ભૂતાકાશ (મહાભૂત-રૂપ-આકાશ)સાથે એકતાને પ્રાપ્ત થઇ ગયું અને પોતાની અંદર રહેલા વાયુની સાથે પણ એકતાને
પ્રાપ્ત થયું.ને તે ચેતન વાત (પ્રાણવાયુ) રૂપ થઇ ગયું.આમ છતાં તે મુનિના શાપથી,હવે પછી,તે મશક (મચ્છર-આદિ)
'જીવ' નું નામ ધારણ કરશે.એટલે ત્યાર બાદ,તે (પ્રાણવાયુ) પૃથ્વી,જળ,તેજ અને આકાશ-એ ચાર ભૂતોથી વ્યાપ્ત થઇ રહ્યો.
પ્રાપ્ત થયું.ને તે ચેતન વાત (પ્રાણવાયુ) રૂપ થઇ ગયું.આમ છતાં તે મુનિના શાપથી,હવે પછી,તે મશક (મચ્છર-આદિ)
'જીવ' નું નામ ધારણ કરશે.એટલે ત્યાર બાદ,તે (પ્રાણવાયુ) પૃથ્વી,જળ,તેજ અને આકાશ-એ ચાર ભૂતોથી વ્યાપ્ત થઇ રહ્યો.
જેમ આકાશની અંદર પવનનો સૂક્ષ્મ અંશ સ્વભાવિક રીતે જ ક્રિયાવાન થઇ રહે છે,તેમ અપંચીકૃત,ભૂત વડે
પંચ તન્માત્રા-રૂપ થઇ રહેલો એ ચિન્માત્ર તત્વનો સૂક્ષ્મ અંશ સ્વભાવ વડે જ ક્રિયા-શક્તિથી યુક્ત થઇ ગયો.
એટલે કે પ્રાણવાયુની અંદર રહેલું તેનું ચેતન પણ ક્રમે કરીને 'જ્ઞાન-શક્તિ' (માયા) વડે યુક્ત થઇ ગયું.
મુનિના શાપને જાણનારા અને પોતાને મછરા-રૂપે સમજી બેઠેલો તે અસુર,પોતે શુદ્ધ ચૈતન્ય હોવા છતાં,
તેના પ્રાણની અંદર રહેલું જીવ-ચૈતન્ય,એ મછરાના સંસ્કારો (વાસના) વડે વીંધાઈ ગયું
અને પોતાની અંદર,પાંખ,પગ-આદિ અવયવોને કલ્પી લઇ મછરારૂપ થઇ ગયું.
એ મછરુ,એક સ્વેદજ (સ્વેદથી ઉત્પન્ન થનાર) પ્રાણી છે,ફૂંકથી ઉડી જાય તેવા હલકા શરીરવાળું છે અને
મછરાના રૂપને ધારણ કાર્ય પછી માત્ર બે જ દિવસ તેનું જીવન હોય છે.
રામ કહે છે કે-હે મહારાજ આ જગતની અંદર સર્વ પ્રાણીઓનો જન્મ યોનિથી જ છે?
કે પછી બીજા પ્રકારે પણ તેની ઉત્પત્તિ સંભવે છે?
વસિષ્ઠ કહે છે કે-બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ બે પ્રકારે હોય છે
(૧) ભ્રાંતિજન્ય (૨) બ્રહ્મમય
અનાદિ-કાળથી રૂઢ થઇ રહેલી જગતની ભ્રાંતિને લીધે પંચભૂતો તથા તન્માત્રાઓ વડે રંગાઈ જઈ જે પ્રાણીઓની
ઉત્પત્તિ થાય છે તે ભ્રાંતિ-જન્ય કહેવાય છે.બાકી નિત્યમુક્ત બ્રહ્મની અંદર જગતની ભ્રાંતિનું ભાન જ હોતું નથી,
ઉત્પત્તિ થાય છે તે ભ્રાંતિ-જન્ય કહેવાય છે.બાકી નિત્યમુક્ત બ્રહ્મની અંદર જગતની ભ્રાંતિનું ભાન જ હોતું નથી,
પરંતુ તેમાં વિવર્ત-રૂપે જીવભાવનો આવિર્ભાવ થાય છે અને સર્વ જરાયુજ-આદિ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે.
આવા જીવભાવના આવિર્ભાવના નિશ્ચયથી,એ દશામાં સર્વ પ્રાણીઓના જન્મ વિશેની જે પ્રતીતિ થાય છે,
તે બ્રહ્મમય કહેવામાં આવે છે,અને તે યોનિજન્ય નથી.(મહાત્માઓને જ આ અનુભવમાં આવે છે )
આમ એ બંને પ્રકારનો પ્રાણીઓના જન્મનો ક્રમ છે.તેમાં એ મછરું તો ભ્રાન્તિને લીધે જ ઉત્પન્ન થયું હતું,
તેનો જન્મ કાંઇ બ્રહ્મમય નહોતો.માટે હું તેની ચેષ્ટાઓનો ક્રમ કહું છું તે તમે સાંભળો.