Nov 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-005

 

જયારે,મેં સાંભળ્યું કે,કિરાત-રૂપધારી-દેવાધિદેવ મહાદેવને યુદ્ધમાં પ્રસન્ન કરીને અર્જુને પાશુપત નામનું મહા અસ્ત્ર મેળવ્યું છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને સ્વર્ગમાં રહી,ઇન્દ્રની પાસેથી વિધિપૂર્વક દિવ્ય અસ્ત્રો શીખી લીધાં છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,દેવોથી પણ અજેય એવા,કાલકેયો ને પૌલોમ નામના અસુરોને અર્જુને જીતી લીધા છે,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,મનુષ્યોના માટે અગમ્ય એવા કુબેરજીની ભેટ પાંડવોને થઇ છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી (162-166)

જયારે,મેં સાંભળ્યું કે,કર્ણની બુદ્ધિને અનુસરનારા મારા પુત્રો,ઘોષયાત્રાએ ગયા હતા ને ગંધર્વોથી 

પકડાઈ ગયા હતા,અને અર્જુનથી છુટકારો પામ્યા હતા,ત્યારે મેં ;જય'ની આશા કરી નહોતી,

જયારે,મેં સાંભળ્યું કે,ધર્મે,યક્ષનું રૂપ ધારણ કરીને ધર્મરાજ (યુધિષ્ઠિર)પાસે આવીં,કંઈ પ્રશ્નો પૂછ્યા,

ત્યારે યુધિષ્ઠિરે,તેમને યોગ્ય જવાબ આપ્યો હતો,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,

પાંડવો વિરાટ દેશમાં,દ્રૌપદી સાથે ગુપ્તવેશમાં રહ્યા છે,છતાં અમને ખબર ન પડી,અને તે વિરાટદેશમાં રહેતા અર્જુને એક જ રથથી મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને ભાંગી નાંખ્યા,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી (167-170)


જયારે,મેં સાંભળ્યું કે,જયારે મત્સ્યરાજે,પોતાની કન્યા ઉત્તરાને,અર્જુનને અર્પણ કરી ત્યારે અર્જુને તેને પોતાના પુત્ર માટે સ્વીકારી,ત્યારે મને 'જય'ની આશા નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,યુધિષ્ઠિરે સાત અક્ષૌહિણી સેના ભેગી કરી છે ત્યારે મને 'જય'ની આશા નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,વાસુદેવ શ્રીકૃષ્ણ પાંડવોના હિત-પક્ષમાં રહેલા છે ત્યારે,

મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં નારદજી પાસેથી સાંભળ્યું કે,શ્રીકૃષ્ણ અને અર્જુન એ નર-નારાયણના અવતાર છે,અને મેં શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં,ત્યારે મને 'જય'ની આશા નહોતી.(171-174)


જયારે,મેં સાંભળ્યું કે,શ્રીકૃષ્ણ લોકના હિત માટે,કુરુઓને શાંત કરવા (સંધિ કરવા)આવ્યા હતા,પણ એ મનોરથ સફળ ન થતાં,તેઓ ચાલ્યા ગયા હતા, ત્યારે મેં,'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,જે વખતે,કર્ણ અને દુર્યોધને શ્રીકૃષ્ણને કેદ કરવાની બુદ્ધિ કરી,તે વખતે શ્રીકૃષ્ણે પોતાનું વિશ્વરૂપ પ્રગટ કર્યું,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,શ્રીકૃષ્ણ જતા હતા ત્યારે,દુઃખી કુંતી તેમના રથ આગળ એકલી આવી,ત્યારે શ્રીકૃષ્ણે તેને સાંત્વન આપ્યું,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,


જયારે,મેં સાંભળ્યું કે,વાસુદેવ અને ભીષ્મ પાંડવોના મંત્રી બન્યા છે ને દ્રોણ તેમને આશિષ આપી રહ્યા છે 

ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,

જયારે,મેં સાંભળ્યું કે,'તમે યુદ્ધ કરતા હશો ત્યાં સુધી હું લડીશ નહિ'એમ ભીષ્મને કહીને કર્ણ,

સેનાને છોડીને ચાલ્યો ગયો છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી (175-178)


જયારે,મેં સાંભળ્યું કે,શ્રીકૃષ્ણ,અર્જુન અને ગાંડીવ (ધનુષ્ય) એ ત્રણ ઉગ્ર ને શક્તિશાળી પદાર્થો 

એક સાથે મળી ગયા છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,રથમાં બેઠેલો અર્જુન મોહવશ થઈને વિકળ થયો,ત્યારે શ્રીકૃષ્ણે,તેને પોતાના શરીરમાં સર્વલોકનું દર્શન કરાવ્યું,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,

જયારે,મેં સાંભળ્યું કે,રણભૂમિમાં,ભીષ્મ નિત્ય દશ હજાર રથીઓનો નાશ કરતા હતા પણ,તેઓ શત્રુઓમાંથી 

કોઈ એક પણ પ્રસિદ્ધ પુરુષને મારી શક્યા નહોતા,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,


જયારે,મેં સાંભળ્યું કે,ભીષ્મએ,પોતે પોતાના મૃત્યુનો ઉપાય પાંડવોને કહી દીધો છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,

જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને શિખંડીને આગળ કરીને ભીષ્મને ઘાયલ કાર્ય છે,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,

જયારે,મેં સાંભળ્યું કે,ભીષ્મ બાણ-શય્યા પર સુતા છે,ને તેમને અર્જુનને પાણી લાવવા આજ્ઞા કરી 

ત્યારે,અર્જુને ધરતીને ફોડીને પાણી કાઢી આપી તેમને આપ્યું 

ને તેમને પ્રસન્ન કર્યા ત્યારે,મેં 'જય'ની આશા કરી નહોતી(183-183)


જયારે,મેં સાંભળ્યું કે,વાયુ,ઇન્દ્ર,સૂર્ય-એ સર્વ પાંડવોને અનુકૂળ થયા છે,ને હિંસક જનાવરો અમને નિત્ય ભય 

કરાવી રહ્યાં છે,ત્યારે મને 'જય'ની આશા નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,દ્રોણાચાર્ય,અસ્ત્રોની કુશળતા બતાવે છે,

પણ પાંડવોના એકેય શ્રેષ્ઠ  પુરુષને મારી શકતા નથી,ત્યારે મેં 'જય'ની આશા કરી નહિ,

જયારે,મેં સાંભળ્યું કે,અર્જુનને મારવા માટે સંશપ્તક નામની સેનાનો વ્યૂહ રચેલો તેને અર્જુને જ તોડી નાખ્યો,

ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,દ્રોણાચાર્યના અભેદ ચક્રવ્યૂહમાં,

સુભદ્રાના પુત્રે (અભિમન્યુએ) પ્રવેશ કર્યો છે,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,


જયારે,મેં સાંભળ્યું કે,કૌરવો,અર્જુનને ન મારી શક્યા પણ જયદ્રથે,તે બાળક અભિમન્યુનો વધ કર્યો,

ત્યારે કૌરવો હર્ષમાં આવ્યા હતા,પણ અર્જુને તે જ વખતે જયદ્રથના વધની પ્રતિજ્ઞા કરી,

ને તે પ્રતિજ્ઞાને પાર ઉતારી,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી.(187-193)


જયારે,મેં સાંભળ્યું કે,યુદ્ધમાં ઘોડાઓ થાકી જતાં,જયારે કૃષ્ણ,ઘોડાઓને છોડીને તેમને પાણી પાતા હતા,

ત્યારે,અર્જુને રથ પાસે ઉભા રહીને સર્વ યોદ્ધાઓને હરાવ્યા છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,

જયારે,મેં સાંભળ્યું કે,દુર્ભેદ્ય એવી દ્રોણાચાર્યની સેનાને યુદ્ધમાં મથી નાખીને,

(વૃષ્ણી વંશનો) સાત્યકિ,શ્રીકૃષ્ણ ને અર્જુન પાસે જઈ પહોંચ્યો છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી(194-197)


જયારે,મેં સાંભળ્યું કે,પોતાના હાથમાં આવેલા ભીમને મારી ન નાખતાં,કર્ણે,તેને માત્ર વચનોથી તિરસ્કારીને,

અને માત્ર ધનુષ્યની અણી ભોંકીને,તેને જવા દીધો છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહિ,

જયારે,મેં સાંભળ્યું કે,દ્રોણાચાર્ય,કર્ણ અને સર્વ બીજા મહારથીઓ,જયદ્રથનો વધ સાંખી રહ્યા છે,

ત્યારે મેં 'જય'ની આશા કરી નહિ,જયારે,મેં સાંભળ્યું કે,શ્રીકૃષ્ણના કહેવાથી ઘટોત્કચે,શત્રુ સેનાનો સંહાર કરવા માંડ્યો હતો,ત્યારે મજબુર થઇ કર્ણે,ઇન્દ્રે,આપેલી દિવ્ય શક્તિ(જે અર્જુનને મારવા માટેની હતી તેને)

ઘટોત્કચ પર ચલાવી,(આમ કૃષ્ણે તે શક્તિને વ્યર્થ કરાવી)ત્યારે મેં 'જય'ની આશા કરી નહિ(198-200)


જયારે,મેં સાંભળ્યું કે,(અશ્વસ્થામા મરાયો છે-એ સાંભળીને)અસ્ત્રો છોડીને,અનશનથી મૃત્યુ ઇચ્છતા,દ્રોણાચાર્ય,

રથમાં એકલા બેઠા હતા,ત્યારે ધૃષ્ટધુમ્ને,ધર્મનું ઉલ્લંઘન કરી તેમને મારી નાખ્યા છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,

જયારે,મેં સાંભળ્યું કે,નકુલે,અશ્વસ્થામાની સામે,વીરતાથી યુદ્ધ કર્યું,ત્યારે મેં 'જય'ની આશા ન કરી (201-202)


જયારે,મેં સાંભળ્યું કે,દ્રોણાચાર્ય મરાતાં,અશ્વસ્થામાએ દિવ્ય નારાયણ અસ્ત્ર છોડયું,તો એ પાંડવો નાશ પામ્યા નથી,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,યુદ્ધમાં જયારે ભીમે દુઃશાસનનું લોહી પીધું,

ત્યારે તેને કોઈએ વાર્યો નહિ,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,

જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને,કર્ણને માર્યો છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,યુધિષ્ઠિરે,અશ્વસ્થામા,કૃતવર્મા,મદ્રરાજ અને દુઃશાસનને જીતી લીધા છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,



જયારે,મેં સાંભળ્યું કે,શકુનિને,સહદેવે માર્યો છે,

ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,રથ વગરનો ને શક્તિવિહીન થયેલો,દુર્યોધન થાકીને,

સરોવરનાં જળ આગળ એકલો સૂતો છે,ત્યારે મેં ફરીવાર 'જય'ની આશા કરી નહોતી,


જયારે,મેં સાંભળ્યું કે,પાંડવો,શ્રીકૃષ્ણ સાથે,એ સરોવરે જઈને,દુર્યોધનને લજવી રહ્યા હતા,ત્યારે દુર્યોધને,

ભીમ સાથે ગદા યુદ્ધ કર્યું,ને તે વખતે શ્રીકૃષ્ણની સલાહથી,તેને અન્યાયથી ઘાયલ કરવામાં આવ્યો,

ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી,જયારે,મેં સાંભળ્યું કે,અશ્વસ્થામાએ,રાતે સૂતેલા પાંચાલો ને દ્રૌપદી પુત્રોને મારી નાખીને બીભત્સ કર્મ કર્યું છે,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી.જયારે,મેં સાંભળ્યું કે,

કોપેલો ભીમ,જયારે અશ્વસ્થામાની પાછળ પડ્યો,ત્યારે અશ્વસ્થામાએ,'ઐશિક' નામનું પરમાસ્ત્ર છોડીને,

ઉત્તરાના ગર્ભનો નાશ કર્યો,ત્યારે મેં 'જય'ની આશા કરી નહિ,જયારે,મેં સાંભળ્યું કે,

અર્જુને 'સ્વસ્તિ' કહીને,પોતાના અસ્ત્રથી ;બ્રહ્મશિર' નામના અસ્ત્રને વ્યર્થ કર્યું,

અને અશ્વસ્થામાને પોતાનું 'મણિરત્ન' આપવા મજબુર કર્યો,અશ્વસ્થામાએ ઉત્તરાના ગર્ભ પર મહાસ્ત્ર ચલાવ્યું,

ત્યારે શ્રીકૃષ્ણ અને વ્યાસજીએ તેને શાપ આપ્યા હતા,ત્યારે મેં 'જય'ની આશા કરી નહોતી.


ધૃતરાષ્ટ કહે છે-હે સંજય,એ (યુદ્ધના અંત) સમયે,પુત્રો,પૌત્રો,બંધુઓ,અને પિતૃઓ વિનાની થયેલી ગાંધારી,

ખુબ દુઃખી થઇ ગઈ છે,અરેરે,આ પાંડવોએ દુષ્કર કાર્ય કરીને,નિષ્કંટક રાજ્ય મેળવ્યું પણ આ યુદ્ધમાં માત્ર 

દશ જ બચ્યા છે,તેમાં ત્રણ જ અમારા પક્ષના છે.આ યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના નાશ પામી છે.

હે સંજય,મને અત્યંત અંધારાં આવે છે,મોહથી હું દુઃખી-દુઃખી થઇ રહ્યો છું,

મને ચેતના રહેતી નથી અને મારુ મન વિહ્વળ થઇ જાય છે (203-218)


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE