સર્વ વિકારોથી રહિત થઇ જઈ તમે આ સંસાર સાગરને તરી જાઓ.
જે પુરુષ પોતાની મેળે,માત્ર પોતાના સ્વભાવને જીતવામાં વીર થતો નથી,
તેવા નર-પશુને ઉત્તમ-પદની પ્રાપ્તિ થવાની વાત પણ શું કહેવી? એ તમે જ કહો.
જેની પોતાની અંદરની મનો-વૃત્તિ જીતાઈ ગયેલી હોય,અથવા,જે મનો-વૃત્તિ જીતવાને તૈયાર થયેલો હોય,
તે જ મનુષ્ય વિવેકને પ્રાપ્ત થાય છે.અને પરમ પુરુષાર્થની પ્રાપ્તિ-રૂપી-જન્મને સફળ કરવાથી ખરેખરો પુરુષ કહેવાય છે.
તે જ મનુષ્ય વિવેકને પ્રાપ્ત થાય છે.અને પરમ પુરુષાર્થની પ્રાપ્તિ-રૂપી-જન્મને સફળ કરવાથી ખરેખરો પુરુષ કહેવાય છે.
સમુદ્રમાં ફેંકાયેલા પથ્થરની જેમ,જે જે ભાવો તમારી અંદર પ્રવેશ કરવા માંડે,
તે તે ભાવોમાં,"હું એવો કોઈ પદાર્થ જ નથી" એવી ભાવના કરી,
આત્મા કે જે આકાશના જેવો અસંગ છે તેને ઓળખી લઇ,
તમે તે તે ભાવોથી સાક્ષી-રૂપે (આત્મા-રૂપે) અળગા (જુદા) રહો.
તત્વ-દૃષ્ટિથી (અને યુક્તિથી) વિચાર કરતાં,સુવર્ણમાં કલ્પેલા હારની જેમ,
અધિષ્ઠાન-ચૈતન્યમાં કલ્પાયેલું આ સર્વ-દૃશ્ય કેવળ ભ્રાંતિ વિના બીજી રીતે છે જ નહિ ,
અને એ ભ્રાંતિને જો તમે "સંકલ્પ"નો નાશ કરી દઈને,દૃશ્યને સાવ ભૂલી જાઓ-તો જ તે (ભ્રાંતિ) જતી રહેશે.
પવનની અંદર ગતિની જેમ,તમારી અંદર જે જે ભાવનો ઉદય થાય,
તે તે ભાવને "હું -એવો કોઈ પણ પદાર્થ આત્મ-ચૈતન્યથી જુદો નથી,
અને જે કંઈ છે તે સર્વ ચૈતન્ય છે" એવી વૃત્તિ વડે તેને આધાર વગરનો બનાવી દો.
લોભ,મદ,મોહને ઉપર ઉપર બતાવ્યા પ્રમાણે તેના "અભાવ-વડે" જેણે જીતેલો નથી,
તેવો સંયમ વગરનો પુરુષ અધ્યાત્મ-શાસ્ત્રનો અધિકારી ન હોવાથી,
તેનામાં નાસ્તિકતા,સ્વછંદ-આદિ અનર્થ પેદા થાય છે,
એટલે તેવો પુરુષ વેદાંત-શાસ્ત્રમાં તો કેવી રીતે પ્રવૃત્તિ કરે? (કે કેવી રીતે તેને વેદાંતમાં રસ ઉત્પન્ન થાય?)
પવનની ગતિની જેમ તમારામાં જે અહંભાવનો ઉદય થાય છે,તે (અહંભાવ) જેમ,પવનની ગતિ
એ પવનથી જુદી સત્તા-વાળી નથી,તેમ,તમે કે જે પરમાત્મા-રૂપ છો,તેનાથી તે (અહંભાવ) જુદી સત્તા-વાળો નથી.
જ્ઞાન થતાં,અદ્વિતીય અને કેવળ ચૈતન્યમાં, પોતાના નામ-રૂપ-વાળી સૃષ્ટિ-એ-સ્વરૂપથી રહિત થઇ,
ચેતન-રૂપે લય પામી જાય,તો જ તે પ્રકૃતિ ચૈતન્યની જેમ જ શોભે છે.
ચૈતન્ય-પરમાત્મા તો કોઈ દિવસ પ્રગટ પણ થતા નથી કે નાશ પણ પામતા નથી-
એ પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહિ
તો-તે પરમાત્મામાં જગતની ઉત્પતિ કે જગતનો નાશ કેવી રીતે હોઈ શકે?