Nov 7, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-008

 પહેલું,અનુક્રમણિકા-પર્વ,બીજું પર્વ-સંગ્રહ,પછી પૌષ્ય-પર્વ,પૌલોમ પર્વ છે.

ત્યારથી માંડીને,ભવિષ્ય-પર્વ સુધીનાં સો પર્વો,વ્યાસજીએ કહ્યાં  છે.

(નોંધ-અહીં સર્વ સો પર્વોનાં નામ લખેલાં છે,તેનું હવે પછી પુનરાવર્તન થાય છે એટલે તે નામો લખવાનું ટાળ્યું છે)

હવે તે 'ભારત'નો સંક્ષિપ્ત (મુખ્ય અઢાર પર્વોમાં વિભાજીત) પર્વ-સંગ્રહ વિષે કહેવામાં આવે છે.(41-85)

(નોંધ-મહાભારત મુખ્ય એવા અઢાર પર્વોમાં વિભાજીત કરેલ છે,

(1) આદિપર્વ (2) સભાપર્વ (3) આરણ્યક પર્વ (4) વિરાટ પર્વ (5) ઉદ્યોગ પર્વ (6) ભીષ્મ પર્વ 

(7) દ્રોણ પર્વ (8) કર્ણ પર્વ (9) શલ્ય પર્વ (10) સૌપ્તિક અને ઐષિક પર્વ (11) સ્ત્રી પર્વ 

(12) શાંતિ પર્વ (13) અનુશાસન પર્વ (14) આશ્વમેઘીક પર્વ (15) આશ્રમવાસિક પર્વ 

(16) મૌસલ પર્વ (17) મહા પ્રસ્થાનિક પર્વ (18) સ્વર્ગારોહણ પર્વ)

(નોંધ-હવે પછી આવતા,બધા દરેક પર્વોમાં શું છે?તે જણાવે છે,કે જે મહાભારતની કથા ટૂંકસાર રૂપે જ છે-અનિલ)


(1) આદિ-પર્વ માં--પૌષ્ય-પર્વ,પૌલોમ-પર્વ,આસ્તિક-પર્વ,અંશાવતરણ-પર્વ,સંભવ-પર્વ,જતુગૃહ-પર્વ,

હિડિમ્બવધ-પર્વ,બકવધ-પર્વ,ચૈત્રરથ-પર્વ,સ્વયંવર-પર્વ,વૈવાહિક-પર્વ,વિદુરાગમન-પર્વ,રાજ્યલાભ-પર્વ, વનવાસ-પર્વ,સુભદ્રાહરણ-પર્વ,હરણાહરણ-પર્વ,ખાંડવદાહ-પર્વ અને મયદર્શન-પર્વ છે.(86-89)

(નોંધ-આદિપર્વમાં 227-અધ્યાયો અને 8884-શ્લોકોનું કીર્તન કર્યું છે)


પૌષ્ય-પર્વમાં ઉત્તંકનું માહાત્મ્ય કહ્યું છે,પૌલોમ-પર્વમાં ભૃગુવંશનો વિસ્તાર કહેલો છે,આસ્તિક-પર્વમાં ગરુડ અને સર્વ સર્પોની ઉત્પત્તિ,ક્ષીરસમુદ્ર મંથન,સર્પસત્ર,જન્મેજય ને ભરતવંશની કથા છે. (90-91)


અંશાવતરણ-પર્વ થી મયદર્શન-પર્વ સુધી,મહાભારતની કથાની શરૂઆત કરીને ટુંકમાં,પર્વોની માહિતી છે.

( અંશાવતરણ-પર્વ-સંભવ-પર્વ,જતુગૃહ-પર્વ,હિડિમ્બવધ-પર્વ,બકવધ-પર્વ,ચૈત્રરથ-પર્વ,સ્વયંવર-પર્વ,વૈવાહિક-પર્વ,વિદુરાગમન-પર્વ,

રાજ્યલાભ-પર્વ, વનવાસ-પર્વ,સુભદ્રાહરણ-પર્વ,હરણાહરણ-પર્વ,ખાંડવદાહ-પર્વ અને મયદર્શન-પર્વ)


અંશાવતરણ-પર્વથી મહાભારતની કથાનો આરંભ કર્યો છે,સંક્ષિપ્ત મહાભારત કહ્યું ને વ્યાસ તથા દેવોની ઉત્પત્તિ વિષે કહ્યું છે.સંભવ-પર્વમાં ભરત રાજા (જેના નામથી ભારત થયું) કે જે દુષ્યંત અને શકુંતલાથી જન્મ્યા હતા તેમની કથા કહેલી છે.પછી,શાંતનુ રાજા અને ગંગાજી થી વસુઓની ઉત્પત્તિ ને તેઓનું પુનઃ સ્વર્ગારોહણ કહ્યાં,ને 

પછી ભીષ્મની ઉત્પત્તિ,તેમનો રાજ્ત્યાગ,તેમનું બ્રહ્મચર્યવ્રત,પ્રતિજ્ઞાપાલન,તેમણે કરેલી ચિત્રાંગદની રક્ષા,

નાના ભાઈ વિચિત્રવીર્યનું રક્ષણ અને તેમનું રાજ્યગાદી પર સ્થાપન,કહેલ છે.

પછી,વ્યાસજી દ્વારા ધૃતરાષ્ટ્ર અને પાંડુ (તથા વિદુર) નો જન્મ ને કૌરવ-પાંડવોની ઉત્પત્તિ વિષે કહ્યું છે.


ત્યારબાદ,પાંડવોને વારણાવતની યાત્રાએ (લાક્ષાગૃહમાં) મોકલવાનું દુર્યોધનનું કપટ,ત્યારે વિદુરે,લાક્ષાગૃહમાં નીચે સુરંગ ખોદાવી અને પાંડવોની સહાયતા કરી તેમને બચાવ્યા.પછી,ઘોરવનમાં,ભીમથી હિડિમ્બનો વધ,ને 

ભીમ તથા હિડિમ્બાથી ઘટોત્કચની ઉત્પત્તિ વિષે કહેલ છે તે પછી,વ્યાસના કહેવાથી પાંડવોએ એકચક્રા નગરીમાં.

અજ્ઞાતવાસ કર્યો,કે જ્યાં,ભીમે કરેલા બક-રાક્ષસના વધની કથા કહી.જે ઘરમાં રહેતા હતા,તે બ્રાહ્મણે,કહેલી 

કૃષ્ણા (દ્રૌપદી)અને ધૃષ્ટદ્યુમ્નની વાતથી પાંડવો કુતૂહલને વશ થયા હતા તે પણ અહીં કહેવામાં આવ્યું છે.


પછી,વ્યાસજીના વચનથી પ્રેરાયેલા,અને દ્રૌપદી-સ્વયંવરને જોવાને ઇચ્છતા,પાંડવોનું પાંચાલદેશમાં જવું,

ગંગા તીરે,(અર્જુન દ્વારા) અંગારપર્ણ ગંધર્વને જીતવો ને તેની સાથેની મૈત્રી થવી,

પાંચાલ દેશમાં,સર્વ રાજ્યોની વચ્ચે,લક્ષ્યભેદ કરીને અર્જુને દ્રૌપદીને મેળવી,ત્યારે ક્રોધે ભરાયેલ રાજાઓ,

શલ્ય અને કર્ણ સાથે થયેલ યુદ્ધમાં ભીમ અને અર્જુને કરેલો વિજય,એ કહેવામાં આવ્યું છે.


ભીમ અને અર્જુનના આ અસાધારણ પરાક્રમથી,શ્રીકૃષ્ણ અને બલરામને 'આ પાંડવો છે' એવી આશંકા થાય છે,

એટલે તેમની પાછળ તેમના ઉતારે જાય છે.કુંતીના વચનથી દ્રૌપદી પંચે પાંડવોની પત્ની બનશે-તે વાતથી 

દ્રુપદ રાજાને થયેલું આશ્ચર્ય તેમ જ પાંચ ઇન્દ્રોનું આશ્ચર્યકારી ઉપાખ્યાન કહેવામાં આવ્યું છે.

પછી,દ્રૌપદીનો દૈવી અને અમાનવીય વિવાહ,નારદજીની આજ્ઞાથી દ્રૌપદીના સંબંધમાં કરવામાં 

આવેલા સમયનો નિયમ,ધૃતરાષ્ટ્રનું વિદુરને પાંડવોપાસે મોકલવું,ખાંડવપ્રસ્થમાં પાંડવોની નિવાસ,

ને તેમને થયેલી અડધા રાજ્યની પ્રાપ્તિ,ને સુંદ-ઉપસુંદનું ઉપાખ્યાન વિષેનું વર્ણન કરેલું છે.


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE