Dec 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-034

 

અધ્યાય-૪૬-વાસુકી અને જરાત્કારુનો સમાગમ 


II सौतिरुवाच II एतच्छ्रुत्वा जरत्कारुभृशं शोकपरायणः I उवाच तान् पित्रुन्दुःखाद्वाष्पसंदिग्धया गिरा II १ II

સૂતજી બોલ્યા-પિતૃઓની વાત સાંભળી,જરત્કારુ શોક્ગ્રસ્ત થાય,ને ગદગદિત થઇ કહેવા લાગ્યો કે-

'આપ બધા મારા પિતૃઓ છો,તો મારે આપનું પ્રિય કરવાની ઇચ્છાએ શું કરવું જોઈએ? 

હું જ આપનો અપરાધી પુત્ર જરત્કારુ છું,હું કૃતઘ્ની અને દુષ્ટકર્મી  છું,આપ મને શિક્ષા કરો (1-3)

પિતૃઓ બોલ્યા-એ અમારું સદ્ભાગ્ય છે કે તું અહીં આવ્યો,હે બ્રહ્મન,તેં પત્ની કેમ નથી કરી?

જરત્કારુ બોલ્યો-મેં મનમાં નક્કી કર્યું હતું કે-ઉર્ધ્વરેતા રહી (બ્રહ્મચર્ય પાળી) આ શરીરને સ્વર્ગ અપાવું,

પણ,આપને અહીં આમ આપત્તિમાં જોઈને,હું મારી બુદ્ધિને બ્રહ્મચર્યમાંથી પાછી વાળું છું,હું તમારું પ્રિય કાર્ય કરીશ અને લગ્ન કરીશ.પણ,જો મને મારા જ નામવાળી (જરત્કારુ નામવાળી) કન્યા,મને ભિક્ષાની જેમ,

પોતાની મેળે જ કોઈ આપશે,અને જો મારે તેનું પોષણ કરવાનું નહિ હોય,તો જ હું તેનો સ્વીકાર કરીશ,


સૂતજી બોલ્યા-હે શૌનક,પિતૃઓને આમ કહી,તે મુનિ ફરી પૃથ્વી પર ફરવા લાગ્યા,પણ તેમને કોઈએ કન્યા 

આપી નહિ,એટલે કંટાળીને તેઓએ વનમાં મોટેથી કહ્યું કે-'હું,મારા જ નામની કન્યાની યાચના કરું છું,

જે મને ભિક્ષાની જેમ મળે તેમ હોય અને જેનું મારે પોષણ કરવાનું ન હોય તેવી કન્યા મને આપો'

ત્યારે જરત્કારુની શોધ માટે રાખવામાં આવેલ સર્પોએ તે વાત સાંભળી,ને તે સમાચાર વાસુકિને આપ્યા.

ત્યારે,વાસુકિ,પોતાની,જરત્કારુ નામની બહેનને લઇ ત્યાં આવ્યો ને તે જરત્કારુને,ભિક્ષારૂપે અર્પણ કરી (23)

અધ્યાય-46-સમાપ્ત 


અધ્યાય-૪૭-જરાત્કારુનું લગ્ન અને ફરી વનપ્રસ્થાન 

II सौतिरुवाच II वासुकिस्त्वव्रविद्वाक्यं जरत्कारुमृपिं तदा I सनांनि तव कन्य्येयं स्वस मे तपसान्विता II १ II

સૂતજી બોલ્યા-ત્યારે વાસુકિએ જરત્કારુ ઋષિને કહ્યું-આ તપસ્વિની કન્યા,મારી બહેન છે,તેનું નામ આપના નામે જ છે,તેનો,આપ ભાર્યારૂપે સ્વીકાર કરો,હુંતેનું ભરણપોષણ કરીશ,ને તેનું રક્ષણ કરીશ,તે તમારા માટે જ છે.

ઋષિ બોલ્યા-એણે મારુ અપ્રિય કરવું નહિ,તેમ છતાં જો તે એમ કરે તો હું તેનો ત્યાગ કરીશ (1-4)


વાસુકિએ જયારે વચન આપ્યું,ત્યારે તે ઋષિએ,વિધિ-મંત્રપૂર્વક તે કન્યાનું પાણિગ્રહણ કર્યું.જરત્કારુએ પોતાની પત્નીને પોતાની સર્વ શરતો ફરીથી કહી સંભળાવી,પત્નીએ તે સ્વીકારી,ને સ્વામીની સેવા કરવા લાગી.(5-12)

સમય જતાં,તે વાસુકિની બહેનને અત્યંત તેજસ્વી ગર્ભ રહ્યો.ને શુક્લપક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો ગયો.

એક વખત,ઋષિ,પત્નીના ખોળામાં માથું રાખીને સુતા હતા,સંધ્યા થવા આવી હતી,પણ ઋષિ જાગ્યા નહિ,

એટલે,પત્નીએ તેમને રૂડા શબ્દોથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો,ત્યારે ઋષિ ક્રોધે ભરાયા ને બોલ્યા-


'હે નાગિની,તેં મારુ અપમાન (અપ્રિય) કર્યું છે,હવે હું તારી સાથે નહિ રહું.હું સુઈ રહ્યો હોઉં,ત્યારે સૂર્યની એવી શક્તિ નથી કે તે યથાકાળે આથમી શકે,શરત મુજબ હું મારી ઈચ્છા પ્રમાણે ચાલ્યો જઈશ (13-28)

જરત્કારુ બોલી-'હે સ્વામી,મેં આપનું અપમાન કરવાના ઈરાદાથી જગાડ્યા નથી,આપના ધર્મનો લોપ ન થાય 

એ માટે જ મેં આમ કર્યું છે' ત્યારે ઋષિએ કહ્યું કે-મારી વાણી જુથથી થાય જ નહિ,હું અહીંથી જઈશ,મારા અહીંથી ગયા પછી,તારા ભાઈને કહેજે કે-ઋષિ ચાલ્યા ગયા છે,ને મારા જવાથી તું શોક કરીશ નહિ (29-33)


ચિંતા અને શોકમાં ડૂબેલી,તે જરત્કારુ સુંદરીએ ધૈર્ય ધારણ કરી કહ્યું કે-હે મહાત્મા,મને નિર્દોષને ત્યજવી યોગ્ય નથી,જે હેતુથી મારું ડેન કરવામાં આવ્યો છે,તે હેતુ હજી મને સાંપડ્યો નથી,માતાના શાપથી પરાભવ પામેલા,

મારા બંધુઓએ આપનાથી મારામાં બાળકની ઈચ્છા રાખી હતી,તે હજુ થયો નથી (34-41)

ઋષિ બોલ્યા-'તારો.જે આ ગર્ભ ધારણ કરેલ છે,તે અગ્નિ જેવો તેજસ્વી,ને પરમ ધર્માત્મા છે,તું ચિંતા કરીશ નહિ'

આમ કહી,તે જરત્કારુ ઋષિ,કઠોર તપનો નિશ્ચય કરી,ત્યાંથી ચાલી નીકળ્યા (42-44)

અધ્યાય-47-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE