Jun 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1176

વસિષ્ઠ કહે છે કે-જેવી રીતે ચિદાકાશ જ સ્વપ્નની અંદર રૂપ-આદિ વિષયના આકારે તથા તે રૂપ-આદિનો
પ્રકાશ કરનાર ચક્ષુ-આદિ જેવી ઇન્દ્રિયોના આકારે થઇ રહ્લું હોય તેમ ભાસે છે,તેવી રીતે જાગ્રત અવસ્થામાં
પણ જાગ્રતના 'સાક્ષી-રૂપ' તે ચિદાકાશનું સંપૂર્ણ 'સ્વ-પ્રકાશ-સ્વરૂપ' જ જાગ્રતના આકારે થઇ રહેલું ભાસે છે.
'આ જાગ્રત છે અને આ સ્વપ્ન છે'એવી જે ભિન્નતા ભાસે છે,તે સત્ય અધિષ્ઠાન-વસ્તુની અંદર અનુભવ વડે
(નિઃશેષપણે) સમાન દેખાતી- એ બંને અવસ્થામાં (વસ્તુતઃ રીતથી)ભિન્નતા ભાસતી નથી.

થોડો કાળ રહેનાર અવસ્થાને સ્વપ્ન કહેવામાં આવે છે અને વધારે કાળ રહેનાર અવસ્થાને જાગ્રત કહેવામાં
આવે છે,બાકી એ બંનેનો અનુભવ સરખો જ છે,તેથી તે બંને અવસ્થા સરખી જ છે.
કાળે કરીને એ બંને અવસ્થા (ચિદાકાશ-રૂપ હોવાથી) તે અસત્ય નથી-એવું બુદ્ધિના અનુભવમાં આવે છે.
જેમ જીવન દરમિયાન સેંકડો સ્વપ્નો અનિયમિતપણે જોવામાં આવે છે,
તેમ જીવને અજ્ઞાન-રૂપી-નિંદ્રામાં પણ સેંકડો જાગ્રત અવસ્થાઓ અનિયમિતપણે જોવામાં આવે છે.

જેમ ઉત્પન્ન થનારાં અને વિનાશી એવાં અનેક સ્વપ્નો સ્મરણમાં આવે છે
તેમ,(પૂર્વજન્મનું સ્મરણ આપનારી)યોગ-સિદ્ધિવાળા વિવેકી યોગીઓને સેંકડો જન્મો સ્મરણમાં આવે છે.
આત્માની અંદર સ્વપ્નની જેમ જાગ્રતનો અને જાગ્રતની જેમ સ્વપ્નનો અનુભવ થાય છે.
જાગ્રત અને સ્વપ્ન એ બંને શબ્દ 'એક બ્રહ્મ'ના જ અર્થના વાચક છે.

જેમ વિશાળ સ્વપ્નનગર ચિદાકાશ-રૂપ છે તેમ આ જગત પણ ચિદાકાશ-રૂપ છે તો પછી અવિદ્યા ક્યાંથી રહે?
અને ક્યાં-શી રીતે દેખાય? આકાશ-રૂપ બ્રહ્મ જ જો કદાચિત 'અવિદ્યા' શબ્દ વડે કહેવાતું હોય તો-
અમને આ શબ્દના વિષયના વિવાદમાં રસ નથી,પરંતુ 'સર્વ ભ્રમની નિવૃત્તિ થતાં.
જે કંઈ અવશેષ રહે છે તે જ હું છું' એમ જણાયાથી જ કૃતકૃત્યતા થાય છે એવો અમારો અભિપ્રાય છે.

પોતાની 'કલ્પના' વડે જ બંધન છે,એટલે જો આમ જ છે તો નિત્યમુક્ત આત્માને કલ્પના કરી બંધનમાં નાખવો નહિ.
નિરાકાર આત્મામાં અને નિરાકાર આકાશમાં શું તફાવત છે? નિરાકાર આત્માને,અવિદ્યા (માયા)થી
'દૃશ્ય' નામને ધારણ કરવાની કલ્પના કરી તેને બંધનમાં કેમ કરી નાખી શકાય?
જો અવિદ્યા-વસ્તુ જ નથી તો પછી કોઈને બંધ-એ અબંધનરૂપ અને મોક્ષ,એ મોક્ષરૂપ નથી.
કેમ કે બ્રહ્મ સિવાય બીજું 'અસ્તિ-નાસ્તિ' (અમુક છે-અને નથી) એવા વ્યવહારનું કોઈ સંતોષકારક સ્થાન નથી.

અવિદ્યા પણ નથી અને વિદ્યા પણ નથી.જન્મ-આદિ વિકારથી રહિત આ ચિદાકાશ જ (સ્વપ્ન-સૃષ્ટિ-રૂપ)
દેહને ધારણ કરી લઇ વિવર્ત-રૂપે પ્રતીતિમાં આવે છે.એક દેશથી ચક્ષુ-આદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં જનારા
ચિદાત્માનું (તે બે દેશની) વચમાં જે કંઈ નિર્વિષય સ્વરૂપ છે-
તે જ જાગ્રત અને સ્વપ્નમાં પ્રસિદ્ધ એવા દૃશ્ય (જગત)નું  પારમાર્થિક-રૂપ છે એવો નિશ્ચય કરવો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE