અધ્યાય-૫૦-જન્મેજય અને મંત્રીઓનો સંવાદ
II मंत्रिण उचुः II ततः स राज राजेन्द्र स्कन्धे तस्य भुजङ्गमम् I मुनेः क्षुत्क्षाम आसज्य स्वपुरं प्रपयौ पुनः II १ II
મંત્રીઓ બોલ્યા-હે રાજેન્દ્ર,ભૂખથી વ્યાકુળ થયેલા,તે રાજા,મુનિના ખભા પર સર્પ નાખીને,પોતાના નગરમાં પાછા ફર્યા,
તે ઋષિને,ગાયના ગર્ભમાંથી જન્મેલ,શૃંગી નામનો પુત્ર હતો,તેણે પોતાના મિત્ર પાસેથી સાંભળ્યું કે-
પરીક્ષિત રાજાએ તેના પિતાનું અપમાન કર્યું છે,ત્યારે,શૃંગીએ ક્રોધમાં આવી,હાથમાં પાણી લીધું,અને તમારા
પિતાને શાપ આપ્યો કે-જેણે મારા પિતા પર મરેલો શાપ નાખ્યો છે,તેને આજથી સાતમા દિવસે,
તક્ષકનાગ,કરડશે,અને તેનો જીવ લેશે.(1-16)
ત્યાર પછી,શૃંગી,પોતાના પિતા શમીક ઋષિ પાસે ગયો,અને તેમને પોતાના શાપની વાત કહી.
ધીરજવાન ઋષિ શમીકે,તેનો વિરોધ કર્યો ને પોતાના ગૌરમુખ નામના શિષ્યને તમારા પિતા પાસે મોકલી,
તેમને શાપ વિષે વાકેફ કર્યા, ને તેમને તક્ષક નાગથી સાવધ રહેવાનું સૂચવ્યું,ત્યારે તમારા પિતા સાવધ થઇ ગયા,
સાતમો દિવસ આવતાં,બ્રહ્મર્ષિ કાશ્યપ,રાજાને નિર્વિષ કરવા માટે જતા હતા ત્યારે,રસ્તામાં તક્ષકે આવી કહ્યું કે-
હે બ્રહ્મન,રાજાનું જીવન પૂરું જ થયેલું છે,ને મારા ડસ્યા પછી,તે જીવતા રહેવાના નથી, મારી અદ્ભૂત શક્તિને જુઓ,
એમ કહી તેણે,એક ઝાડને ડંશ દીધો એટલે તે ઝાડ,ભડભડ બળવા લાગ્યું.(17-23)
ત્યારે કાશ્યપે,પોતાની મંત્રશક્તિથી તે ઝાડને જીવતું કર્યું.પછી,તક્ષકે તેને ધનથી લોભાવ્યો.
ત્યારે,તે બ્રાહ્મણ,રાજા કરતાં એ વધુ ધન મળવાથી,ત્યાંથી પાછો ફર્યો.
પછી,તક્ષક,કપટ-રૂપ લઈને પાસે ગયો,અને મહેલમાં બેઠેલા એવા તેમને,તેણે,ઝેરની આગથી બાળી નાખ્યા,,
હે જન્મેજય રાજા,આ સર્વ,જેવું અમે જોયું અને સાંભળ્યું તેવું તમને કહ્યું,હવે તમને યોગ્ય લાગે તે કરો.
જન્મેજય બોલ્યા-તક્ષક અને કાશ્યપનું આ આશ્ચર્યકારક વૃતાંત તમને કોણે કહ્યું? સાચે જ,કાશ્યપ વડે, પિતાનું ઝેર ઉતરી
જાત,પણ એ નીચ-પાપાત્મા,સર્પે વિચાર્યું હશે કે,'જો આ બ્રાહ્મણ,મારાથી ડસેલ,રાજાને જીવાડશે,તો
હું નિર્વીર્ય ઝેર-વાળો છું,એવી-લોકમાં પોતાની હાંસી થશે,' અને એથી જ તેણે બ્રાહ્મણને પ્રસન્ન કર્યો હશે.
આથી,હું ઉપાય કરીને તે નાગને જરૂર યાતના આપીશ.પણ પહેલાં તમે મને કહો કે-નાગરાજ અને કાશ્યપ વચ્ચે
જે સંવાદ થયો હતો,તે કોને સાંભળ્યો હતો,અને તે વૃતાંત કોણેજોયું હતું? ને તે ક્યાંથી સાંભળ્યું?
તે સાંભળ્યા પછી જ હું તે સર્પના વિનાશ માટે વિચાર કરીશ (33-40)
મંત્રીઓ બોલ્યા-,હે રાજા,જ્યાં આ વૃતાંત થઇ રહ્યું હતું,તે ઝાડ પર એક મનુષ્ય,ઈંધણાં માટે સુકાયેલ ડાળને,
શોધી રહ્યો હતો,અને જયારે કાશ્યપે તે જ ઝાડને બાળ્યું,ત્યારે તેનીસાથે તે મનુષ્ય પણ બળી ગયો હતો,
ને તે બ્રાહ્મણના પ્રભાવે,તે ઝાડ જીવતું થયું ત્યારે તે મનુષ્ય પણ જીવતો થયો હતો,તેણે અહીં આવીને,
અમને,ટંકશાક અને બ્રાહ્મણનું સર્વ વૃતાંત કહ્યું હતું,હવે આપને જે યોગ્ય લાગે તેમ કરો.(41-46)
સૂતજી બોલ્યા-મંત્રીઓના આવા વચન સાંભળી,જન્મેજય દુઃખી થયો,ક્રોધથી હાથ ઘસવા લાગ્યો,
ને આંસુ સારવા લાગ્યો.પછી થોડીક વારે રાજાએ પોતાના આંસુ લુછ્યા ને ધ્યાન ધરીને,ક્રોધયુક્ત થઈને
તેણે સર્વ મંત્રીઓને કહ્યું કે-'મારા પિતાના પરલોકવાસના સંબંધમાં તમે જે કહ્યું,તે પરથી હું એવા નિર્ણય પર આવ્યો છું કે-
જેણે શ્રુંગીને નિમિત્ત બનાવી મારા પિતાનો નાશ કર્યો છે તે દુરાત્મા તક્ષકને તત્કાળ,બદલો તો આપવો જ જોઈએ,
તેની દુષ્ટતા કેવી કે-તેણે કાશ્યપને પાછો વાળ્યો,નહીંતર મારા પિતા તે કાશ્યપના મંત્રથી જીવતા રહ્યા હોત,
તે તક્ષકના મહા અપરાધનો હું બદલો લઈશ,(46-58)
અધ્યાય-50-સમાપ્ત