અધ્યાય-૫૨-સર્પોનો હોમ
II सौतिरुवाच II ततः कर्म प्रववृत्ते सर्पसत्रविधानत: I पर्यक्रामंश्च विधिवत स्वे स्वे कर्मणि याजकाः II १ II
સૂતજી બોલ્યા-પછી,સર્પસત્રના વિધાન મુજબ,કર્મની પ્રવૃત્તિ શરુ થઇ,ને યાજક લોકો યથાવિધિ પોતપોતાના કર્મોમાં લાગી ગયા,ધુમાડાથી જેમની આંખો લાલ થઇ છે એવા,તે ઋત્વિજો,કાળા વસ્ત્રોના ઉપરણો ઓઢીને,વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે પ્રદીપ્ત અગ્નિમાં આહુતિ ચડાવવા લાગ્યા.પછી,સઘળા સર્પોના નામ દઈને,
અગ્નિના મોંમાં હોમવા માંડ્યા ત્યારે,હીન શબ્દોથી એકબીજાને બોલાવતા,તરફડિયાં મારતા,ફેણ પ્રસારીને,
પૂંછડાં તરફથી,એકબીજાને વીંટી વળતા તે સર્પો,ભડભડતા અગ્નિમાં આવીને પડવા લાગ્યા.
એમાંના કોઈ કાળા,કોઈ ધોળા તો કોઈ કાબરચીતરા હતા.કોઈ જુવાન તો કોઈ વૃદ્ધ હતા,સૌ ચિચિયારીઓ પાડતા હતા ને અગ્નિમાં હોમાતા હતા.ગાયના કાં જેવડા સાપોથી માંડીને કોશ અને જોજન લાંબા સર્પો,
એ અગ્નિમાં પૂરવેગે આવીને ઉપરાઉપરી પડતા હતા.આ રીતે સેંકડો,હજારો,લાખો અને દશ કરોડો સર્પો,
પરવશ થઈને તે અગ્નિમાં નાશ પામ્યા હતા.આમ,જેઓ દુષ્ટ અને બળિયા હતા,તે બધા સર્પો,
માતાના શાપદંડથી પીડાઈને અગ્નિમાં હોમાઈ ગયા.(1-11)
અધ્યાય-52-સમાપ્ત
અધ્યાય-૫૩-વાસુકિનાં વચન
II शौनक उवाच II सर्पसत्रे तदा राज्ञः पाण्डवेयस्य धीमतः I जनमेजयस्य के त्वासऋत्विजः परमर्पय: II १ II
શૌનક બોલ્યા-પાંડવવંશી તે બુદ્ધિમાન રાજા જનમેજયના સર્પસત્રમાં,તે વખતે,કોણ મહર્ષિ ઋત્વિજો હતા?
કોણ સભાસદો હતા અને સર્પયજ્ઞની વિધી જાણનારા કોણ શ્રેષ્ઠ હતા? તે વિસ્તારથી કહેવાની કૃપા કરો (1-3)
સૂતજી બોલ્યા-તે વખતે,રાજાના યજ્ઞમાં,ચ્યવન વંશના ચંડભાર્ગવ ત્યાં 'હોતા' થયા હતા,વિદ્વાન બ્રાહ્મણ કૌત્સ ત્યાં 'ઉદઘાતા' થયા હતા,બ્રહ્મા નામના ઋષિ 'ઋત્વિજ' થયા હતા,તથા પિંગલ મુનિ ' અધ્વર્યુ' થયા હતા.
શિષ્યો સાથે આવેલા વ્યાસમુનિ,ઉદ્દાલક,પ્રમતક,શ્વેતકેતુ,અસિત,દેવલ,નારદ-વગેરે સભાસદો થયા હતા (4-10)
એ સર્પસત્રના મહાયજ્ઞમાં જયારે ઋત્વિજોએ સર્પોની આહુતિ ચડાવવા માંડી,ત્યારે તે સર્પોના મેદ- મજ્જાના રસની નદીઓ વહેવા લાગી,ને તેની દુર્ગંધ ચારે તરફ ફેલાવા લાગી.'જન્મેજયે સર્પયત્રની દીક્ષા લીધી છે'
તે સાંભળી નાગરાજ તક્ષક ઇન્દ્રને શરણે ગયો.ઇન્દ્રે કહ્યું-'હે તક્ષક,સર્પયત્રથી કેમેય ભય નથી,મેં તારા માટે
બ્રહ્માજીને અગાઉથી જ પ્રસન્ન કર્યા છે,તું તારી માનસિક ચિંતાને દૂર કર' (11-17)
તરફથી આશ્વાસન પામીને તે તક્ષક,આનંદથી ઇંદ્રભુવનમાં રહ્યો.હવે,સર્પોનો વિનાશ થતો જોઈ વાસુકિ
અતિ અને પોતાની બહેન જરાત્કારુને કહેવા લાગ્યો કે-હે બહેન,મારાં અંગો બળી રહ્યાં છે,મને કોઈ દિશા સુઝાઈ
પડતી નથી,હૃદય અત્યંત ફાટે છે,ને અવશ એવું હું પેલી ભડભડતી આગમાં પડી જઈશ,એમ લાગે છે.
હે બહેન,જે હેતુ માટે તને જરત્કારુ સાથે પરણાવી હતી,તે હેતુ સાધવાનો સમય આવી ગયો છે,
તારો પુત્ર આસ્તીક જ આ યજ્ઞને રોકી શકશે,માટે તું તેને કહે,અને અમને બચાવ.(18-30)
અધ્યાય-53-સમાપ્ત