Sep 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-602

જેમ સોનામાં ત્રાંબાની ખોટી પ્રતીતિ થતા,સોનું ત્રાંબા-રૂપે દેખાય છે,
પણ અગ્નિથી તપાવતાં તે દોષ દુર થઇને,કેવળ સોનું જ દેખાય છે-
તેમ,કેવળ યથાર્થ વિચારથી,શુદ્ધિ પામેલો,આત્મા ફરીથી મેલ ગ્રહણ કરતો નથી.
"આ બ્રહ્માંડ સત્ય પણ નથી અને અસત્ય પણ નથી,પરંતુ કેવળ આભાસ-માત્ર જ છે"
એવી રીતે અન્ય કલ્પનાનો ત્યાગ કરવો એ જ "યથાર્થ અવલોકન" છે.

"મરણ-જીવન-જ્ઞાન-અજ્ઞાન-વગેરે સર્વ ચૈતન્ય-પ્રકાશથી જુદું છે જ નહિ"
એવી રીતે એકતા જોવી એ જ "યોગ્ય વિચાર" છે.
"તુંપણા-હુંપણા-વગેરે રૂપે દેખતો આ સંસાર અને દશે દિશાઓ આત્માથી જુદા નથી-
પણ જે કંઈ છે તે આત્મા જ છે" એવી રીતનો વિચાર -એ જ "યથાર્થ વિચાર" છે.

આ અનિર્વચનીય સંસારમાં યથાર્થ અધિષ્ઠાન-રૂપ-પણાનું અવલોકન કરવામાં આવે-તો-મન પ્રગટ થતું નથી.
અને (જો કે) તે મનનો નાશ પણ થતો નથી,પણ નિષ્કામ થઈને -તે મન શાંત થઇ જાય છે.
મન,યથાર્થ વિચાર કરે તો,તે કોઈની નિંદા કે સ્તુતિ કરતુ નથી,રાજી થતું નથી કે શોક કરતુ નથી.
પરંતુ,કેવળ સત્ય-પણાને (બ્રહ્માકાર-પણાને) પ્રાપ્ત થાય છે.

સૌ સૌનો કાળ પ્રાપ્ત થતાં,સહુ બંધુઓ અને કુટુંબીજનો મરવાના જ છે-
માટે તેમના વિયોગથી શા માટે પરિતાપ પામેઓ છે?
પોતાને પણ અવશ્ય મરવું જ પડશે,એવો નિશ્ચય છે-તે છતાં,પોતાના મરણનો શા માટે વૃથા ભય રાખો છો?
જે જન્મ્યો છે-તેને ઉત્તમ વૈભવ પ્રાપ્ત થાય તો તેને માટે હર્ષ શો?
કે તેને -જો આપદાઓ આવે તો તેમના માટે શોક શો?

આ જગતની જાળ,સમુદ્રના પરપોટાની જેમ વધે છે,ઉદય પામે છે,અને સ્ફુરે છે-
માટે તેમાંનું-કંઇક નષ્ટ થઇ જાય તો તેના માટે -વિલાપ શા માટે કરવો?
આ જગત સર્વદા મિથ્યા છે અને કદી પણ સત્યતાને પ્રાપ્ત થતું નથી,
માટે માયાના વિકારોની વિચિત્રતા-રૂપ આ જગતમાં એવું બીજું શું છે?કે જેના માટે વિલાપ કરવો પડે?

આપણે હાલમાં દેહ-રૂપ નથી,ભૂતકાળમાં પણ દેહ-રૂપ નહોતા,અને હવે પછી પણ દેહ-રૂપ થઈશું નહિ,
અને આ દેહ કેવળ વિચિત્ર ભ્રાંતિથી જ ખડો થયેલો છે,માટે દેહને માટે-વૃથા પરિતાપ શા માટે કરવો?
"જો હું દેહથી અન્ય છું,તો ચૈતન્યાત્મક-પ્રકાશ જ છું માટે મારે જન્મ-મરણ-આદિ-કેવાં?
કે જેને માટે હું પરિતાપ પામું?"
એવી રીતના યથાર્થ જ્ઞાન-વાળા મનુષ્યને  -જો (એવો) પાકો નિશ્ચય થયો હોય,
તો તેનું મન-ઉદય,અસ્ત કે પરિતાપને પામતું નથી,પણ-તે મન શાંત જ રહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE