વસિષ્ઠ : તે ચિદાકાશનું (વિવર્તતાથી) સૃષ્ટિ-રૂપે ભાસવું તે જ સૃષ્ટિ કહેવાય છે.અને જીવન્મુકતોને તે,તે રીતે
જ ભાસે છે.જો કે પ્રકાશ કરનાર અને પ્રકાશ-પાત્ર વસ્તુ -એ બંનેના અનુભવ અકસ્માત પ્રતીતિમાં આવે છે.
તથાપિ તત્વાનુસંધાન થતાં તે (દૃશ્ય)નો ક્ષય થઇ જાય છે.અને ત્યારે તેને જણાય છે કે-સૃષ્ટિના આદિકાળમાં
ભાસ્ય-ભાસક કશું હતું જ નહિ પણ ભ્રાન્તિને લીધે જ તે બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે.
પોતાના આત્મામાં દ્વિત્વ (દ્વૈત) નો ભ્રમ થવાથી જ ચિત્તમાં દ્વૈતનો ભ્રમ ખડો થઇ જાય છે.
કારણના અભાવે તે દ્વૈત કેવળ ચિદાકાશ-રૂપે જ ભાસે છે.સૃષ્ટિના આદિકાળમાં ચિદાકાશની અંદર
શું કારણ રહેલું છે? તે તમે જ કહો.પદાર્થ-દ્રષ્ટિના અભાવને લીધે ચિદાકાશ જ વિવર્ત-રૂપે પ્રકાશે છે.
આ જગતની ભાન જાગ્રત-સ્વપ્ન કે સુષુપ્તિ-રૂપ પણ નથી,કેમ કે તે સંભવતું જ નથી.
કેવળ બ્રહ્મ જ દૃશ્યના આકારે ભાસે છે.
શૂન્યતા અને આકાશની જેમ બ્રહ્મનો અને જગતનો કશો ભેદ (દ્વૈત) નથી.
આગળ કહેલા ઉપાય વડે જ્યાં સુધી બ્રહ્મ-સાક્ષાત્કાર થાય ત્યાં સુધી નિર્વિકલ્પ-દશાનું
અવલંબન રાખીને તથા પાષાણ-મૌનને ધારણ કરીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઇ રહેવું.અને
અવિવેકી મનુષ્યો,જો બાહ્ય વિષયોના ઉપભોગ માટે આગ્રહ કરે,તો પણ તેને તમારે ગ્રહણ કરવો નહિ.
(૧૯૨) ગુરૂ પાસે રામે કરેલું પોતાના જ્ઞાનનું વર્ણન
(નોંધ-રામે કહેલું,આ જ્ઞાન એ વસિષ્ઠે કહેલા આ યોગવાસિષ્ઠના જ્ઞાનના સાર-રૂપ છે!!)
રામ કહે છે કે-અહો ! આ સંસાર-રૂપી અનંત આકાશમાં અને તેમાં પણ આ બ્રહ્માંડ-રૂપી દેશમાં,
ઘણા લાંબા સમય સુધી અમે આત્માનું સ્વરૂપ નહિ ઓળખાતાં ભમ્યા.આત્મા-તત્વ ઓળખાયા પછી
આ જગતની ભ્રાંતિ છે જ નહિ,હતી નહિ અને થશે પણ નહિ.આ સર્વ શાંત,નિરાલંબ,કેવળ વિજ્ઞાન-રૂપ જ છે,
આ જગતની ભ્રાંતિ છે જ નહિ,હતી નહિ અને થશે પણ નહિ.આ સર્વ શાંત,નિરાલંબ,કેવળ વિજ્ઞાન-રૂપ જ છે,
અનંત ચિદેકરસ આકાશ-રૂપ છે,નિર્વિકલ્પ છે અને રાગ (આસક્તિ) થી રહિત પણ છે.
અહો ! આશ્ચર્યની વાત છે કે,વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો આ સર્વ પરમાકાશરૂપ જ છે,
છતાં આપણને તે સંસારરૂપ થઇ રહ્યું હોય તેવું જણાય છે.આ સર્વ આભાસ-રૂપ છે ને વસ્તુતઃ જોઈએ તો
સ્વચ્છ ચિદાકાશ-રૂપ કે,છતાં મલિન દૃશ્યરૂપ હોય તેવું થઇ રહ્યું છે.સૃષ્ટિ આદિમાં,પરલોક આદિમાં,
સ્વપ્ન આદિમાં અને કલ્પના આદિમાં ચિદાકાશ જ દૃશ્યના જેવું થઈને (ભ્રાંતિ-રૂપે) ભાસે છે.