Sep 16, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-283


રામ પૂછે છે કે-હે,મુનિ,શરીરમાં નગરીનું સમાન-પણું કયા પ્રકાર થી છે? અને શરીર-રૂપી નગરીમાં રહીને,
તેનું પાલન કરતો યોગી,રાજાની પેઠે સુખને જ કેમ ભોગવે છે? રાજાને તો કદાચ કોઈ સમય પર દુઃખ પણ
ભોગવવું પડે છે,પણ જીવનમુક્ત તો હરપળે સુખ જ ભોગવે છે એમ કેમ?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આત્મજ્ઞાની પુરુષને આત્મ-પ્રકાશ-રૂપી ઐશ્વર્યથી પ્રકાશાયેલી,
અંનત વિલાસો થી સંપન્ન અને સઘળા ગુણોથી ભરેલી,આ શરીર-રૂપી નગરી રમણીય લાગે છે,

આ નગરીમાં "નેત્ર-રૂપી-ઝરૂખા"ઓમાં રહેલા "ચક્ષુઓ-રૂપ-દીવા"ઓથી સઘળા વિભાગો પ્રકાશી રહ્યા છે.
બે "હાથ-રૂપી-રાજમાર્ગો"  એ "ગોઠણ-રૂપી" છેવટ ના પ્રદેશ સુધી પહોંચેલા (લંબાયેલા) છે.અને
તેમાં "રુવાંટાઓની પંક્તિઓ-રૂપ" લતાઓ તથા ગુચ્છો લાગી રહ્યા છે.
'પાની-રૂપી-પાટલી" પર પીંડીઓ સહિત સાથળો-રૂપી ગોળ "સ્તંભ" ગોઠવાયેલા છે.
ચામડી,મર્મ-સ્થળો,શિરાઓની શાખાઓ,અસ્થિઓ ના સાંધા-રૂપી "સીમાડા"ઓ ગોઠવાયેલા છે.
માથાના,દાઢીના-વગેરે કેશ-રૂપી "વન" છે તો ભ્રકૃટી-રૂપ કાળાં પાંદડાં,લલાટ-રૂપી ધોળું પાંદડું,અને
હોઠ-રૂપી લાલ-પાંદડું-વગેરે થી મોઢા-રૂપી "બગીચો" શોભી રહ્યો છે.

ગાલ-રૂપી મોટી વિહારની જગ્યાઓમાં "કટાક્ષો-રૂપી-કમળો" પથરાયેલાં છે.
પેટ-રૂપી-પટારામાં  "અન્ન-રૂપી-વસ્ત્રાલંકારો ભરી રાખવામાં આવે છે,શ્રોત્ર (કાન) ઘ્રાણ (નાક)-વગેરે,
"ઇન્દ્રિયો-રૂપ-શેઠિયા" પોતપોતાના ગોલકો-રૂપ-ઝરૂખાઓમાં બેઠેલા છે.
"લાંબા કંઠ-રૂપી ઉઘડેલા દ્વાર" માં જતો આવતો -"શ્વાસ-રૂપી-પવન" ઘોંઘાટ કર્યા કરે છે.
"હૃદય-રૂપી-બજાર" માં બેઠેલા "વિચારો-રૂપી-ઝવેરીઓ" પરીક્ષા કરી-કરીને "ઇન્દ્રિયો-રૂપી-વેપારીઓ"
પાસેથી,"શબ્દ-વગેરે-વિષયો-રૂપી-રત્નો" ખરીદે છે.
ચક્ષુઓ-વગેરે (ઇન્દ્રિયો) રૂપ નવ-દરવાજાઓમાંથી પવનરૂપી રહેવાસીઓ,નિરંતર આવ-જાવ કર્યા કરે છે.
"મોં-રૂપી-દરવાજા" માં જરાતરા દેખાતા,દાંતો-રૂપી-"તોરણો" ગોઠવાયેલાં છે.
અને તે "મોં-રૂપી-દેવળ" માં ઘૂમતી "જીભ-રૂપી ચંડિકા દેવી" ભોજન-રૂપી બલિદાનને ચાવ્યા કરે છે.
કાનના બે છિદ્રો-રૂપી-"કૂવાઓ" શોભી રહ્યા છે. મૂત્રાશય-ગુદા- વગેરે-રેંટ-ફરવાની જગ્યા-રૂપ જગ્યાની
સમીપમાં વિષ્ટા-રૂપી કાદવ બન્યા કરે છે.

ચિત્ત-રૂપી-બગીચાની જગ્યામાં "આત્મ-ચિંતન-રૂપી-સ્ત્રી" સર્વદા ક્રીડા કર્યા કરે છે.
"બુદ્ધિ-રૂપી-ચામડાની દોરી" થી,બંધાયેલા "ઇન્દ્રિયો-રૂપ-ચપળ વાંદરાઓ" વધારે ટકી શકતા નથી.
"મોં-રૂપી-બગીચા" માં "હાસ્ય-રૂપી-પુષ્પો" ઉઘડીરહ્યા છે.
આવી રીતે સર્વ પ્રકારની શોભાથી ચળકતી,શરીર-રૂપી-મોટી નગરી,એ શરીર અને મનને જાણનાર
જીવન-મુક્ત ને હિતકારી થાય છે,તે તેને  સુખ આપે છે - દુઃખ દેતી નથી.
જયારે,અજ્ઞાની ને તે અંનત દુઃખોના ભંડાર-રૂપ છે.

હે,રામ આ નગરી નાશ પામે તો,જ્ઞાની ને થોડી જ હાનિ છે,અને તે હોય ત્યાં સુધી,તેના પ્રતિ -અનાસક્તિ હોવાથી,
તે જ્ઞાની ને-ભોગ અને મોક્ષ બંને નું સુખ છે.એટલા માટે જ્ઞાની ને તે સદા સુખ-દાયી જ  છે.
જ્ઞાની પુરુષ આ (શરીર-રૂપી) નગરીમાં બેસીને સંસારમાં સર્વ પ્રકારના ભોગ અને મોક્ષ ના સુખ લેવા માટે
સારી રીતે વિનોદ કરે છે.એટલા માટે એ (શરીર-રૂપી) નગરી,જ્ઞાની પુરુષનો "રથ" (વાહન) કહેવાય છે.
જ્ઞાનીને આ નગરીમાં રહેવાથી જ,શબ્દ-સ્પર્શ-રૂપ અને ગંધ-રૂપ બંધુઓની સગવડો મળે છે.
એટલા માટે આ નગરી જ્ઞાની ને સુખ (લાભ) આપનારી છે.  

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE