May 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1167

તમે (સિંધુરાજા કે જે વ્યાધનો પુનર્જન્મ છે તે મંત્રીને) કહેશો કે-હે સુશીલ મંત્રી,હું ધનવાન છું અને સૈન્યબળ વડે
પ્રલયકાળના સમુદ્રના જેવો પ્રચંડ વેગ-વાળો છું,તો મને એ વેરી-રૂપ વિદુરથ કેમ કષ્ટ-રૂપ થયો હતો?

મંત્રી કહેશે કે-એ વિદુરથ રાજાને 'લીલા'નામની એક સ્ત્રી છે.કે જેણે નિષ્કલંક-રૂપે જગતને ધારણ કરી રહેલાં
'સરસ્વતી-દેવી' (માતાજી કે શક્તિ)ને પોતાના ઉગ્ર તપથી (માતૃભાવ વડે) પોતાને અધીન કર્યા છે.
એ ભગવતી સરસ્વતી-દેવી,એ લીલાને પોતાની પુત્રી માની તેનાં કાર્યોને લીલામાત્ર વડે સાધી આપે છે.
સરસ્વતીદેવીના વરદાન થી તે લીલા,શબ્દ-માત્રથી આ જગતને ક્ષણવારમાં નહિ જેવું બનાવી દે તેમ છે,
તો પછી તમારો નાશ કરવામાં એને શું શ્રમ કરવો પડે?

સિંધુરાજા કહેશે કે-ખરેખર તમે જેમ કહો છો તેમ હોય તો,તે વિદુરથ રાજાને જીતવો તે અશક્ય જ હતો છતાં પણ યુદ્ધમાં
તેનો વધ થયો એ આશ્ચર્યકારક છે.ભગવતીની કૃપાપાત્ર એવો તે વિદુરથ વિજયને પ્રાપ્ત કેમ થયો નહિ?

મંત્રી કહેશે કે-એ વિદુરથ રાજા સર્વકાળમાં ખેદ-રહિત થઈને નિરંતર દેવીને પ્રાર્થના કરતો હતો કે-
'આ સંસારથી મારો મોક્ષ થાઓ' એથી હે મહારાજ,ભગવતીએપોતાના સત્ય-સંકલ્પ-પણાથી
તેને મોક્ષ જ આપ્યો છે,અને એટલે જ તે પોતાની મેળે જ યુદ્ધમાં પરાજય પામી ગયો છે.
સિંધુરાજા કહેશે કે-એમ તો હું પણ ભગવતીની નિરંતર પ્રાર્થના કરું છું છતાં તે મને કેમ મોક્ષ આપતા નથી?

મંત્રી કહેશે કે-ચિદ અને જ્ઞાન-સ્વરૂપ એ ભગવતી દેવી (શક્તિ) સર્વના હૃદયમાં રહેલાં છે,અને તે જ સરસ્વતી
નામથી કહેવાય છે.જે પુરુષ પોતાના હિતમાં રહેલાં એ ચિદરૂપ ભગવતી પાસે જેવી પ્રાર્થના કરે છે,તેવા ફળને
એ તત્કાલ આપે છે.(જો કે) તે ભગવતી પોતે જ સત્ય-સંકલ્પને લીધે ફળ-રૂપે (પણ)અનુભવમાં આવે છે.
હે રાજા,તમે એ ભગવતીની મોક્ષ માટે પ્રાર્થના કરી નથી,પણ શત્રુથી શાંતિ માટેની પ્રાર્થના કરી છે.

સિંધુરાજા કહેશે કે-મારી જેમ વિદુરથે ભગવતી પાસે રાજ્ય માટે પ્રાર્થના કેમ કરી નહિ? કે વિદુરથની જેમ મેં
ભગવતી પાસે મોક્ષની પ્રાર્થના કેમ કરી નહિ? સત્ય-રૂપ ભગવતી જો મારા ચિત્તમાં પણ અંતર્યામી રૂપે રહેલાં છે
તો તે મને મોક્ષ કરનાર બુદ્ધિ આપી મારા મોક્ષ માટે કેમ પ્રવૃત્તિ કરતાં નથી?

મંત્રી કહેશે કે-'તમે શત્રુનો સંહાર કરનાર છો' એવો કંઇક અશુભ અધ્યાસ તમને બંધાઈ રહેલો છે,એટલે તમે
ભગવતી પાસે મોક્ષની પ્રાર્થના કરી નહિ.વળી જ્યારથી જગતની સ્થિતિ ચાલુ થઇ છે ત્યારથી માંડી મનુષ્યનું ચિત્ત જેની
અંદર રહે છે,તે રૂપ જ પોતે થઇ જાય છે.એ વાત પ્રસિદ્ધ છે તો તેને અન્યથા કરવા કોણ સમર્થ છે?
પોતાની શુદ્ધ બુદ્ધિ (શક્તિ) વડે જો પોતાના ચિત્તની અંદર નિર્મળ આત્મ-સ્વરૂપને અભ્યાસ વડે અહર્નિશ ચિંતવામાં
આવે તો તે વસ્તુ ભલે સત્ય હો કે અસત્ય હો,પરંતુ સર્વ વાસનાઓનો નાશ કરીને,
પુરુષ નિર્વિઘ્નપણે તેવા આકારે (ફળ-રૂપે) દેખાય (થઇ જાય))છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE