ક્ષણવારમાં અનુભવે છે.એટલે 'હું કોઈ દિવસ દેહ વિના રહી શકીશ જ નહિ' એવો દૃઢ નિશ્ચય
અવિવેકી જીવને બંધાઈ જાય છે,પરંતુ પોતાના ચિન્માત્ર-સ્વ-રૂપમાં રહેનાર જ્ઞાનીને તેવો દૃઢ નિશ્ચય થતો નથી.
અવિવેકી પુરુષનું ચિત્ત સંદેહને લીધે હીંચકા જેવું ચપળ હોવાથી દુઃખિત રહે છે
'હું અમુક દેહ-આદિ-રૂપ છું' એવો જેને નિશ્ચય બંધાઈ ગયો હોય,
તેનો એવો નિશ્ચય (અવિદ્યા) એક આત્મજ્ઞાન સિવાય બીજા કશાથી શાંત થતો નથી.
અને,મોક્ષનો 'વિચાર' કર્યા સિવાય બીજા કશાથી આત્મજ્ઞાન-સિદ્ધિ થતી નથી.
મનની સ્થિતિ પ્રાણને અધીન થઈને રહેલી છે.
દેહ સ્વસ્થ હોય અને પ્રાણ પણ પોતાની શાંત સ્થિતિમાં ચાલતો હોય,
ત્યારે મન પોતાના મન-રૂપી-કાર્યમાં તત્પર થઈને રહે છે,
પરંતુ જયારે દેહમાં કોઈ ક્ષોભ થતાં પ્રાણમાં પણ ક્ષોભ થઇ જાય છે
ત્યારે,પ્રાણના જ ક્ષોભ તરફ લક્ષ્ય આપનાર મન બીજા કશા (દેહ) તરફ જોતું નથી.
એટલે કે પ્રાણ જયારે ગતિ-રૂપ (શ્વાસોશ્વાસ-રૂપ) એવા પોતાના 'કર્મ' માં અત્યંત વ્યગ્ર હોય છે ત્યારે તે
મનના મનોરથમાં (ક્રિયા કે કર્મમાં) પણ વ્યગ્ર થઇ રહ્યો હોય છે અને આત્મજ્ઞાન માટે ઉદ્યોગી થતો નથી.
પ્રાણ અને મન,અન્યોન્ય રથ અને સારથીના જેવાં પરપર સંબંધ રાખનારાં છે,ને એકબીજાનું અનુવર્તન કરે છે.
આમ પ્રાણ અને મન એ પરસ્પર મળેલાં છે,તેથી પ્રથમ આદિ-સૃષ્ટિમાં પરમાત્માએ પોતાના આત્માને પ્રાણ
અને મન-રૂપ કલ્પી લીધેલો છે.આથી આજ સુધી અવિવેકીઓમાંથી એ અનાદિ-કાળનો નિયમ નિવૃત્ત થતો નથી.
મન,પ્રાણ અને શરીરને ધારણ કરી રહેલા પણ પરમપદમાં આરૂઢ ન થયેલા,
અવિવેકી જીવોના અનેક દેહોમાં,દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્ય વડે થનારા અનેક વ્યવહારો (કર્મો) થતા જ રહે છે.
જ્યાં સુધી પ્રાણ અને મન સમાનતાથી પોતાનું કર્મ કરે છે,
ત્યાં સુધી 'જાગ્રત-અવસ્થા-રૂપી' સમાન વ્યવહાર પ્રવૃત્ત રહે (થયે જાય) છે.(સામાન્ય કર્મો થતા રહે છે)
અને જયારે મન પોતાના વ્યવહારમાં જાગ્રત રહે અને પ્રાણ કંઇક વિષમતા (શાંતિ)ને પ્રાપ્ત થાય છે,
ત્યારે (સમાન નહિ તેવો) વિષમ,'સ્વપ્ન-રૂપ' કહેવાતો,કેવળ 'માનસિક વ્યવહાર' પ્રવૃત્ત થાય છે.
પછી જયારે (પ્રાણ સાથે) મન પણ શાંત થઇ જાય છે,ત્યારે શાંત એવી 'સુષુપ્તિ-અવસ્થા'નો ઉદય થાય છે.