Dec 9, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-039

 

અધ્યાય-૫૪-સર્પસત્રમાં આસ્તીકનું આગમન 


II सौतिरुवाच II तत आहूय पुत्रं स्वं जरत्कारुर्भुजंगमा I वासुकेर्नागराजस्य वचनादिद मव्रतित  II १ II

નાગરાજ વાસુકિનાં વચન સાંભળીને,નાગિની જરત્કારુએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે-,મારા ભાઈએ,મને,

તારા પિતાને  નિમિત્તે લગ્નમાં આપી હતી,તેનો વખત હવે આવી ગયો છે,તો તું યથાર્થ કર.

આસ્તીક બોલ્યો-'મામાએ શા નિમિત્તે લગ્નમાં આપી હતી તે તું  યથાવત મને કહે,પછી હું યથાયોગ્ય કરીશ.

પછી,ભાઈનું હિત ઈચ્છતી,તે જરત્કારુએ,કદ્રૂના શાપની, વાસુકિની કથા કહી સંભળાવી,અને માતાના શાપથી,

 મુક્ત થવા માટે વાસુકિને બ્રહ્માજીએ કહેલી વાણી કહી કે-જરત્કારુ ઋષિ,વાસુકિની બહેન જરત્કારુ સાથે 

પરણશે અને  બ્રાહ્મણ પુત્ર જન્મશે તે સર્પોને માતાના શાપથી છોડાવશે.

માતા,પુત્રને કહે છે કે-બ્રહ્માના વચન મુજબ,તારા મામાએ મને તારા પિતાને લગ્નમાં આપી હતી.

સર્પ વિનાશના  પહેલાં જ તેં મારા ગર્ભમાં જન્મ લીધેલ છે. પણ હવે એ વિનાશકાળ આવી ગયો છે,

તો તારે અમને અગ્નિથી રક્ષવા જોઈએ.તારા પિતાને અપાયેલ મારુ અર્પણ અફળ ન થાઓ.


માતાએ આ પ્રમાણે કહ્યું,એટલે,આસ્તીકે માતા અને વાસુકિને સાંત્વન આપતા કહ્યું કે-હું તમને સાચું કહું છું કે-

હું તમને તે શાપમાંથી છોડાવીશ.તમારું જેમ હિત થાય તેમ હું પ્રયત્ન કરીશ.હું,યજ્ઞની દીક્ષા પામેલા તે 

રાજા જન્મેજય પાસે જઈશ,અને મંગલયુક્ત વચનોથી તેમને પ્રસન્ન કરીશ.તેથી તે રાજા યજ્ઞમાંથી નિવૃત્ત થશે.

મારાથી આ સંભવિત છે,એટલે તમે એમ ન માનતા કે તમારી આશા કદાચ મિથ્યા થાય (1-23)


વાસુકિ બોલ્યો-હે આસ્તીક,પીડા પામેલો હું ડોલા ખાઉં છું,મારુ હૃદય ફાટે છે,મને દિશા સૂઝતી નથી.

આસ્તીક બોલ્યો-હે સર્પશ્રેષ્ઠ,તમે સંતાપ ન કરો,ભડભડતી આગને કારણે થયેલા ભયને હું નાશ પમાડીશ,

કાલાગ્નિ જેવા,તેજસ્વી અને અતિ ભયંકર બ્રહ્મદંડનો હું નાશ કરીશ,તમે ચિંતા ન કરો (24-26)


સૂતજી બોલ્યા-પછી,વાસુકિના મનનો ઘોર સંતાપ દૂર કરીને,તેમ જ તેમનો બોજ પોતાને માથે ચડાવીને,

તે આસ્તિક,જન્મેજયના યજ્ઞસ્થાને જવા નીકળ્યો.ત્યાં જઈ,તેણે અનુપમ એવું યજ્ઞસ્થન જોયું,પણ,

તેને દ્વારપાળોએ અંદર પ્રવેશ કરતાં રોક્યો.ત્યારે પ્રવેશ કરવાને ઇચ્છતા,તે પરમ તપસ્વીએ,

યજ્ઞની,રાજાની,ઋત્વિજોની અને સભાસદોની સ્તુતિ કરવા માંડી.(27-30)

અધ્યાય-54-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE