Nov 16, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-017

 

અધ્યાય-૬-ચ્યવન જન્મ-રાક્ષસ પુલોમાનું ભસ્મ થવું-ભૃગુનો અગ્નિને શાપ 


II सौतिरुवाच II अग्नेरथ वचः श्रुत्वा तद् रक्षः प्रजहार ताम् I ब्रह्मन् वराहरूपेण मनोमारुतरंहसा II १  II 

સૂતજી કહે છે કે-અગ્નિનું આવું વાચા સાંભળોને,તે રાક્ષસે,વરાહનું રૂપ ધારણ કરીને,મનને વાયુના સમાન વેગથી

તે ભુગુપત્નીનું અપહરણ કર્યું,તે વખતે માતાના પેટમાં નિવાસ કરતો ગર્ભ,અત્યંત રોષને લીધે,

માતાના પેટથી ચ્યુત (છૂટો) થઈને બહાર આવ્યો,તેથી તેનું નામ 'ચ્યવન' થયું  

સૂર્યના સમાન તેજસ્વી એવા તેને જોતાં જ.તે રાક્ષસ,બળીને ભસ્મ થઇ ગયો.(1-3) 

ભૃગુ પત્ની પુલોમા,દુઃખથી મૂર્છિત થઇ,પણ પછી પોતાની જાતને હોશમાં લાવી,પુત્રને ગોદમાં લઈને રોતી રોતી,,બ્રહ્માજી પાસે ગઈ.(તેના આંસુઓથી એક મોટી નદી બની,કે જે ચ્યવનના આશ્રમ પાસે વહે છે

 ને તેનું નામ વધૂસરા પડ્યું) બ્રહ્માજીએ.પોતાની પુત્રવધૂને,સાંત્વના આપી,અને ધીરજ બંધાવી.

પછી,ભૃગુઋષિને આ વાતની ખબર પડતાં,તેમને પત્નીને પૂછ્યું કે-તારું હરણ કરવાની ઈચ્છાથી આવેલા,

તે રાક્ષસને તારો  પરિચય કોણે આપ્યો? કોના દ્વારા આ અપરાધ થયો છે? હું તેને શાપ આપીશ.(4-11)


પુલોમા બોલી-'અગ્નિદેવે,આ રાક્ષસને,મારો પરિચય આપ્યો હતો,કે જે મુજ અબળાને ઉઠાવીને લઇ ગયો હતો,

પણ આ પુત્રના તેજથી તે ભસ્મ થયો હતો' પુલોમાનું આવું વચન સાંભળીને ,

ક્રોધી થયેલ ભૃગુઋષિએ અગ્નિને શાપ આપ્યો કે-તું સર્વભક્ષી થઇ જઈશ' (12-14)

અધ્યાય-6-સમાપ્ત 


અધ્યાય-૭-અગ્નિનો શાપથી છુટકારો 


II सौतिरुवाच II शप्तस्तु भृगुणा वह्निः कुद्धो वाक्यमथाब्रवीत I किमिदं साहसं ब्रह्मन् कृतवानसि मां प्रति II १ II 

સૂતજી બોલ્યા-ભૃગુએ શાપ આપ્યો,એટલે અગ્નિ ક્રોધિત થઇ બોલ્યો-હે બ્રહ્મન,તમે આ કેવું સાહસ કર્યું?

ધર્મમાં પ્રયત્નમાન અને સત્ય કહેનારા એવા મને જયારે પૂછવામાં આવ્યું,ત્યારે મેં જે સત્ય હતું તે જ કહ્યું છે,

એમાં મારો અપરાધ શો? હું પણ તમને શાપ આપી શકું તેમ છું,પણ બ્રાહ્મણો મારે મન માન-યોગ્ય છે.

તમે જાણો છો,તો પણ હું તમને કહું છું કે-યોગે કરીને,અનેકરૂપે થઈને,હું અગ્નિહોત્રો,સત્રો,

ક્રિયાઓ અને યજ્ઞોમાં મૂર્તિરૂપે રહું છું,વેદોક્ત વિધિથી મારામાં,હવિનો જે હોમ કરવાં આવે છે,

તેથી દેવો ને પિતરો તૃપ્ત થાય છે.અમાસે પિતૃઓ અને પૂનમે દેવો,મારા મુખથી જ હોમનો હવિ જમે છે,

તો તેમના મુખ-રૂપી,એવો હું કેમ સર્વભક્ષી થઈશ?


આમ કહીને અગ્નિ પોતે અંતર્ધાન થઇ ગયો.પછી,અગ્નિ વિના બ્રાહ્મણોના યજ્ઞો બંધ થયા,

એટલે,સર્વ પ્રજાઓ અત્યંત દુઃખ પામી,ત્યારે ઋષિઓ અતિ ઉદ્વેગ પામીને દેવો પાસે ગયા અને સર્વ સમસ્યા કહી,

ત્યાર બાદ,ઋષિ અને દેવો મળીને બ્રહ્માજી પાસે ગયા અને તેમને ફરીથી સમસ્યાનું નિવેદન કર્યું,

એટલે બ્રહ્માજીએ અગ્નિને બોલાવ્યો અને તેને કહ્યું કે-હે લોકેશ,તમે સર્વ લોકોના કર્તા અને સંહારનારા છો,

તમે સર્વ લોકોને ધારણ કરો છો ને ક્રિયાઓને પ્રવર્તાઓ છો,તો તમે એવું કરો કે જેથી ક્રિયાઓ અટકે નહિ.


તમે સમર્થ છો,પણ આમ વિમૂઢ કેમ થયા છે?તમે તો લોકોમાં સદા પવિત્ર છો અને પ્રાણીમાત્રની ગતિરૂપ છો,

તમે તમારા સકળ શરીરે સર્વભક્ષીપણું નહિ પામો,અપાનમાં જે તમારી જ્વાળાઓ છે,તે સર્વભક્ષણ કરશે,

જેમ,સૂર્યનાં કિરણોના સ્પર્શથી સર્વ પવિત્ર થાય છે,તેમ,તમારી જ્વાલાથી બળેલું સર્વ કંઈ પવિત્ર રહેશે.

હે અગ્નિ,તમે સ્વપ્રભાવથી નીકળેલા પરમતેજ-રૂપ છો,તમે તમારા તેજથી જ તે શાપને અસત્ય કરો,

ને તમારા મુખમાં હોમવામાં આવેલા દેવોના તથા પોતાના ભાગને તમે ગ્રહણ કરો (1-25)


સૂતજી કહે છે-અગ્નિએ પિતામહ (બ્રહ્માજી)ને ઉત્તર આપ્યો કે-'ભલે તેમ થાઓ'

પછી તે,બ્રહ્માજીની આજ્ઞા પાળવા માટે ત્યાંથી નીકળ્યો ત્યારે દેવો ને ઋષિઓ આનંદ પામ્યા.

બ્રાહ્મણો ને ઋષિઓ, પહેલાની જેમ સર્વ યજ્ઞો-આદિની ક્રિયાઓ કરવા લાગ્યા.

નિષ્પાપ થયેલો તે અગ્નિ,સર્વની પરમ પ્રીતિને પામ્યો (26-29)

અધ્યાય-7-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE