વસિષ્ઠ : બ્રહ્મ-રૂપ છતાં હિરણ્યગર્ભ થઇ રહેલા બ્રહ્માનું,જે સંકલ્પનગર પ્રસરી રહેલું છે,તેનું જ જગતના આકારે ભાન
થાય છે.માટે વસ્તુતઃ જોઈએ તો સર્વ નિરંતર ચિન્માત્ર જ છે,તેમાં પોતાના સ્વપ્નનગરના દૃષ્ટાંતથી તમારે
કોઈ ભ્રાંતિ રાખવાની નથી.તમારા સંકલ્પ-નગરની જેમ હિરણ્યગર્ભના સંકલ્પ-નગરની અંદર જે- જે પ્રકારે
કલ્પાયેલું છે તે-તે જ પ્રમાણે અનુભવમાં આવે છે.ચિદ-રૂપ હિરણ્યગર્ભ,પ્રથમથી જ જે પ્રમાણે દેહની ચપળતા
અને જડતા (એટલે કે જીવતો દેહ હાલે અને મરી ગયેલો જડ થઇ જાય-તે પ્રમાણે) નિયત કરી રાખે છે,
મહાપ્રલયના અંતે પછી સૃષ્ટિની પ્રવૃત્તિ થાય છે.પણ સર્વ કારણના અભાવે તે સમયે કશું દ્રવ્ય હોતું નથી.
તેમ જ પૂર્વ-પ્રજાપતિ (બ્રહ્મા)નું પણ વિમુક્તપણું થઇ જવાથી તેની સ્મૃતિ પણ સંભવતી નથી,
તેથી સ્વયં-જ્યોતિ બ્રહ્મ જગતના આકારે (વિવર્તપણે) ભાસે છે એમ સિદ્ધ થાય છે.
શરીર ભલે હો કે ભલે ના હો,પણ જ્યાં જ્યાં ચિદાકાશ રહેલું છે અને પોતાના આત્માને
જ્યાં જ્યાં અવસ્થિત થઇ રહેલો તે (બ્રહ્મ) સમજે છે,ત્યાં ત્યાં આ દ્વૈત-અદ્વૈતવાળું જગત ખડું થઇ જાય છે.
આથી જ સ્વપ્નનગરની જેમ ચિદાકાશ (જીવ) મરણ પછી પણ જગતને દેખે છે.જેમ સૃષ્ટિ આદિમાં ચિદાકાશ જ
પૃથ્વી-વગેરે વિના જ પૃથ્વી-રૂપે ભાસે છે,તેમ મરણ પછી પણ તે સર્વ જગત-રૂપે ભાસે છે.
જેમ,પ્રબુદ્ધ થયેલા પુરુષને જણાતા સ્વપ્ન-સંબંધી-દેશકાળ કે તેના જાગ્રત સંબંધી દેશકાળને,અણુમાત્ર પણ
પ્રાપ્ત થતા નથી,તેમ,પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને પણ ઐહિક દેશકાળ પ્રાપ્ત થતા નથી.
પરલોકના અતિથી થયેલ પુરુષને એ ચિદાકાશ જ સૃષ્ટિના આકારે ભાસે છે.ને તે ચિદાકાશ પ્રથમથી જ તેવા આકારે
નહિ થઇ રહ્યા હોવા છતાં સ્વર્ગ-આદિથી યુક્ત ભાસે છે.અને તે જાણે પૂર્વસિદ્ધ હોય તેમ જણાય છે,
નહિ થઇ રહ્યા હોવા છતાં સ્વર્ગ-આદિથી યુક્ત ભાસે છે.અને તે જાણે પૂર્વસિદ્ધ હોય તેમ જણાય છે,
'આ હું મરી જઈ પાછો નારકીભાવથી ઉતપન્ન થઇ યમલોકમાં આવ્યો છું અને ત્યાં શુભ-અશુભ ફળ ભોગવું છું'
એવી ભ્રાંતિને જ ઘાટાપણાથી તે મરેલ જીવ અનુભવે છે.
આ ભ્રાંતિ-રૂપી-મોહ, મોક્ષના ઉપાયોને આદર નહિ આપનાર પુરુષમાંથી કદી શાંત થતો નથી,
પણ બોધના લીધે વાસનાની શાંતિ થતાં એ મોહની શાંતિ થાય છે.
જગતનું વાસ્તવ સ્વરૂપ જયારે ઓળખવામાં આવે,તો જગત દેખાવા છતાં તે બ્રહ્મ-રુપ છે તે સમજાય છે.