Nov 8, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-009

બ્રાહ્મણની ગાયોની રક્ષા માટે,અસ્ત્રો લેવા,અર્જુનનું યુધિષ્ઠિરના આવાસમાં જવું,અને નારદજીએ કરેલા નિયમ

મુજબ અર્જુનનું વનમાં જવું,વનવાસમાં ઉલુપી ને ચિત્રાંગદાનો મેળાપ,ચિત્રાંગદાથી બબ્રુવાહનનો જન્મ,

ને બ્રાહ્મણોના શાપથી મગરી થયેલી પાંચ અપ્સરાઓનો અર્જુન દ્વારા ઉદ્ધાર-વિશેનું વર્ણન છે.

પછી,પ્રભાસતીર્થમાં અર્જુનનો શ્રીકૃષ્ણ સાથેનો મેળાપ,શ્રીકૃષ્ણની અનુમતિથી સુભદ્રા-હરણ,

સુભદ્રાથી અભિમન્યુનો જન્મ,અને પછી દ્રૌપદીના પુત્રોનું આખ્યાન કહેલ છે.


ત્યાર બાદ,જમુના તીરે વિહાર કરવા ગયેલ,અર્જુન અને શ્રીકૃષ્ણને ધનુષ્ય અને ચક્રની પ્રાપ્તિ વિષે કહ્યું,

પછી,ખાંડવ વનમાં થયેલ અગ્નિ અને તે અગ્નિથી મયદાનવ અને સર્પની રક્ષા વિષે કહ્યું.

આ રીતે,વ્યાસજીએ,બહુ વિસ્તારવાળું (227 અધ્યાયવાળું) પ્રથમ-આદિપર્વ કહેલ છે (92-131)


પછી,અનેક વૃતાંતો વાળું (2) સભા-પર્વ-છે જેમાં સભાક્રિય-પર્વ,મંત્ર-પર્વ,જરાસંઘ વધ-પર્વ,

દિગ્વિજય-પર્વ,રાજસૂય-પર્વ,અર્ધાભિહરણ-પર્વ, શિશુપાલવધ-પર્વ,દ્યુત-પર્વ,અને અનુદ્યુત-પર્વ કહેલાં છે.

(નોંધ-સભા-પર્વમાં 78-અધ્યાયો અને 2511-શ્લોકોનું કીર્તન કર્યું છે)


પાંડવોનું સભા-નિર્માણ,કિંકર રાક્ષસોનું દર્શન,રાજસૂય યજ્ઞનો પ્રારંભ,જરાસંઘનો વધ,પાંડવોનો દિગ્વિજય,

રાજસૂય મહાયજ્ઞમાં સર્વ રાજાઓનું આવવું,અર્ઘ્યદાનને પ્રસંગે થયેલ વાદવિવાદ,શિશુપાલ વધનું વર્ણન છે.

પછી,યજ્ઞનું ઐશ્વર્ય જોઈને દુઃખી તથા દ્વેષી થયેલ દુર્યોધનની,ભીમ સભા વચ્ચે હાંસી કરે છે,તેથી દુર્યોધનનો ક્રોધી થઈને જુગટું રમવાની ગોઠવણ કરે છે,ને તે દ્યુતમાં મામા શકુનિની સહાયથી યુધિષ્ઠિરને જીતી લે છે,એ કહ્યું છે.

દ્યુતમાં (ધૃતરાષ્ટ્રે તારેલી) દ્રૌપદી મળી નહિ,એટલે ફરીથી દ્યુત રમીને દ્રૌપદીને જીતે છે,દુઃશાસનનું ચીરહરણ અને દ્રૌપદીને શ્રીકૃષ્ણે કરેલી સહાય,ને વનવાસ એ વિષેનું વર્ણન આ (78-અધ્યાયના) સભાપર્વમા છે (132-142)


(3) આરણ્યક(વન)પર્વ -(નોંધ-આરણ્યક-પર્વમાં 269-અધ્યાયો અને 11664-શ્લોકોનું કીર્તન કર્યું છે)

આ પર્વમાં,પાંડવો વનવાસ ગયા તેનું વર્ણન છે.યુધિષ્ઠિરના સૂર્ય-આવાહનથી અન્નની પ્રાપ્તિ,વિદુરનો ત્યાગ,

કર્ણ અને દુર્યોધનનું પાંડવોને મારી નાખવાનું કપટ ને વ્યાસજીની સમજાવટ,સુરભિનું ઉપાખ્યાન,

મૈત્રેયનું આગમન ને તેમણે યુધિષ્ઠિરને કરેલ ઉપદેશ તથા દુર્યોધનને દીધેલ શાપ નું વર્ણન છે.


પછી,ભીમસેને કરેલો કિર્મિર વધ,યાદવો-પાંચાલોનું વનમાં આવવું,શ્રીકૃષ્ણે કરેલ ક્રોધ,દ્રૌપદી(પાંચાલી)નું કલ્પણત અને શ્રીકૃષ્ણે તેને આપેલું આશ્વાસન વિષે કહ્યું છે.પછી શ્રીકૃષ્ણ,સુભદ્રાને તેના પુત્ર સાથે દ્વારકા લઇ જાય છે અને દ્રૌપદીના પુત્રોને ધૃષ્ટદ્યુમ્ન પાંચાલ દેશમાં લઇ જાય છે ને ત્યાર બાદ પાંડવો  દ્વૈતવનમાં પ્રવેશ કરે છે-તે કહ્યું.

અહીં,યુધિષ્ઠિરનો દ્રૌપદી અને ભીમ સાથેનો સંવાદ કહેલ છે,પછી વ્યાસજી આવોને 'પ્રતિ-સ્મૃતિ' વિદ્યા આપે છે,

ને તેમના ગયા પછી પાંડવો કામ્યક વનમાં જાય છે,તે કહેવામાં આવ્યું છે.


ત્યાર બાદ,દિવ્યાસ્ત્રો મેળવવા અર્જુનનો પ્રવાસ,કિરાત વેશધારી મહાદેવ સાથે યુદ્ધ,લોકપાલોનું દર્શન અને અસ્ત્રપ્રાપ્તિ,અર્જુનનું ઇંદ્રલોકમાં જવું,(ને તેથી) ધૃતરાષ્ટ્રને થયેલ ચિંતા વિષે વર્ણન કરેલ છે.(143-160)


આ પર્વમાં (નલ-દમયંતીનું) નલોપાખ્યાન કહ્યું છે,લોમેશ ઋષિનું સ્વર્ગમાંથી આવવું  અને અર્જુનની પ્રવૃત્તિ 

વિષે અને અર્જુનના કહેવાથી પાંડવો તીર્થયાત્રા કરવા નીકળે છે,અને તીર્થોનું માહત્મ્ય અહીં કહ્યું છે.

કર્ણે કવચ-કુંડળ આપીને,ઇન્દ્રને કરેલી પ્રાર્થના,ગયાસુરની યજ્ઞ-વિભૂતિ,અગસ્ત્યનું ઉપાખ્યાન,સંતાન પ્રાપ્તિ 

માટે અગસ્ત્યનું લોપામુદ્રા સાથે લગ્ન,ઋષ્યશૃંગ ચરિત્ર,પરશુરામ ચરિત્ર,કાર્તવીર્ય અને હૈહયોનો વધ અને 

પાંડવોનો યાદવો સાથે મેળાપ -એ સર્વ વિષે કહ્યું છે,(161-169)


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE