વાલ્મીકિ કહે છે કે-સુંદર નેત્રવાળા અને મહાબુદ્ધિશાળી,શ્રીરામચંદ્રજી,ઉપર પ્રમાણે કહી,મુહુર્ત-માત્રમાં વિશ્રાંત થયા
અને મૌનપણે પરમપદમાં સ્થિર થઇ ગયા.આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા.
અને મૌનપણે પરમપદમાં સ્થિર થઇ ગયા.આમ તે પરમ તૃપ્તિ પામ્યા અને પરમાત્મામાં વિશ્રાંતિ પામ્યા.
રામ (વસિષ્ઠને)કહે છે કે-હે મહાસમર્થ,સંસાર-રૂપી-મહાસાગરમાંથી તારનારું આ મહાજ્ઞાન સમસ્ત વાગ્જાળનું
ઉલ્લંઘન કરીને (વાણીથી બહાર) રહેલું છે.આ જે બ્રહ્મ છે,તેના સ્વરૂપનું મોટા મોટા પુરુષો પણ વાણી વડે
ઉલ્લંઘન કરીને (વાણીથી બહાર) રહેલું છે.આ જે બ્રહ્મ છે,તેના સ્વરૂપનું મોટા મોટા પુરુષો પણ વાણી વડે
કથન કરી શકતા નથી,તે માત્ર તુર્ય અવસ્થા વડે જ જણાય છે.(કે અનુભવી શકાય છે) ને દુર્ગમ છે.
શાસ્ત્રોમાં અનેક પ્રકારના દૃઢ વિકલ્પો અને શબ્દો આદિ રહેલા છે,એ શાસ્ત્રોથી કાંઇ જ્ઞાનનો લાભ થતો નથી,
તો પછી અનેક વિકલ્પ-આદિ ભ્રાંતિમાં ભટકવા માટે ગુરૂ-શાસ્ત્ર આદિની કલ્પના શા માટે કરવામાં આવે છે?
હે મહારાજ,તત્વજ્ઞાન થવામાં ગુરૂ-શાસ્ત્ર આદિ કારણ-રૂપ છે કે નથી? તે વિષે આપ કહો.
વસિષ્ઠ : હે મહાબાહુ,તમે કહો છો તેમ જ છે,શાસ્ત્ર એ જ્ઞાનનું કારણ નથી,કારણકે શાસ્ત્ર એ
અનેક શબ્દ-રચનાઓ વડે રચાયેલું છે અને પરમ-પદ એવા નામથી રહિત છે.
છતાં એ શાસ્ત્ર કેવી રીતે ઉત્તમ બોધ આપે છે તે વિષે હું (ઉદાહરણથી) કહું છું,તે તમે સાંભળો.
કોઈ એક ઠેકાણે ઘણા લાંબા કાળથી શુદ્ર જાતિના (કાવડ ઉપાડનાર) કાવડિયાઓ હતા
કે જે અત્યંત દુર્બળ અને અત્યંત દરિદ્ર હતા.પોતાની દરિદ્રતાથી સળગી રહેલા તેઓ વિચાર કરવા લાગ્યા કે-
'કઈ યુક્તિથી આપણે પેટ ભરીએ?' એમ વિચારીને દૈવયોગે તેમણે નિર્ણય કર્યો કે-
રોજ સાંજ સુધી મહેનત કરીને લાકડાં મેળવવા અને તેનો ભારો વેચીને આપણું પેટિયું કાઢવું.
આવો નિશ્ચય કરીને તેઓ જંગલમાં જઈ લાકડાં કાપીને-વેચીને પોતાના દેહનું પોષણ કરવા લાગ્યા.
તેઓ જે વનની અંદર લાકડાં કાપવા જતા હતા તે વનની અંદર અનેક ગુપ્ત રત્નો,સુવર્ણ-આદિ પણ હતાં.
તે કાવડિયાઓમાંથી કેટલાકને તે સુવર્ણ અને રત્નો ની પ્રાપ્તિ થઇ,ને સુખી થયા,કેટલાકને ચંદનનાં લાકડાં મળ્યાં
તે વેચીને સુખી થયા,કેટલાક ફળો-પુષ્પો વગેરે વેચી સુખી થયા તો કેટલા ભાગ્યહીન મંદ-બુદ્ધિવાળાઓ
તે વેચીને સુખી થયા,કેટલાક ફળો-પુષ્પો વગેરે વેચી સુખી થયા તો કેટલા ભાગ્યહીન મંદ-બુદ્ધિવાળાઓ
ખરાબ લાકડાં વેચીને હજુ દરિદ્ર જ હતા.કોઈ એક સમયે કોઈકને ચિંતામણિ નામનો મણિ મળી ગયો,
કે જેનાથી તેને ઉત્તમ ધન મળ્યું અને જેથી તે ભય,મોહ,ખેદથી મુક્ત થઇ બુદ્ધિને આનંદમય બનાવીને
બીજી વસ્તુઓના લાભ-અલાભમાં સમાન રહીને સુખેથી પોતાનો સમય વિતાવવા લાગ્યો.