અને સંસારના સાકાર-પણાની ભ્રાંતિ ટળી જાય છે તો તેનું એ પછી શું થાય છે?
વસિષ્ઠ : તત્વજ્ઞ પુરુષ જેમ જ્ઞાનની ઉત્તરોત્તર ભૂમિકામાં જાય છે,ત્યારે સંકલ્પથી ઉભી થયેલી
રામ : અનેક જન્મથી રૂઢ થઇ રહેલી,શાખા-પ્રશાખા વડે વિસ્તારવાળી
અને સંસારના ઘોર બંધનમાં રાખનારી આ વાસના શી રીતે શમી જાય છે?
વસિષ્ઠ : આ દૃશ્ય-ચક્ર ભ્રાંતિ-માત્ર સ્વરૂપવાળું છે.તત્વનું યથાર્થ જ્ઞાન થયાથી તે નિરાકાર-રૂપ જણાય છે
અને બળેલા વસ્ત્રની જેમ આભાસ-માત્ર દેખાય છે.છેવટે તેના આભાસનો પણ ક્રમથી ક્ષય થઇ જાય છે.
રામ : હે મહારાજ,આ દૃશ્ય-ચક્ર ક્રમથી નિરાકાર રૂપ થઇ જાય છે,
એ પછી જીવનમુક્ત પુરુષને કઈ નિર્વિક્ષેપ સ્થિતિ પ્રાપ્ત થાય છે ? અને તેને શાંતિ શી રીતે મળે છે?
વસિષ્ઠ : જયારે જગતના સાકાર-પણાનો ભ્રમ શાંત થઇ જાય છે અને જયારે તે ચિત્ત-રૂપ ભાસી જઈ,
ચિત્ત-નિરોધ અને સમાધિ વડે તે હલકા રૂપે જણાય છે ત્યારે પરમ વૈરાગ્ય-રૂપી શાંતિનો લાભ થાય છે.
રામ : આ જગત બાળકના સંકલ્પ જેવું છે,છતાં તે જ્યાં સુધી પ્રગટ-રૂપે દેખાય છે,ત્યાં સુધી ભોગો સંબંધી
આસ્થાની શી રીતે શાંતિ થાય? અને તેવા મિથ્યા સંકલ્પ વડે મનુષ્ય દુઃખને કેમ અનુભવે?
આસ્થાની શી રીતે શાંતિ થાય? અને તેવા મિથ્યા સંકલ્પ વડે મનુષ્ય દુઃખને કેમ અનુભવે?
વસિષ્ઠ : જે માત્ર સંકલ્પ-રૂપ જ ખડું થઇ ગયેલું સમજાય તેના નાશમાં દુઃખ શા માટે થાય?
હવે સંકલ્પ-માત્ર અને ચિત્ત-માત્ર એ શું છે? તે વિષે વિચારવાનું છે.
રામ : હે મહારાજ,ચિત્ત કેવું છે? તેનો વિચાર કરવાથી શું થાય?
અને સારી રીતે વિચાર કાર્ય પછી શી સિદ્ધિ મળે? તે વિષે આપ કહો.
વસિષ્ઠ : ચિદ-રૂપ આત્મા દૃશ્ય તરફ વલણ કરે છે અથવા તો બહિર્મુખ થાય છે ત્યારે 'ચિત્ત' કહેવાય છે.
આ મહારામાયણ (યોગ-વાસિષ્ઠ) નું શ્રવણ એ જ વિચાર છે કે તેમ કરવાથી વાસના શમી જાય છે.
રામ : ચિત્તનો ક્ષય થયા વિના આત્માનું અંતર્મુખપણું કેટલા વખત સુધી નભી શકે?
વૈરાગ્યને ઉત્પન્ન કરનારો વિચાર કરી ચિત્તનો ક્ષય શી રીતે થાય?
વસિષ્ઠ :દૃશ્ય સંભવતું જ નથી તો પછી ચિદ-રૂપ આત્મા કોનો અનુભવ કરે?
દૃશ્ય અસંભવ ઠરતાં ઘણા લાંબા કાળે,તેવા સંસ્કારો રૂઢ થતાં ચિત્તની સત્તા રહેતી નથી.