Apr 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1123

ભાસ (વિપશ્ચિત) કહે છે કે-મેં બીજું પણ એક આશ્ચર્ય જોયું હતું,તે વિષે હું કહું છું તે તમે સાંભળો.
પ્રાણીઓથી ભરેલું તથા તેજ,આકાશ,વાયુની (ત્રણ મહાભૂતોની) સત્તાના મિશ્ર (સંદિગ્ધ)પણાને બતાવનાર,
તેમ જ 'જળ'ની અંદર પ્રતિબિમ્બિત થઈ રહેલા પદાર્થના જેવા આકારને ધારણ કરી રહેલ 'પૃથ્વી'થી યુક્ત,
એવું કંઇક અનંત આશ્ચર્ય મારા જોવામાં આવ્યું હતું.જે (પંચમહાભૂતો ના મિશ્રણથી બનેલા પદાર્થો-રૂપે )
પોતાના નામ-રૂપને પ્રસારી રહેલ (પ્રતિબિમ્બિત રૂપે) 'બ્રહ્મ' જ હતું

વળી એક ઠેકાણે મેં એક વનિતા (સ્ત્રી) જોઈ હતી.તેના શરીરની અંદર તેના શરીરની અંદર આકાશ,પર્વત
અને દિશા-આદિ સાથેના ત્રણ લોક,જાણે (તે સુંદરીમાં) પ્રતિબિમ્બિત થઇ રહ્યા હોય તેવા દેખાતા હતા.
મેં તે સુંદરીને પૂછ્યું કે "તું કોણ છે? અને તારું શરીર આ ત્રણે લોક વડે યુક્ત કેમ છે?"
ત્યારે તેણે કહ્યું કે-આ સર્વ વસ્તુમાત્રમાં જે શુદ્ધ પ્રકાશક ચૈતન્ય રહેલું છે તે હું છું અને આ ત્રણ લોક મારા અવયવરૂપ છે.
તમને મારું આ ત્રણ-લોક-રૂપી શરીર જોઇને આશ્ચર્ય થાય છે,પરંતુ જ્યાં સુધી મારા શુદ્ધ
ચિન્મય સ્વભાવને જાણવામાં ના આવે ત્યાં સુધી તમને મારી સર્વલયતા જણાતી નથી.

તમે તથા બીજાં સર્વ પ્રાણીઓ મારા (ઈશ્વર-રૂપી) આ દેહને અવૈદિક માનો છો,પણ આ દેહની અંદર એક બીજું
(સંકલ્પિત) જગત રહ્યું છે,તે આંતરજગતમાં,પોતાના દેહ-રૂપી-ઘરની ભીંતના કોઈ એક કર્ણ-પ્રદેશ-રૂપી ભાગની અંદર
'અનાહત-ધ્વનિ' રહ્યો છે-તે સર્વ શબ્દ-માત્રના નાદ-રૂપ છે.તે અનાહત-ધ્વનિ (અનહત-નાદ) એ,
સર્વ શબ્દ-માત્રના એક સામાન્ય નાદ-રૂપ છે,અને વેદ-આદિ શાસ્ત્ર કે શબ્દ-બ્રહ્મરૂપ છે,તેને પોતાની અંદર ધારણ કરી
રહ્યો છે.એટલે વિધિ-નિષેધના આશ્રય-રૂપ આ જગતને પણ તે અંદર જ ધારણ કરી રહ્યો છે-એમ સમજો.

વેદ-શાસ્ત્ર વિના પણ સર્વ પ્રાણીઓને આ જગતની અંદર,પોતાના દેહ-રૂપી-ભીંતના કોઈ એક હૃદય-રૂપી ભાગમાંથી
'અમુક કરવું યોગ્ય છે અને અમુક કરવું યોગ્ય નથી' એવો અનિર્વચનીય ધ્વનિ નિરંતર પોતાની મેળે જ સાંભળવામાં
આવે છે.સર્વ પદાર્થોમાં રહેલી ચિત્ત-સતા પણ આ અનહત નાદની જેમ સર્વત્ર સામાન્ય-રૂપે રહેલી જ છે,તેથી તેઓ
માયાને લીધે હમણાં પણ મારી પાસે પોતાની વાણીને વિસ્તારે છે.(એટલે કે તેઓ પણ જડ નથી)
આ રીતે જયારે સર્વ પદાર્થોમાં પણ સર્વ જગત વડે યુક્ત એવું ચેતન-પણું રહેલું છે,તો પછી તમારા ચેતન દેહોમાં
પણ સર્વ જગત વડે યુક્ત ચેતન-સત્તાની સ્થિતિ જરા પણ અસંભવિત નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE