અધ્યાય-૫૧-સર્પસત્રનો આરંભ
II सौतिरुवाच II एवमुक्त्वा ततः श्रीमान्मंत्रिभिश्वानुमोदितः I आरुरोह प्रत्तिज्ञां स सर्पसत्राय पार्थिवः II १ II
સૂતજી બોલ્યા-એ પ્રમાણે કહ્યા પછી,મંત્રીઓથી અનુમોદન પામેલા એવા રાજાએ સર્પસત્ર માટે પ્રતિજ્ઞા કરી.
પછી,રાજાએ ઋત્વિજો અને પુરોહિતોને બોલાવીને કહ્યું કે-જે દુરાત્મા તક્ષકે મારા પિતાને મારી નાખ્યા છે,
તેનો બદલો હું કેવી રીતે લઉં? તમે એવું કોઈ કર્મ જાણો છો કે -જેથી હું તે તક્ષક અને તેનાં સગાવહાલાંને ભડભડતા અગ્નિમાં નાખી શકું? હું તે સર્વ પાપી સર્પોને બાળી નાખવા ઈચ્છું છું.(1-6)
ઋત્વિજો બોલ્યા-હે રાજન,દેવોએ તમારા માટે,એક મહાયજ્ઞ નિર્મ્યો છે,પુરાણમાં તે સર્પસત્ર તરીકે ઓળખાય છે,
તમારા સિવાય બીજો કોઈ પણ,આ યજ્ઞ કરવાને શક્તિમાન નથી,અમે યજ્ઞની વિધિ જાણીએ છીએ (6-8)
સૂતજી બોલ્યા-પછી,તે રાજાએ,તે મંત્રવેત્તા બ્રાહ્મણોને કહ્યું કે-'હું તે સર્પસત્ર કરીશ,તમે તેની તૈયારી કરો'
ત્યાર બાદ,તે સર્વ ઋત્વિજોએ,યજ્ઞસ્થાન માટે શાસ્ત્રપૂર્વક જગા માપી,અને વિધિપૂર્વક યગ્નસ્થાનનું નિર્માણ કર્યું.
પછી,સર્પસત્રની ફળપ્રાપ્તિ માટે રાજાને દીક્ષા આપવામાં આવી.પણ સર્પસત્ર શરુ થતાં પહેલાં વિઘ્ન કરનાર
એક નિમિત્ત ઉભું થયું.એક બુદ્ધિમાન,વાસ્તુવિદ્યામાં પારંગત એવા એક પૌરાણીકે કહ્યું કે-
'જે દેશ અને કાળમાં આ યજ્ઞનું નિર્માણ થઇ રહ્યું છે,તે જોતાં મને લાગે છે કે-કોઈ બ્રાહ્મણને કારણે
આ યજ્ઞ પૂરો થશે નહિ' રાજાએ આ વાત સાંભળીને દ્વારપાલને આજ્ઞા કરી કે-
'કોઈ પણ અજાણ્યા વ્યક્તિને અહીં પ્રવેશ કરવા દેવો નહિ' (9-18)
અધ્યાય-51-સમાપ્ત