અધ્યાય-૪૧-શૃંગીએ,પરીક્ષિત રાજાને આપેલ શાપ
II सौतिरुवाच II एवमुक्तः स तेजस्वी शृङ्गी कोपसमन्वितः I मृतधारं गुरुं श्रुत्वा पर्यतप्यत मन्युना II १ II
સૂતજી બોલ્યા-(પોતાના મિત્ર) કૃશ દ્વારા મળેલ માહિતી મુજબ,પોતાના પિતાના ખભા પર,મૃત સર્પ મુકવાની,વાત સાંભળીને,શૃંગી અત્યંત રોષે ભરાઈને ક્રોધવાળો થયો,તેણે કૃશને,આ પ્રસંગ વિષે વધુ માહિતી માગી,ત્યારે.
કૃશે કહ્યું કે-રાજા પરીક્ષિત,શિકારની પાછળ દોડતા આવ્યા હતા,અને તેમણે મૃત સર્પ તેમના ખભા પર મુક્યો હતો.ત્યારે શૃંગીએ પૂછ્યું કે-મારા પિતાનો શો અપરાધ હતો? રાજાએ હજુ મારી તપસ્યાનું બળ જોયું નથી (1-4)
કૃશે કહ્યું કે-જયારે પરીક્ષિતે,અલોપ થયેલા મૃગ (શિકાર) વિષે તારા પિતાને વારંવાર પૂછ્યું,
પણ મૌનવ્રતમાં રહેલા તારા પિતાએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ,ત્યારે પરીક્ષિતે,રોષમાં આવીને
તારા પિતાના ખભા પર,પાસે પડેલો મૃત સર્પ મુક્યો હતો,તારા વ્રતપરાયણ પિતા તો હજી એજ દશામાં છે,
ને પરીક્ષિત પોતાના રાજ્યમાં (હસ્તિનાપુરમાં) પાછો ગયો છે.(5-9)
સૂતજી બોલ્યા-પોતાના પિતાના ખભા પર મરેલો સાપ છે,એવું સાંભળી,ક્રોધથી શૃંગીએ,પરીક્ષિતને શાપ આપ્યો કે-બ્રાહ્મણ ઋષિનું અપમાન કરનાર,તે રાજાને આજથી સાતમે દિવસે તક્ષકનાગ કરડશે,ને તે મૃત્યુ પામશે.
શાપ આપ્યા પછી,તે પોતાના પિતાને મળવા ગયો,ને પિતાની હાલત જોઈને ફરી ક્રોધિત થયો,ને દુઃખથી,આંસુ પાડતાં તેણે,પિતાને કહ્યું કે-એ અધમ રાજાને આજથી સાતમે દિવસે તક્ષક નાગ કરડશે તેવો મેં શાપ આપ્યો છે.
ત્યારે પિતા શમીક ઋષિએ,પુત્ર શૃંગીને,કહ્યું કે-બેટા,તેં આ શાપ આપ્યો તે મને પ્રિયકર્તા નથી,આપણે તે રાજાના દેશમાં રહીએ છીએ,ન્યાયપૂર્વક તેણે આપણું પાલન કર્યું છે,તેનું ભૂંડું કરવું મને ગમે નહિ,રાજા,ભલે,
ભૂલથી અયોગ્ય રીતે વર્તે,છતાં પણ આપણે તો તેને સદા,ક્ષમા જ આપવી જ ઘટે છે.
રાજા,રાજ્યનું રક્ષણ કરે છે,તો જ આપણે સુખપૂર્વક ધર્માનુષ્ઠાન કરી શકીએ છીએ,
એ ભૂખ-ત્રાસથી પીડાતા ને વ્યાકુળ થયેલા રાજાને મારા મૌનવ્રતની જાણ નહોતી,તેથી જ તેણે આમ કર્યું છે.
રાજા,મનુષ્યોનો પાલક-પોશાક છે,ને તે ડૅશ ક્ષૌત્રીય બ્રાહ્મણોની બરાબર છે,એમ મનુએ કહ્યું છે.
બેટા,નાદાનીમાં,રોષે ભરાઈને આ (શાપ આપવાનું) દુષ્કૃત્ય,એકદમ શા માટે કર્યું?
આપણે,તે રાજાને કોઈ પણ પ્રકારે શાપ આપવો જોઈએ નહિ (10-34)
અધ્યાય-41-સમાપ્ત
II शृग्युवाच II यद्येतत्सहासं तात यदि वा दुष्कृतं क्रुतम् I प्रियं वाSप्यप्रियं वा ते वागुक्ता न मृपा भवेत् II १ II
શૃંગી બોલ્યો-પિતાજી,જો આ (શાપ) સાહસ હોય,દુષ્કૃત્ય હોય,પ્રિય હોય કે અપ્રિય હોય,પણ,મારુ બોલેલું મિથ્યા નહિ થાય,વિનોદમાં ય હું અસત્ય બોલતો નથી,તો શાપ આપતાં તો શાનો અસત્ય બોલું?
શમીક બોલ્યા-બેટા,મને ખબર છે કે તારો સ્વભાવ ઉગ્ર છે,અને તું સત્યવચની છે,અને આ શાપવચન મિથ્યા થવાનું નથી,તેમ છતાં,પુત્ર ઉંમરવાળો થાય તોયે પિતાએ તેને ઉપદેશ તો આપવો જ જોઈએ,કેમ કે તેથી તે
પુત્ર ગુણવાન થાય,તારી નાદાની ને સાહસ જોઈને મારે તને ઘણું બધું કહેવું જોઈએ એમ મને લાગે છે (1-6)
હે પુત્ર,તું શમયુક્ત થઈને,વનમાં ફળમૂળ ખાઈને,આ ક્રોધને ગાળી નાખીને તપસ્યા કર.ફરીથી ક્રોધ કરીને,ધર્મનો આવો ક્ષય કરીશ નહિ,ધર્મવિહીનોની સળગતી હોતી નથી.ક્ષમાવાનને આ લોક અને પરલોક,બંને સાધ્ય છે,તેથી તું ક્ષમાશીલ ને જિતેન્દ્રિય રહી,તપ કર.બેટા,હું તો શાંતિ રાખીને મારે જે કરવું હશે તે કરીશ,ને રાજાને કહેવડાવીશ કે -તે કરેલા,મારા પામાંથી ક્રોધિત થઈને કૃશ ની ઉશ્કેરણીથી મારા પુત્રે તને શાપ આપ્યો છે (7-12)
સૂતજી બોલ્યા-આમ આદેશ આપીને,તે દયાપૂર્ણ શમીકે,પોતાના ગૌરમુખ નામના શિષ્યને,પરીક્ષિત પાસે મોકલ્યો.તે રાજાના ભવન પર પહોંચ્યો અને મંત્રીઓની હાજરીમાં શમીકે કહેલાં વચનો કહ્યાં કે-
હે રાજા,તમારા રાજ્યમાં,મૌનવ્રત લીધેલ,શમીક,નામના તપસ્વી રહે છે,કે જેમના ખભા પર તમે ધનુષ્યની અણીથી મરેલો સર્પ નાખ્યો હતો,તેમણે તો તમારા આ કૃત્યની ક્ષમા આપી છે, પરંતુ તેમના પુત્રે પિતાની અજાણમાં જ,
કોપે ભરાઈને તમને શાપ આપ્યો છે કે-સાતમી રાતે,તમને તક્ષક સર્પ કરડશે ને તમારું મૃત્યુ થશે.
ઋષિએ વારંવાર કહ્યું છે કે-તમે તમારું રક્ષણ કરશો,તે પોતે પોતાના પુત્રને શાંત કરવા શક્તિમાન નથી.
અને તે શાપ મિથ્યા કરી શકાય તેમ નથી,ઋષિએ આ માહિતી આપવા મને અહીં મોકલ્યો છે (13-22)
ગૌરમુખના આવાં વચન સાંભળી,પરીક્ષિત રાજા,પોતે કરેલા પાપકર્મનો સંતાપ કરવા લાગ્યો,
ક્ષમાવાન ઋષિ મૌનવ્રતમાં હતા,તે જાણીને રાજાનું મન,વધુ સંતાપ કરવા લાગ્યો.(23-27)
પછી,રાજાએ,મંત્રીઓ સાથે મંત્રણા કરી,એક સુરક્ષિત એકદંડિયો મહેલ કરાવ્યો,ને તેમાં વૈદ્યો,ઔષધો અને મંત્રસિદ્ધ બ્રાહ્મણોને રાખવાની પુરી યોજના કરી,ને રાજા ત્યાં જ રહૈને રાજ્યકાર્ય કરવા લાગ્યો.ત્યાં તેને
કોઈ જ જોવા પામતું નહોતું,અરે,બહાર નીકળેલી હવા પણ ફરી પ્રવેશ પામી શકતી નહોતી (28-32)
પછી,સાતમો દિવસ આવી પહોંચતાં,વિદ્વાન કાશ્યપ,રાજાની ચિકિત્સા માટે નીકળ્યા,તે મનમાં વિચારતા હતા કે-રાજાને સર્પ ડસશે,કે તરત જ હું તેમને વિષમુક્ત કરીશ કે જેથી મને અર્થ (ધન)મળશે.
રસ્તામાં,તક્ષક નાગે તેમને જોયા,એટલે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને,તે તેની સમક્ષ થયો,ને કહેવા લાગ્યો કે-
હે બ્રાહ્મણ,આમ ઉતાવળા ક્યાં જાઓ છો? તમારા મનમાં શું છે? (33-37)
કાશ્યપે,કારણ કહ્યું,તો તક્ષકે કહ્યું કે હું જ તક્ષક છું,ને મારા કરડેલાને તમે આયુષ્ય આપી શકો તેમ નથી.
કાશ્યપે કહ્યું કે-હું રાજાને વિષમુક્ત કરીશ,મારી વિદ્યાબળની બુદ્ધિનો આ નિર્ણય છે (38-41)
અધ્યાય-42-સમાપ્ત
INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE