આ પ્રમાણે આ સર્વ ચિદાકાશનો વિવર્ત જ ફેલાઈ રહ્યો છે અને ચિદાત્માએ પોતે જ પૃથ્વી-આદિ જુદીજુદી
સંજ્ઞાઓ કલ્પી લીધેલી છે.સ્વપ્ન તથા જગત-આદિનું ખરું તત્વ ભ્રાંતિથી થતું તેનું (ચિદાકાશનું)ભાન જ છે,
આમ જો કે વસ્તુતઃ તો તે ચિદાકાશ-રૂપ છે છતાં પણ જ્ઞાન થતાં સુધી તે કોઈ દિવસ શાંત થતું નથી.
રામ : આપે કરોડો સૃષ્ટિઓવિશેનું વર્ણન મને કહી સંભળાવ્યું છે,તેમાં કેટલીક બ્રહ્માંડની અંદર રહેલી છે,
કેટલીક બહાર રહેલી છે,કેટલીક આકાશ-પવન-તેજની અંદર રહેલી છે.આ સર્વના મધ્યમાં આ આપણું
બ્રહ્માંડ કેવા પ્રકારનું છે? અને શી રીતે રહ્યું છે? તે વિશેનો ખુલાસો આપ મને (ફરીવાર) કહો.
વસિષ્ઠ : જે વસ્તુ અપૂર્વ હોય,અદૃષ્ટ હોય,અનુભવમાં આવતી ના હોય અને સાંભળેલી પણ ના હોય તે વિષે
સમજણ પાડવા માટે ઉત્તમ દૃષ્ટાંતો વડે વર્ણન કરવામાં આવે છે,ને તર્ક કરવામાં આવે છે.
સમજણ પાડવા માટે ઉત્તમ દૃષ્ટાંતો વડે વર્ણન કરવામાં આવે છે,ને તર્ક કરવામાં આવે છે.
શાસ્ત્રોએ,મુનિઓએ તથા દેવતાઓએ,આ બ્રહ્માંડ અનેક પ્રકારે વર્ણવેલું છે તે સર્વ તમારા જાણવામાં છે જ.
જે પ્રમાણે તમે જાણેલું છે,જે પ્રમાણે શાસ્ત્રોએ વર્ણવેલું છે,તે જ પ્રમાણે આ સર્વ કહેલું છે.
તેથી તેમનું બીજું વધારે શું વર્ણન તમને અહીં કરી સંભળાવું?
રામ : હે મહારાજ,મહાચિદાકાશ શી રીતે બ્રહ્માંડના આકારે થઇ રહેલું છે?તેનું પ્રમાણ કેટલું છે?
અને તે કેટલા કાળ સુધી રહેનાર છે?
વસિષ્ઠ : આ અનાદિ-અનંત અવિનાશી બ્રહ્મ નિરંતર જ છે,તેનો આદિ-મધ્ય કે અંત નથી.તે પરમ ચિદાકાશની
અંદર આકારો નથી.તે અનાદિ-અનંત બ્રહ્માકાશ સર્વત્ર પ્રસરી રહેલું છે.પરમ-શુદ્ધ આ ચિદાકાશનો પોતાની
મેળે જ પોતાના સ્વરૂપની અંદર જે વિવર્ત થાય છે તેને જ 'જગત' શબ્દથી કહેવાય છે.
નિરાકાર અને શાંત એવું ચૈતન્ય જ સ્વપ્નની જેમ પોતાની ચિદસત્તાને વિવર્ત-રૂપે અનુભવે છે,
અને તે જ જગત છે-એમ મેં તમને વારંવાર કહેલું છે.
અનાદિ,નિરાકાર એવું ચિદાકાશ જગત-રૂપી સૃષ્ટિના કારણ-રૂપ હોય તેમ કોઈ દિવસ સંભવતું જ નથી.
જેમ કોઈ અવયવીના અવયવો તેનાથી જુદા હોતા નથી,તેમ નિરાકાર ચિદાકાશની અંદર આ જગત
જુદારૂપે નહિ રહેતાં બ્રહ્મ-રૂપે જ રહેલું છે.સ્વચ્છ અને મનોહર એવું ચિદાકાશનું સારભૂત સ્વરૂપ
પોતાના ચિદ-સ્વભાવને લીધે પોતાના જે વિવર્તને પ્રસરી દે છે,તેને જ તે જગત-રૂપ સમજે છે.ને
છેક પ્રલય સુધી પોતાની કલ્પના વડે પોતાના સ્વરૂપને જ તે તેવા પ્રકારે દેખે છે.
જુદારૂપે નહિ રહેતાં બ્રહ્મ-રૂપે જ રહેલું છે.સ્વચ્છ અને મનોહર એવું ચિદાકાશનું સારભૂત સ્વરૂપ
પોતાના ચિદ-સ્વભાવને લીધે પોતાના જે વિવર્તને પ્રસરી દે છે,તેને જ તે જગત-રૂપ સમજે છે.ને
છેક પ્રલય સુધી પોતાની કલ્પના વડે પોતાના સ્વરૂપને જ તે તેવા પ્રકારે દેખે છે.