છું કે-ઇન્દ્રે,તક્ષકને વરદાન આપ્યું છે કે-'તું મારી પાસે સંતાઈને રહે, તને અગ્નિ નહિ બાળે'
સાંભળીને,દીક્ષિત રાજા જન્મેજય તપી ઉઠ્યો.ને તેણે હોતાઓને પ્રેરણા કરી,એટલે,હોતાઓએ પ્રયત્નપૂર્વક મંત્રોચ્ચારોથી તક્ષકનું આવાહન કર્યું.ત્યારે,ઇન્દ્ર,વિમાનમાં બેસી ત્યાં આવ્યો,તેના ઉપરણામાં સંતાઈને
બેસેલા,ને ભયથી ઉદ્વેગ પામેલા,તક્ષકનાગને જરાયે શાંતિ નહોતી.પછી,ક્રોધવશ થયેલા,અને તક્ષકનો અંત
ઇચ્છતા,રાજાએ મંત્રવેત્ત-ઓને કહ્યું-તક્ષકનાગ,જો ઇન્દ્રને શરણે છે,તો તેને ઇન્દ્રની સાથે અગ્નિમાં હોમી દો
રાજા જન્મેજયે આમ આજ્ઞા આપી,એટલે હોતાએ ત્યાં રહેલા તક્ષકનું આવાહન કર્યું,ત્યારે વ્યાકુળ થયેલો,
તક્ષક ઇન્દ્રની સાથે ક્ષણમાં જ દેખાયો.તે વખતે ઇન્દ્ર પોતે પણ,તે યજ્ઞને જોઈને ભય પામ્યો,અને,
પોતે ભય પામીને,તક્ષકને છોડીને પોતાના ઇંદ્રભુવનમાં ચાલ્યો ગયો (6-14)
ઇન્દ્ર ચાલ્યો ગયો,એટલે મંત્રશક્તિથી પરવશ થઈને,તક્ષક અગ્નિની જ્વાળા નજીક આવવા લાગ્યો.
ત્યારે ઋત્વિજો બોલ્યા-',હે રાજા,તમારું કર્મ વિધિવત ચાલે છે,એટલે આ દ્વિજને તમે વરદાન આપી શકો છો'
ત્યારે,જન્મેજય,આસ્તીકને કહેવા લાગ્યા કે-હું તને વરદાન છું,તારા હૃદયમાં તું જે ઈચ્છતો હોય તે માગી લે,
તે આપી શકાય એવું ન હોય તો પણ,હું તને આપીશ.
નાગરાજ તક્ષક હોમવાની તૈયારીમાં જ હતો,ત્યારે 'આ જ તક છે' એમ માની આસ્તીક બોલ્યો-'હે રાજા તમે મને વરદાન આપો જ છો,તો હું માંગુ છું કે-તમારો આ સત્ર અટકી જાઓ,એમાં હવે સર્પોને ન હોમો'
જન્મેજયે કહ્યું કે-હે બાળક,હું તને બીજું સોનુ,રૂપું,ગાય કે બીજું જે માગે તે આપું,પણ આ સત્ર અટકે નહિ(15-23)
આસ્તિકે કહ્યું-હે રાજન,મારે બીજું કશું જોઈતું નથી,પણ આ સત્ર અટકે તો મારા મોસાળ પક્ષનું કલ્યાણ થાય.
વારંવાર લોભાવવા છતાં,આસ્તીક અચળ રહ્યો,ત્યારે,સભાસદોએ રાજાને કહ્યું કે-
'હે રાજન,આ બ્રાહ્મણને તેને માગેલું,વરદાન આપવા ઘટે છે' (24-27)
અધ્યાય-56-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE