પછી તે ત્રણે જણ ચિદાકાશના કોઈ એક પ્રદેશમાં રહેલા અને અનેક પ્રાણીઓના ઘોંઘાટથી ભરેલા,જીવટના ચિત્તના પરિણામ-રૂપ-બીજા બ્રહ્માંડમાં બ્રાહ્મણના રહેવાના (દ્વીપ-પ્રાંત-દેશ-પુર-ગામમાં થઇ) ઘરમાં ગયા. બ્રાહ્મણને જગાડી,તેમાં પોતાના ચિત્તના અંશ-રૂપ-ચિત્તની-અને-
અંદર એક-રૂપ-વાળા છતાં,બહાર ભિન્નભિન્ન રૂપ વાળા એ ચારે જણ ચિત્ત-રૂપ-આકારે,
વિવર્ત પામેલા ચૈતન્યના પરિણામ-રૂપ,માંડલિક રાજાના બ્રહ્માંડમાં ગયા.
અને,આવી જ રીતે આગળ આગળ (અગાઉના સ્વપ્ન મુજબ) ભમી-ભમીને,
બ્રહ્માના હંસ-રૂપ-ચિત્તના તથા રુદ્રના પરિણામને (રુદ્ર-પણાને પામીને) તે સર્વ ભેગા થઇ શોભવા લાગ્યા.
હે રામચંદ્રજી,એ રીતે અંદર એક-રૂપ-વાળા પણ
બહારના ભિન્નભિન્ન શરીરો તથા ચેષ્ટાઓ-વાળા,અનેક જેવા લાગતા-એ સર્વ, મોટામોટા- સો રુદ્રો થયા.
આવરણ વિના-ચૈતન્યમય અને પ્રાતિભાસિક રીતે,સઘળા સંસારના આધાર-રૂપ,
એ "સો રુદ્રો" પોતે જગતની અંદર અંતર્યામી-પણાથી રહ્યા.
શ્રુતિઓમાં જે સેંકડો અને હજારો મોટામોટા રુદ્રો કહ્યા છે તેમની સ્થિતિ પણ -આવા જ પ્રકારની છે.
ઉપર કહેલા સો રુદ્રોએ કલ્પેલાં-સો બ્રહ્માંડોમાં-તથા-
તમારા અનુભવમાં આવતું આ બ્રહ્માંડ,પણ,અગિયારમાં રૂદ્રે કલ્પેલું છે-તેમ સમજો.
જીવોને ચારે બાજુ જે જે સંસારો ઉદય પામે છે,તે તે સંસારમાં,બોધ વિના જીવો-પરસ્પરને દેખતા નથી,
પણ બોધ-વાળા જીવો,સમુદ્રમાં તરંગની પેઠે,પરસ્પરની સાથે મળે છે.
બોધ વિના,જીવો તો જે સંસારમાં હોય,તે સંસારમાં ઢેફાંની જેમ (જડની જેમ) પડ્યા રહે છે.પણ,
જેમ,તરંગો-રૂપ-જળ,રસ (પ્રવાહી) હોવાને લીધે પરસ્પર ની સાથે સારી રીતે મળે છે,
તેમ,બોધ-વાળા જીવો,ચૈતન્ય-પણાને લીધે,પરસ્પરની સાથે સારી રીતે મળે છે.
જુદાજુદા સંસારમાં અસત્ય છતાં સત્યની જેમ રહેલા જીવો,બ્રહ્મ-ના સર્વ-વ્યાપકપણાને લીધે,
જયારે બ્રહ્મની સાથે એક થાય ત્યારે,સર્વ જીવની સાથે પ્રત્યેક જીવો મળી ગયા છે-એમ સમજવું.
જેમ,પૃથ્વીમાંથી રજ (માટી) પથ્થર વગેરે ખોદી કાઢતા,જે અવશેષ રહે છે,તે કેવળ આકાશ જ રહે છે,
તેમ,ચૈતન્યમાંથી (કાલ્પનિક) અનાત્મ પદાર્થો દુર કરવામાં આવતા,કેવળ ચૈતન્ય જ અવશેષ રહે છે.
હે રામચંદ્રજી,તમે જેમ,સર્વત્ર પંચ-ભૂતોનો અનુભવ કરો છો-તેમ,સર્વ પદાર્થોની આત્મા-સત્તા-રૂપ ચૈતન્યનો અનુભવ કરો,કેમ કે જે કંઈ પદાર્થ છે-તે આત્મ-સત્તા-રૂપ ચૈતન્ય જ છે.