વસિષ્ઠ : અનંત એવા ચિદાત્માને જીવનમુક્ત દશામાં અનંતપણાને લીધે ભ્રાંતિ છે જ નહિ,
પણ અજ્ઞાનના અભ્યાસને લીધે ભ્રાંતિ ખડી થઇ જાય છે.વસ્તુતઃ તો સર્વ અવિનાશી એવા મહાચિદાકાશ-રૂપ જ છે.
પણ અજ્ઞાનના અભ્યાસને લીધે ભ્રાંતિ ખડી થઇ જાય છે.વસ્તુતઃ તો સર્વ અવિનાશી એવા મહાચિદાકાશ-રૂપ જ છે.
રામ: જો આપના જેવા જીવનમુક્ત પુરુષોને આ સર્વ જગતનો ભ્રમ શાંત (બ્રહ્મ) રૂપે જણાતો હોય,
તો પછી ઉપદેશ્ય (ઉપદેશ આપવાનું પાત્ર) અને ઉપદેશ આપનાર-આદિમાં
વસિષ્ઠ : ઉપદેશ્ય અને ઉપદેશ-ઇત્યાદિ-રૂપ બ્રહ્મ પોતે જ છે અને તે સદાકાળ પોતાના સ્વરૂપની અંદર રહેલો છે.
એ બોધરૂપ ચિદાકાશની અંદર બંધન કે મોક્ષ નથી એવો નિશ્ચય છે.
રામ : જો સર્વનો અસંભવ જ હોય,તો પછી દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્યને પોતાના મનથી ભેદ-બુદ્ધિ વડે જોનાર
અવિવેકીઓને સર્વની સત્તા કેમ પ્રતીતિમાં આવે છે ?
વસિષ્ઠ : તેમનામાં અજ્ઞાન વિના બીજી કશી વસ્તુ-સત્તા નથી,તો પછી બીજી જગતની સત્તા ક્યાંથી હોય?
રામ : હે મહારાજ,જયારે તત્વ-દૃષ્ટિથી દ્વિત્વ-એકત્વ-આદિનો જ અસંભવ છે,ત્યારે બોધ્ય-અને બોધકપણાના
(બોધ આપવાનું પાત્ર અને બોધ કરનાર એ બંનેના) અભાવને લીધે તત્વ-બોધપણું શી રીતે સંભવે?
વસિષ્ઠ : પ્રથમ નહિ સમજાયેલું એવું બ્રહ્મનું સ્વરૂપ,અજ્ઞાન-આશ્રય રૂપી ફળના આશ્રય વડે બોધના
'કર્મ-ભાવ'ને પ્રાપ્ત થાય છે.તેથી જ 'બોધ' શબ્દ પણ ફળને ધારણ કરવા-રૂપ સકર્મ-પણને ધારણ કરે છે.
પરંતુ આ સર્વ વાત અજ્ઞાની જીવો માટે જ છે.જીવનમુક્ત પુરુષો માટે એ કશું નિરૂપણ ઉચિત નથી.
રામ : જો સર્વ મનુષ્યો બોધ-રૂપ જ હોય તો પછી બોધ-અહંતા-આદિનું અહીં (ઉપર મુજબ) ભિન્ન-પણું
સિદ્ધ થાય છે.અહંતા જ જીવરૂપ છે તો તે અનંત-નિર્મળ એવું ચિન્માત્ર-રૂપ જીવનમુક્તમાં શી રીતે ઘટે?
વસિષ્ઠ: આપણે સર્વ ચિદેકરસ છીએ.જેનું જે ચિદેકપણું છે,તે જ તમે-હું-ઇત્યાદિરૂપ કહેવાય છે,
છતાં પવન અને ચલન-શક્તિના ભેદની જેમ,તેના માટે દ્વિત્વ-રૂપ ભેદની 'કલ્પના' કરવામાં આવે છે.
રામ : જેમ શાંત સમુદ્રની અંદર તરંગ આદિ અભિન્નસત્તાથી રહ્યા હોય છે,તેમ ચિદ-રૂપ થઇ રહેલો
જીવનમુક્ત પુરુષ આ સર્વ અહંતા-મમતા આદિ જગતને સ્વરૂપ-માત્ર જ સમજે છે.(એમ જ ને ?)
વસિષ્ઠ : એમ જ છે.અનંત,શાંત અને પૂર્ણ એવું એક પરબ્રહ્મ સર્વત્ર ભરપુર છે,તેમાં દ્વિત્વનો અવકાશ છે,
એવો અદ્વૈતને હાનિ પહોચાડવા-રૂપી દોષ ક્યાંથી આવે? અને શી રીતે આવે?