કર્મ કરાવે પણ છે અને અવતારની સમાપ્તિ થઇ જતાં,મૃત્યુને પ્રાપ્ત થઇ અંતર્ધાન થઇ જાય છે.
ત્યારે પારધી તેમના અંતર્ધાન થવામાં મદદ-રૂપ થાય છે.આમ તે પોતે દેહ ધારણ કરે છે,નિરંતર વૃદ્ધિને
પ્રાપ્ત થાય છે ને મૃત્યુ પણ પામે છે. એ વિષ્ણુ-ભગવાન પોતે સમર્થ છે છતાં તે પ્રાણીઓનાં કર્મ અનુસાર
પ્રાપ્ત થયેલી વ્યગ્રતાને મૂકી શકતા નથી.તેમને એ વ્યવહારની વ્યગ્રતાને ધારણ કરવાનું
કે મૂકી દેવાનું કશું પ્રયોજન નથી,પણ 'જે જેવી રીતે પ્રાપ્ત થતું હોય તે ભલે થાઓ' એમ સમજીને
'જીવનમુક્ત-પુરુષ-રૂપી-ચિદાકાશ'માં બીજાઓને રાગ-દ્વેષનો ક્ષય કે ઉદય થતો જોવામાં આવે કે તેમનું સારા-નરસા-પણું
પણ જોવામાં આવે,તો પણ તેમને શુદ્ધ સ્વરૂપ-જ્ઞાનનો આવિર્ભાવ થયેલો હોવાથી તેમના મોક્ષમાં કોઈ સંદેહ નથી.
જે જીવનમુક્ત પુરુષો સર્વ જીવોને ચિદાકાશ જેવા અસંગ અને પૂર્ણ-બ્રહ્મરૂપ જ સમજે છે,
તેમનામાં ભેદ-બુદ્ધિ કેવી રીતે સંભવે?
પણ જોવામાં આવે,તો પણ તેમને શુદ્ધ સ્વરૂપ-જ્ઞાનનો આવિર્ભાવ થયેલો હોવાથી તેમના મોક્ષમાં કોઈ સંદેહ નથી.
જે જીવનમુક્ત પુરુષો સર્વ જીવોને ચિદાકાશ જેવા અસંગ અને પૂર્ણ-બ્રહ્મરૂપ જ સમજે છે,
તેમનામાં ભેદ-બુદ્ધિ કેવી રીતે સંભવે?
હે રામચંદ્રજી,આ દૃશ્ય-સમૂહ (જગત અને જગતના પદાર્થો) એ શિલાના જેવો એક-રસ,નિર્વિકલ્પ
અને શાંત બ્રહ્મ-રૂપ જ છે.અહો,આ આશ્ચર્યકારક માયા કેવી છે!!
કે લોકો પોતાના આત્માને જ જગત-રૂપે કલ્પી લે છે અને પોતાના આત્માને જ મોહમાં નાખે છે.
અને શાંત બ્રહ્મ-રૂપ જ છે.અહો,આ આશ્ચર્યકારક માયા કેવી છે!!
કે લોકો પોતાના આત્માને જ જગત-રૂપે કલ્પી લે છે અને પોતાના આત્માને જ મોહમાં નાખે છે.
(૧૨૬) મરણ પામેલા રાજાઓને સંસારની ભ્રાંતિ
રામ કહે છે કે-હે મહારાજ,દિશાઓના અંત જોવા નીકળેલ તે વિપશ્ચિત રાજાઓએ,
દ્વીપો,સમુદ્રો,પર્વતો અને વાનો આદિમાં જઈને શું કર્યું?
વસિષ્ઠ કહે છે કે-એક વિપશ્ચિત રાજાને હાથીએ પીસી નાખ્યો,બીજાને કોઈ રાક્ષસે ઘાયલ કરી વડવાનલમાં
ફેંકી દીધો એટલે તે તેમાં ભસ્મ થઇ ગયો,ત્રીજાને કોઈ વિદ્યાધર ઇન્દ્રની સભામાં લઇ ગયો કે જ્યાં તેણે
ઇન્દ્રને નમસ્કાર ના કર્યા એટલે ઇન્દ્રના શાપ વડે તે ભસ્મ થઇ ગયો અને ચોથા રાજાને મગરમચ્છે મારી નાખ્યો.
આમ ચારે વિપશ્ચિત રાજાઓ ક્ષયને પ્રાપ્ત થઇ ગયા.
પછી,ચિદાકાશ-રૂપી-એ વિપશ્ચિત રાજાઓનું-જીવ ચૈતન્ય,આકાશ-રૂપ થઇ જઈ,પૂર્વ-સંસ્કારને લીધે,
પોતાની અંદર પૂર્વની જેમ જ પૃથ્વી મંડળને દેખવા લાગ્યું.કે જે પૃથ્વીમંડળ સાત દ્વીપો,સાત સમુદ્રોને
ધારણ કરી રહ્યું હતું.જેમ સૃષ્ટિના આરંભ કાળમાં,પ્રજાપતિઓ, આકાશની અંદર સર્જાયેલા પોતાના દેહોને
(કલ્પનાના યોગથી) જુએ છે,તેમ એ ચારેય વિપશ્ચિત રાજાઓના જીવ-ચૈતન્યે,પોતાના ચારેય દેહને આગળ
પ્રમાણે (દેહ-રૂપે) જ જોયા.